Three wheeler sahay yojana: થ્રી વ્હીલર વાહન ખરીદવા માટે સરકાર આપશે 3,00,000 સુધીની સહાય, આવી રીતે કરો ઘરે બેઠા અરજી

WhatsApp Group Join Now

Three wheeler sahay yojana gujarat : જો તમે પણ એક થ્રી વ્હીલર વાહન ખરીદવા માંગો છો પણ પૂરતા પૈસા નથી ? તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે ગુજરાત સરકાર આપે છે થ્રી વ્હીલર વાહન ખરીદવા માટે ત્રણ લાખ રૂપિયા સુધીની સહાય. જો તમે પણ આ યોજના માં લાભ લેવા ઈચ્છો છો તો તમારે કેટલીક ગુજરાત સરકાર ની શરતો નું પાલન કરવું પડશે અને તમારે આ લેખને અંત સુધી વાંચવો પડશે. જેથી તમને આ યોજના વિશે સંપૂર્ણ જાણકારી મળી રહે અને તમે આ યોજના નો સહેલાઇ  લાભ લઈ શકો.

Three wheeler sahay yojana gujarat| થ્રી વ્હીલર વાહન ખરીદવા માટે ત્રણ લાખની સહાય

ગુજરાત સરકાર દ્વારા આ યોજન એટલા માટે જ શરૂ કરવામાં આવી છે કે જેમની પાસે રોજગાર નથી તેવા લોકો આ યોજના ના જરિયે પોતાનો રોજગાર કરી શકે અને પોતાનું ઘર કુટુંબ ચલાવી શકે. જો તમે પણ આ યોજના હેઠળ લાભ લેવો હોય તો તેની છેલ્લી તારીખ પહેલાં ફોર્મ ભરાવી દેવું જોઈએ જેની માહિતી અમે તમને નીચે આપેલ છે.

ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

જે લોકો આ યોજના હેઠળ ફોર્મ ભરવા માંગે છે તેમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત 15/10/2024 થી થઇ ગયેલ છે અને આ યોજના માં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30/10/2024 છે. છેલ્લી તારીખ પહેલાં ઓનલાઇન ફોર્મ ભરી દેવું.

જરૂરી ડોક્યુમેન્ટ :

ગુજરાત સરકાર ની આ યોજના માં લાભ લેવા માટે તમારી પાસે નીચે ના થોડાક ડોક્યુમેન્ટ હોવા આવશ્યક છે.

  1. રેશન કાર્ડ
  2. આધાર કાર્ડ
  3. ડ્રાઈવિંગ લાઈસન્સ
  4. જાતિની દાખલો
  5. સરનામાં નું પ્રૂફ
  6. આવક નો દાખલો

આ યોજના માં લાભ લેવા માટેની શરતો

અરજદારે આ યોજના માં લાભ લેવા માટે નીચેની કેટલીક શરતો નું પાલન કરવું જોઈએ.

  • આ યોજના ની અંદર લાભ લેવા માટે અરજદાર ની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષ હોવી જોઈએ.
  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક છ લાખ રૂપિયા કરતાં વધારે ના હોવી જોઈએ.
  • જો અરજદારના કુટુંબ માંથી કોઈ વ્યક્તિ આ યોજના માં લાભ લીધેલ હસે તેવા કિસ્સા માં આ યોજના માં લાભ મળશે નહિ.
  • અરજદાર જે વાહન ખરીદવા માટે અરજી કરે છે તે વાહન નું લાઇસન્સ હોવું જોઈએ.
  • અરજદાર ના પરિવાર માં કોઈ સરકારી નોકરી કરતું હતું કે કરે છે તેવા કિસ્સામાં માં અરજદાર ને આ યોજના માં લાભ મળતા પાત્ર થસે નહિ.
  • આ યોજના નો લાભ ફક્ત ગુજરાત ના રહેવાસી અને ફક્ત અનુસૂચિત જાતિ લોકો ને જ આ યોજના નો લાભ મળશે.

યોજના દ્વારા મળતા લાભ

  • આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા થ્રી વ્હીલર વાહન ખરીદવા માટે ત્રણ લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે.
  • આ યોજના માં લોન પેટારૂપે સહાય આપવામાં આવે છે તો વ્યાજ દર પણ હોય જ. આ યોજના માં અરજદાર ને 3 ટકા વ્યાજ દરે લોન આપવામાં આવે છે. જે ખૂબ જ ઓછું વ્યાજ દર કહેવાય.
  • લોન અને વ્યાજ દર ભરવા માટે ગુજરાત સરકાર દ્વારા એકસરખા 96 માસિક હપ્તા ભરવાના હોય છે.

ઓનલાઇન અરજી કઈ રીતે કરવી અને ક્યાં કરવી ?

જે અરજદાર ભાઈઓ આ યોજના હેઠળ લાભ લેવા ઇચ્છે છે અને ઉપર ની બધી શરતોનું પાલન કરે છે તે અરજદારો એ 30/10/2024 પહેલા કોઈ CSC સેન્ટર એ જઈને અથવા નીચે આપેલી વેબસાઇટ પર જઈને ઓનલાઇન ફોર્મ ભરી શકે છે.

ઘરે બેઠા ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચેના સ્ટેપ ને અનુસરો

  • સૌ પ્રથમ તમારે આ વેબસાઇટ પર જવાનું છે : https://sje.gujarat.gov.in/gscdc/
  • ત્યાર બાદ તમારે નિગમની યોજનાઓમાં ધિરાણ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવા અહીં ક્લિક કરો. પર ક્લિક કરવાનું છે ત્યાર બાદ તમને redirect કરવામાં આવશે.
  • ત્યાર પછી તમને એક લોગીન પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે જેમાં તમને જમણી બાજુ New User દેખાશે જેના પર ક્લિક કરો.
  • હવે તમારે તમારી ઈમેઈલ, મોબાઈલ નંબર, પાસવર્ડ નાખવાનો રહેશે, ત્યાર પછી તમારે CAPTCHA code નાખવાનો છે અને Submit કરવાનું છે.
  • Submit કર્યા બાદ ‍તમારે હવે લોગીન કરવાનું છે, લોગીન કરવા માટે already registered પર ક્લિક કરો.
  • હવે તમે જે નંબર નાખ્યો હતો તે નંબર અને પાસવર્ડ નાખો અને captcha code નાખ્યા બાદ submit પર ક્લિક કરો.
  • હવે તમને અત્યારે ઉપ્લબ્ધ યોજના જોવા મળશે જેમાં તમને જે યોજના માં લાભ લેવા ઈચ્છતા હોવ તે યોજના ની જમણી બાજુ અરજી કરો પર ક્લિક કરો.
  • હવે તમારે તમારી વ્યક્તિગત માહિતી ભરવાની છે જેમ કે તમારું નામ, અટક, તાલુકો, જિલ્લો વાર્ષિક આવક, જાતિ વગેરે. અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં રહેશે.
  • બધી માહિતી તેમજ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ તમારે save પર ક્લિક કરવાની રહેશે.

લેપટોપ ખરીદી સહાય યોજના: વિદ્યાર્થીઓને લેપટોપ ખરીદવા માટે સરકાર કરશે આર્થિક સહાય, આ રીતે કરો અરજી

ગ્રામીણ આવાસ યોજના: ગામડામાં રહેતા લોકોને સરકાર આપશે 1,20,000 મકાન બનાવવા માટે! આ રીતે કરો અરજી

 

Leave a comment