2 દિવસ કેવું રહેશે વાતાવરણ? અંબાલાલ પટેલ એ કરે આગાહી જાણો સંપૂર્ણ વિગત! આજનું હવામાન

2 દિવસ કેવું રહેશે વાતાવરણ? અંબાલાલ પટેલ એ કરે આગાહી જાણો સંપૂર્ણ વિગત! આજનું હવામાન 

WhatsApp Group Join Now

અંબાલાલ પટેલ ની આગાહી:- નમસ્કાર મિત્રો અત્યારના સમયમાં ખૂબ જ ગરમી છે, ગુજરાત રાજ્યના દરેક જિલ્લા કે શહેરમાં ખૂબ જ ગરમી છે, અમુક જગ્યાએ તો હીટ વેવ ની પણ આગાહી આપવામાં આવે છે, આવા સમયમાં હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે લોકોએ બપોરના સમયે વધુ બહાર ના નીકળવું જોઈએ, લોકો રાહ જોઈને બેઠા છે કે આ કાળજાળ ગરમીથી ક્યારે મળશે રાહત એવા સમયમાં અંબાલાલ પટેલ એ એક મોટી આગાહી કરી છે તેના વિશે સંપૂર્ણ વિગત આજે ના લેખમાં જાણવાના છીએ તો મિત્રો આ લેખને અંત સુધી વાંચતા રહેજો.

2 દિવસ કેવું રહેશે વાતાવરણ અંબાલાલ પટેલ એ કરે આગાહી જાણો સંપૂર્ણ વિગત! આજનું હવામાન

આ વાંચો:- ગુજરાતમાં 45 ડિગ્રીથી પણ વધુ તાપમાન, અહીં જાણો ક્યારે આવશે વરસાદ? Today Gujarat Weather

અંબાલાલ પટેલ ની મોટી આગાહી

અત્યારના સમયમાં ગુજરાતમાં ગરમીનો રેકોર્ડ બની રહ્યો છે અને એવા સમયમાં બંગાળની ખાડીમાં એક વાવાઝોડાની તૈયારી છે ત્યારે આગામી બે દિવસ દરમિયાન ગુજરાતના હવામાનમાં શું થશે તેના અંગે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે, ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં આજે પણ ગરમી એ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્રમાં બે દિવસની આગાહી આપવામાં આવી છે. અને તેની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં ચાર દિવસની આગાહી કરવામાં આવી છે દરિયાકાંઠામાં ગરમ અને ભેજવાળા પવન લુ સાથે ગરમી અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ પ્રકારની આગાહી કરી છે.

આ વાંચો:- આગામી ત્રણ દિવસ સુધી ગરમીથી નહીં મળે રાહત, જાણો વાતાવરણ વિશે સંપૂર્ણ માહિતી

ગરમી વિશે અંબાલાલ પટેલ કહ્યું છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં પારો 45 ડિગ્રીએ પણ પહોંચી શકે છે લોકો માટે આ એક ચિંતા નો વિષય બની શકે છે અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 24 અને 25મી મેના દિવસો વધુ ગરમ રહી શકે છે અને 24 25 મે એ ઘણા ભાગોમાં પારો 46 ડિગ્રીએ પણ પહોંચી શકે છે જ્યારે સૌથી વધુ ગરમી કચ્છના અમુક ભાગોમાં જોવા મળી શકે તેવું અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. મિત્રો આ આગાહી અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે હજી પણ આપણને બેથી ત્રણ દિવસ દરમિયાન કોઈપણ પ્રકારની રાહત જોવા મળશે નહીં.

વાવાઝોડા ની શક્યતા

તેની સાથે જ વાવાઝોડા અને ચોમાસા પર પણ અંબાલાલ નું મોટું નિવેદન આવ્યું છે અંબાલાલ પટેલ ના મત અનુસાર બંગાળનો ઉપસાગર વલવશે આ વખતે વાવાઝોડા આંધી કંટ્રોલ વધુ રહેશે તેવી શક્યતા છે સાત જૂનથી 14 જૂનમાં ફરી આંધી વંટોળ સાથે વરસાદ આવી શકે છે તેવી શક્યતાઓ રહેલી છે, સાત જૂનને આસપાસ સમુદ્રમાં કરંટ જોવા મળશે અને 18 થી 25 જૂન રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાને શક્યતા રહેલી છે તેની સાથે જૂનમાં ફરી આંધી તોફાન સાથે વરસાદ થશે અને કાચા મકાનોમાં છાપરા ઉડે તેવો પવન આવી શકે છે આ સાથે જ ગાજવી જ આંધી સાથે વરસાદ થવાની શક્યતા રહેલી છે.

આ આ ઝડપી ગરમીમાં ગુજરાત શેકાયું છે કારણ કે ગુજરાતના 15 થી વધુ શહેરોમાં 40 ડિગ્રી થી પણ વધુ તાપમાન પહોંચ્યું છે અને ગુજરાતના ત્રણ શહેરમાં ગરમી 45 ડિગ્રીને પણ પાર પહોંચે છે અમદાવાદ શહેરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ છે અમદાવાદ શહેરમાં 45.9 ડિગ્રી તાપમાન સાથે સૌથી વધુ ગરમી વાળું શહેર અમદાવાદ બન્યું છે. અત્યારના સમયમાં ખૂબ જ ગરમી હોવાના કારણે લોકોને અલગ અલગ બીમારીઓ થઈ રહેશે તેવું જાણવા મળી રહ્યું છે એટલા માટે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કામ વિના બપોરના સમયે બહાર જવું નહીં અને ગરમીના સમયે શરીરનું ધ્યાન રાખવું આવશ્યક છે.

આ વાંચો:- Shahrukh Khan ની એકદમ તબિયત લથડી! જાણો હાલ કેવી છે તેમની તબિયત ?

આજે સુરેન્દ્રનગરમાં 45.8 ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું અને ગાંધીનગરમાં ૪૫.૭ ડિગ્રી તાપમાન હતું, ભુજ માં 44.3, ડીસામાં 44.3 ડિગ્રી, અમરેલી માં 44.9 ડિગ્રી, વડોદરામાં 43.4 ડીગ્રી, અને સુરતમાં 41.2 ડિગ્રી આજનુ તાપમાન નોંધાયું છે વિવિધ શહેરોમાં અલગ અલગ તાપમાન જોવા મળ્યું છે.

Join WhatsApp Group 

1 thought on “2 દિવસ કેવું રહેશે વાતાવરણ? અંબાલાલ પટેલ એ કરે આગાહી જાણો સંપૂર્ણ વિગત! આજનું હવામાન”

Leave a comment