આજનુ હવામાન: ગુજરાતમાં ઠંડીનો ચમકારો સાથે જ કમોસમી વરસાદની આગાહી

WhatsApp Group Join Now

આજનુ હવામાન: ગુજરાતમાં શિયાળાની ઠંડી જમાવટ કરી રહી છે. ઠંડીના ચમકારા વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદના સંકેતો છે. હવામાન વિભાગે લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધી ઘટાડો થવાની આગાહી કરી છે, જેનાથી ઠંડીનું પ્રમાણ આગામી દિવસોમાં વધુ વધશે.  

આજનુ હવામાન: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર

ઉત્તર ભારતમાં પ્રવર્તતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે બરફવર્ષા થઈ છે. આ વાતાવરણના કારણે ઠંડા પવનો મેદાની વિસ્તારોમાં ફરી વળ્યા છે. તેની સીધી અસર ગુજરાતના હવામાન પર પણ થઈ રહી છે, જે ઠંડીના વધારા માટે જવાબદાર છે.

રાજસ્થાનની નજીક વાદળછાયું વાતાવરણ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાન નજીકના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્કયુલેશનના કારણે આ પ્રભાવ વધ્યો છે

કમોસમી વરસાદના ચમકારા

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદનું આગમન થવાની શક્યતા છે. સાબરકાંઠા, નર્મદા, અમદાવાદ અને ગાંધીનગર જેવા વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાનો અંદાજ છે. મધ્ય ગુજરાતમાં ઠંડીના ચમકારા સાથે વાદળછાયું વાતાવરણ રહેશે

આ વાંચો:- ગુજરાતમાં ભારશિયાળામાં વરસાદ સાથે કરાની શક્યતા: હવામાન વિભાગની આગાહી

પતંગ રસિયાઓ માટે ખાસ સમાચાર

14 અને 15 જાન્યુઆરીએ પવનની ગતિ પતંગ રસિયાઓ માટે અનુકૂળ બનશે. ખાસ કરીને રાત્રિના સમયગાળા દરમિયાન પવનની ગતિ મધ્યમ રહેશે, જે પતંગ ચગાવવા માટે અનુકૂળ સ્થિતિ ઊભી કરશે.

શિયાળામાં વધારો જોવા મળશે

હવામાન વિભાગના મુજબ રવિવારથી ગુજરાતમાં ઠંડીનો વધુ ઉછાળો જોવા મળશે. લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે, જેનાથી ઠંડીનો ચમકારો વધશે અને ગાત્રો થિજી જશે.

આગામી દિવસોમાં ગરમ કપડાં જરૂરી

હવામાનમાં આ પલટાને ધ્યાનમાં રાખીને લોકો માટે સલાહ છે કે તેઓ ગરમ કપડાં પહેરી ઠંડી સામે સજ્જ રહે. ખાસ કરીને ખેડૂતો માટે આ દિવસોમાં ખાસ તકેદારી રાખવી જરૂરી છે, શિયાળાની આ સ્થિતિ અને કમોસમી વરસાદના સંકેતોને ધ્યાનમાં રાખતા ગુજરાતીઓએ હવામાનની લેટેસ્ટ અપડેટ્સને અનુસરવું મહત્વપૂર્ણ છે.

આ વાંચો:- કિસાન ક્રેડિટ કાર્ડ શું છે અને આ કાર્ડ દ્વારા ખેડૂતોને કેટલી લોન મળે છે અને કેવી રીતે?

આજનું હવામાન

Leave a comment