T20 Series: ટીમ ઈન્ડિયામાંથી કપાશે શુભમન ગિલ નું પત્તુ ? કેમ નહિ મળે ટી20 સીરીઝમાં સ્થાન ?

WhatsApp Group Join Now

T20 Series : શુભમન ગિલ ને આ વખતે ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવામાં આવી શકે છે.ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની ટી20 સીરીઝ રમાવાની છે. આ ટી20 સીરીઝ 6 ઓક્ટોમ્બર થી શરૂ થવાની છે. શુભમન ગીલને આ સીરીઝ માં બ્રેક આપવામાં આવશે, એક રિપોર્ટ મુજબ, વર્કલોડ મેનેજમેન્ટ ને ધ્યાનમાં રાખીને તેમને આરામ આપવામાં આવી શકે છે. શુભમન ગિલ લાંબા સમય થી રમી રહ્યા છે જેના કારણે આ બ્રેક આપવામાં આવી શકે છે.

T20 Series: ટીમ ઈન્ડિયામાંથી કપાશે શુભમન ગિલ નું પત્તુ ? કેમ નહિ મળે ટી20 સીરીઝમાં સ્થાન ?

શુભમન ગીલની સાથે સાથે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ ને પણ બ્રેક આપવામાં આવી શકે છે. ગિલ ઝિમ્બાબ્વે બાદ શ્રીલંકા ના પ્રવાસે ગયા હતા. આ પછી ગિલ દુલીપ ટ્રોફી 2024 માં પણ રમ્યા હતા, અને હવે તે ટેસ્ટ સિરિઝમાં પણ રમશે. જેના કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ નું મેનેજમેન્ટ શુભમન ગિલને આરામ આપી શકે છે. પીટીઆઇ ના એક આર્ટિકલ અનુસાર, શુભમન ગીલની સાથે સાથે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ ને પણ બ્રેક આપવામાં આવી શકે છે.

ટીમ ઈંડિયા બાંગ્લાદેશ સામેની ત્રણ ટી20 સીરીઝ બાદ ઘણી મેચ રમશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના મહત્વપૂર્ણ ખેલાડીઓ ની ફીટ રહેવું જરૂરી છે.

આ પણ વાંચોજ્ઞાનસેતુ શિષ્યવૃતિ યોજના 2024 માં વિદ્યાર્થીઓને મળશે 1,54,000 સુધીની સ્કોલરશીપ

ટીમ ઈંડિયાના ખેલાડીઓ લગભગ પૂરું વર્ષ ક્રિકેટ રમે છે. આંતરરાષ્ટ્રીય પછી ઇન્ડિયન પ્રીમિયર લીગ તેમજ સ્થાનિક ક્રિકેટ પણ રમે છે. જો આવી સ્થિતિમાં ખેલાડીઓને આરામ ના આપવામાં આવે તો ઇજા થવાનું ભારે જોખમ રહે. આ બાબત ને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈ મહત્વપૂર્ણ ભારતીય ખેલાડીઓ ને આરામ આપવાનું વિચારી રહી છે. રોહીત શર્મા અને વિરાટ કોહલી ટી20 વર્લ્ડ કપ પછી શ્રીલંકાના પ્રવાસે ગયા હતા. ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન તેઓ ટીમ ઈંડિયા સાથે નહોતા. આ બંને ખેલાડીઓ ટી20 માંથી રિટાયરમેન્ટ લઈ ચૂક્યા છે. જેના લીધે તેમને આરામ મળશે.

6 ઓક્ટોમ્બર થી શરૂ થશે T20 સીરીઝ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ T20 સીરીઝ મેચ રમાવાની છે, જેમાં પહેલી મેચ 6 ઓક્ટોમ્બરએ ગ્વાલિયર, બીજી મેચ 9 ઓક્ટોમ્બરે દિલ્હીમાં અને ત્રીજી મેચ 12 ઓક્ટોમ્બર એ હૈદરાબાદ માં રમાશે.

આવી જ ક્રિકેટની સૌથી પહેલા અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને પલભળ ની જાણકારી મળતી રહે. 

વધુ વાંચો :

Samsung Galaxy M05 4G : ફક્ત 7,999 રૂપિયામાં મેળવો 1TB સુધીની સ્ટોરેજ અને 50MP ના કૅમેરા

શું નવરાત્રિમાં ભુક્કા બોલાવશે વરસાદ? જાણો વરસાદની આગાહી

ભીંડીનું પાણી પીવાના 15 ફાયદા : પ્રાકૃતિક આરોગ્ય માટેના ચમત્કારિક ફાયદા

Leave a comment