Union Budget 2025 : વર્ષ 2025-26 નું બજેટ રજૂ, જાણો કઈ કઈ વસ્તુઓ સસ્તી થઈ ?

WhatsApp Group Join Now

Union Budget 2025 : નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે આઠમું બજેટ જાહેર કરી રહ્યા છે. યુનિયન બજેટ 2025-26 માં ખેડૂતો અને MSME ક્ષેત્ર માટે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. જ્યારે બીજી બાજુ નાણામંત્રી એ પોતાના પિટારા માંથી બિહાર માટે ઘણી મહત્વપૂર્ણ યોજનાઓ ની જાહેરાત કરી છે.

બિહારમાં મખાના બોર્ડ બનાવવાની જાહેરાત પણ નાણામંત્રી એ કરી છે. તો ચાલો તમને જણાવી દઈએ કે યુનિયન બજેટ 2025-2026 માટે શું શું સસ્તું થયું છે ?

કંઈ કંઈ વસ્તુઓ સસ્તી થશે ?

જીવનરક્ષક દવાઓ સસ્તી થશે, કેન્સરની દવાઓ સસ્તી થશે. LED, LCD ટીવી ના ભાવ ઘટશે. આના પર લગાડવામાં આવ્યો કસ્ટમ ડયૂટી ટેકસ ઘટાડવામાં આવ્યો છે. લિથિયમ આયન બેટરી સસ્તી થશે. ઇલેક્ટ્રિક વ્હિકલ પણ સસ્તા થશે. મોબાઈલ ની બેટરી સસ્તી થશે, જેથી મોબાઈલ ના ભાવ પણ સસ્તા થઈ શકે છે.

36 જેટલી જીવનરક્ષક દવાઓ માટે મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી સંપુર્ણ મુક્તિ જાહેર કરવામાં આવી છે. 5 ટકા આકર્ષક કંસેશનલ કસ્ટમ ડ્યુટી ની યાદીમાં 6 જીવન રક્ષક દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઉપરાંત 37 અન્ય દવાઓ અને 13 દર્દી સહાયતા કાર્યક્રમોને પણ મૂળભૂત કસ્ટમ ડયૂટી થી સંપૂર્ણપણે બહાર કરવામાં આવ્યા છે.

નિકાસ વધારવાની જોગવાઈઓ

નિકાસ વધારવા માટે યુનિયન બજેટમાં ઘણી જોગવાઈઓ પણ કરવામાં આવી છે, જેમાં હસ્તકલા નિકાસ ઉત્પાદનોની સમયમર્યાદા ને 6 મહિના વધારીને 12 મહિના કરી દેવામાં આવી છે. આના પછી પણ તેને 3 મહિના વધારી શકાય. ચામડા ને પણ હવે BCD માંથી મુક્તિ આપવામાં આવી છે. ફ્રોઝન ફિશ પેસ્ટના ઉત્પાદન અને નિકાસ પર BCD (બેઝિક કસ્ટમ ડ્યુટી) 30 ટકા ઘટાડીને હવે ફક્ત 5 ટકા કરવામાં આવી છે.

યુનિયન બજેટ મા નિર્મલા સીતારમણ ની મોટી જાહેરાતો

  • MSME માટે લોન ની રકમ 5 કરોડ થી વધારીને 10 કરોડ રૂપિયા કરી દેવામાં આવી.
  • ડેરી અને ફિશરી માટે હવે રૂ.5 લાખ સુધીની લોન.
  • આસામ ના નામરૂપમાં યુરિયા પ્લાંટની સ્થાપના કરવામાં આવશે.
  • સ્ટાર્ટઅપ માટે 10 હજાર કરોડનું ફંડ
  • લેઘર ની યોજના દ્વારા 22 લાખ લોકોને રોજગાર
  • ભારતને ટોય હબ બનાવવામાં આવશે.
  • રમકડાં માટે રાષ્ટ્રીય યોજના ની રચના

આવી જ લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અત્યારે જ અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને સમયસર આવી જ લેટેસ્ટ અપડેટ્સ મળતી રહે.

બેંક ઓફ બરોડા પર્સનલ લોન 2025 કેવી રીતે લેવી ? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ્સ જોઈએ? અહીં જાણો A To Z માહિતી

જીઓ નો નવો પ્લાન લોન્ચ, માત્ર 458 રૂપિયામાં 3 મહિનાનું રિચાર્જ થશે! જાણો સંપૂર્ણ માહિતી

ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં આ જિલ્લાઓમાં વરસાદ સાથે કરાની આગાહી!

 

Leave a comment