આજનું હવામાન
આજનું હવામાન: ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5-7 દિવસ દરમ્યાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત કેટલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદનો દોર ચાલુ રહી શકે છે.
કયા જિલ્લાઓમાં ભારે વરસાદ આવશે?
આજનું હવામાન: સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા અને વડોદરા જેવા જિલ્લાઓમાં વરસાદની તીવ્રતા વધુ રહેવાની શક્યતા છે. સાથે સાથે વીજળી સાથે ધોધમાર વરસાદ પડે તેવી પણ આગાહી છે. તળાવ, નદીઓ અને નાળાઓમાં પાણીનો પ્રવાહ વધી શકે છે, જેથી લોકોને નચળ વિસ્તારો અને પૂર આવેલા માર્ગો પરથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.
હવામાનમાં તીવ્ર પવન સાથે વીજળી પડવાની શક્યતા પણ જણાઈ રહી છે, તેથી ખેડૂતો અને ગ્રામિણ વિસ્તારોના લોકોને જરૂરી તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે. ખેતી કરતી વખતે સંભાળ રાખવી અને ખુલ્લા ખેતરોમાં વીજળીથી બચવા સૂચવવામાં આવ્યું છે.
હાલમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘછાયું વાતાવરણ છે અને નમ હવાની સાથે હળવો વરસાદ પણ શરૂ થઈ ગયો છે. આગામી દિવસોમાં વરસાદ વધુ તીવ્ર બનવાની શક્યતા છે, તેથી લોકોને વિજળી, તોફાની પવન અને ભારે વરસાદથી સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
મિત્રો અત્યાર સુધી તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે તે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવો અને આ જ રીતે દરરોજ હવામાન વિભાગ વિશે માહિતી પ્રાપ્ત કરવા માટે અત્યારે જ અમારા whatsapp ગ્રુપ ને જોઈન કરો.
ખાસ નોંધ:- અહીં અમે તમને જે પણ માહિતી આપી છે તે સોશિયલ મીડિયાના આધારે અને હવામાન વિભાગની આગાહી અનુસાર માહિતી આપી છે. કોઈપણ પ્રકારની માહિતી ને સાચી માનતા પહેલા એક જ જાતે ચકાસી લેવું.
વધુ વાંચો:-
- આજનો સોનાનો ભાવ: આજે સોનાના ભાવમાં થયો મોટો વધારો
- “કભી ખુશી કભી ગમ” ના ફેમ અભિનેતા વિકાસ સેઠીનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન
- અટલ પેન્શન યોજના: અત્યારે કરો અરજી 60 વર્ષની ઉંમરે સરકાર આપશે પૈસા

હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
1 thought on “આજનું હવામાન : રાજ્યમાં આગામી 7 દિવસમાં અતિભારે વરસાદની ચેતવણી”