તાર ફેન્સીંગ યોજના હેઠળ ખેડૂતોને ખેતરની આજુબાજુ કાંટાણી વાળ બનાવવા માટે સરકાર આપે છે સહાય

WhatsApp Group Join Now

નમસ્કાર મિત્રો આજે આપણે નવી સરકારી યોજના વિશે જાણવા જઈ રહ્યા છીએ આ યોજનાનું નામ છે તાર ફેન્સીંગ યોજના તાર ફેન્સીંગ સહાય યોજનામાં કોણ ફોર્મ ભરી શકે છે. મળવાપાત્ર રકમ શું છે ? સહાય યોજનામાં લાભ લેવા માટે ઉંમર કેટલી હોવી જોઈએ? ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું તેની તમામ માહિતી આજના આ લેખ દ્વારા પૂરી વાંચવા માટે તમને નમ્ર વિનંતી છે અને આવી સરકારી યોજનાઓ સમાજવાદ જીવનમાં ઉપયોગી બને તેવી માહિતી અમે તમને સમજાવીએ છીએ જેથી અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો.

તાર ફેન્સીંગ સહાય યોજના નો મુખ્ય ઉદ્દેશ્ય Tar fencing yojana

ખેતરના પાકને ભૂંડ અને નીલગાય સામે સુરક્ષિત રાખવા માટે સરકારે નવી યોજના શરૂ કરી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય પ્રાણીઓના કારણે ઉભા પાકને થતા નુકસાન ટાળવાનો છે.

તાર ફેન્સીંગ યોજના માટે પાત્રતા ધોરણ

Tar fencing yojana

ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજનામાં ખેડૂતોની ખેતીના પાકને રક્ષણ માટે ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવા માટે રનીંગ મીટર દીઠ રૂપિયા 200 અથવા જેટલો ખર્ચ થાય તેના 50% બે માંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર છે.

પરંતુ આ માટે ખેડૂત પાસે 2 હેકટર જેટલા વિસ્તારની જમીન હોવી જોઈએ આ તાર ફેન્સીંગ સહાય યોજના માટે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

પાત્રતા

Tar fencing yojana

  1. આ યોજનાનો લાભ મેળવવા માટે યોજનાની કેટલીક પાત્રતા નક્કી કરેલ છે નીચે મુજબ છે.
  2. આ યોજનામાં સામાન્ય વર્ગના ખેડૂતો સામાન્ય વર્ગના નાના શ્રીમંત મહિલા ખેડૂતો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને મળવાપત્ર છે.
  3. આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકે છે.
  4. આ યોજનાનો પુનઃ લાભ મેળવવાની ઓછામાં ઓછી સમય મર્યાદા દસ વર્ષ છે.
  5. ખેડૂતો ખાતા દ્વારા વખત વખત જાહેર કરાયેલ પ્રાઈઝ discovery ના હેતુ માટે તૈયાર કરેલ પેનલ સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી.
  6. લાભાર્થી ખેડૂતોએ ખરીદી કરવાની રહેશે.
  7. લાભાર્થી ખેડૂત ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
  8. ખેડૂત પાસે પોતાની જમીન હોવી જોઈએ.
  9. અરજદાર પાસે ઓછામાં ઓછી બે હેક્ટર વિસ્તારની જમીન ધરાવતા ખેડૂત આ યોજના હેઠળ અરજી કરી શકે છે.
  10. ખેડૂત દ્વારા અગાઉ તાર ફેન્સીંગ યોજનામાં લાભ ન લીધેલ હોવો જોઈએ.
  11. આ યોજનાનો લાભ છે તે સર્વે નંબરમાં માત્ર એક વખત મળવા પાત્ર રહેશે.
  12. સરકાર દ્વારા નક્કી કરાયેલ ડિઝાઇન તથા ધોરણ મુજબની વાડ બનાવવાની રહેશે.

જરૂરી દસ્તાવેજો

Tar fencing yojana

  1. આધારકાર્ડ
  2. રેશનકાર્ડ
  3. જાતિનો દાખલો
  4. વિકલાંગ ઉમેદવાર હોય તો વિકલાંગનું સર્ટિફિકેટ
  5. જમીને ના સાત બાર અને આઠ અ ઉતારા.
  6. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  7. બેંક પાસબુક

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

Tar fencing yojana

  • સૌપ્રથમ ગુગલ સર્ચમાં આઇ ખેડૂત પોર્ટલ ટાઇપ કરવાનું રહેશે.
  • ત્યારબાદ જે પરિણામ આવે તેમાં સત્તાવાર વેબસાઈટ ખોલવાની રહેશે.
  • આઇ ખેડૂત પોર્ટલ વેબસાઈટ ખોલ્યા પછી યોજના ના વિકલ્પો પર ક્લિક કરવાનું રહેશે.
  • યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ નંબર 1 પર આવેલી ખેતીવાડી યોજનાઓ ખોલવાની રહેશે.
  • ત્યારબાદ ખેતીવાડી યોજના ની કૃષિ યાંત્રિકરણ ની અલગ અલગ યોજનાઓ બતાવશે.
  • જેમાં તારની વાડ નામની યોજના શોધવાની રહેશે.
  • જેમાં યોજના ની તમામ માહિતી વાંચ્યા પછી અરજી ફોર્મ ભરવાનું રહેશે જેના માટે વેબસાઈટ ખોલવાની રહેશે.
  • ત્યારબાદ તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો જેમાં જો અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરી.
  • આગળની પ્રક્રિયા કરવાની રહેશે.
  • અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપ્ચા ઈમેજ સબમિટ કરવાની રહેશે.
  • જો અરજદાર ખેડૂતે આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન અરજી કરવી.
  • ખેડૂતે ઓનલાઈન ફોર્મ માં સંપૂર્ણ માહિતી ભર્યા બાદ એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો ચેક કરીને એપ્લિકેશન કન્ફર્મ કરવાની રહેશે.
  • ઓનલાઇન અરજી થઈ ગયા પછી કોઈપણ પ્રકારનું સુધારો થશે નહીં.
  • ખેડૂત અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકશે.

આશા રાખું છું કે તાર ફેન્સીંગ યોજના હેઠળપાત્ર સહાય ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ? કયા કયા દસ્તાવેજ જરૂર પડશે ? તેવી તમામ માહિતી આજના આ લેખ દ્વારા તમને મળી ગય હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો

મફત પ્લોટ સહાય યોજના : મકાન બનાવવા માટે મળશે પ્લોટ જાણો સંપૂર્ણ અરજી પ્રક્રિયા

લેપટોપ સહાય યોજના 2024-25: 25,000 રૂપિયાની સહાયથી સહાય મેળવો

કિસાન પરિવહન યોજના હેઠળ ખેડૂતોને મળશે રૂપિયા 75000 ની સહાય

Leave a comment