થોડા સમયમાં જ Vivo V40 અને Vivo V40 Pro ભારતીય માર્કેટ માં થસે લોન્ચ, જાણો કિંમત, ફિચર્સ અને specs

થોડા સમયમાં જ Vivo V40 અને Vivo V40 Pro ભારતીય માર્કેટ માં થસે લોન્ચ, જાણો ક્યારે થશે લોન્ચ, ફિચર્સ અને specs

WhatsApp Group Join Now

Vivo V40 & Vivo V40 Pro : વિવો એ હાલ માં જ જણાવ્યું છે કે તેઓ vivo ની નવી સીરીઝ ને ભારતીય માર્કેટ માં થોડા જ સમય ની અંદર લોન્ચ કરવામાં આવશે. 91Mobiles ના એક રિપોર્ટ અનુસાર, Vivo V40 ની આ સીરીઝ માં 5500mAh ની બેટરી આપવામાં આવશે. અને આ સીરીઝ ભારત માં ઑગસ્ટ મહિના ની અંદર લોન્ચ કરવામાં આવશે. આ બંને સિરીઝ ને IP68 ની રેટિંગ આપવામાં આવશે તેવી અપેક્ષાઓ છે. આ બંને સ્માર્ટફોન ધૂળ તથા પાણી સામે રક્ષણ આપે છે.

થોડા સમયમાં જ Vivo V40 અને Vivo V40 Pro ભારતીય માર્કેટ માં થસે લોન્ચ, જાણો કિંમત, ફિચર્સ અને specs
Vivo V40 અને Vivo V40 Pro

Vivo V40 અને Vivo V40 Pro પહેલા થી જ ડ્યુઅલ કૅમેરા ના સેટઅપ સાથે યુરોપ માં ઉપલબ્ધ છે. જો અફવાઓ ઉપર ભરોસો કરવામાં આવે તો, થોડા સમય પહેલા લોન્ચ કરવામાં આવેલ મોડેલ Vivo V30 અને Vivo V30 Pro ના અનુગામી તરીકે Vivo V40 અને Vivo V40 Pro તરીકે લોન્ચ કરવામાં આવશે.

આ લેખ ની અંદર અમે તમને Vivo V40 અને Vivo V40 Pro વિશે સંપુર્ણ માહિતી આપવાના છીએ, જેથી આ લેખ ને અંત સુધી વાંચજો જેથી તમે આવનારા આ સ્માર્ટફોન વિશે જાણી શકો.

Vivo V40 અને Vivo V40 Pro ભારત માં ક્યારે થસે લોન્ચ?

હજુ સુધી વિવો કંપની દ્વારા કોઈ ખાસ જાણકારી આપવામાં આવી નથી કે તે ક્યારે આ બંને મોડેલ ને ભારત માં લોન્ચ કરશે પરંતુ અમુક રિપોર્ટ નું માનીએ તો આવનારા મહિના ઑગસ્ટ ની અંદર આ બંને મોડલ ભારત માં લોન્ચ થસે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Vivo V40 અને Vivo V40 Pro ફીચર અને specs

વિવો વી40 અને વિવો વી40 પ્રો માં 6.78 ઇંચ ની ફૂલ એચડી+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવશે. અને સાથે 2,800 x 1,260 પિક્સેલ રેજૂલેસન અને 120Hz રીફ્રેશ રેટ આપવામાં આવશે. 4,500 નીટસ પિક બ્રાઇટનેસ લેવલ જોવા મળશે.

આ પણ વાંચોMotorola Edge 50 Neo : લોન્ચ થયાના પહેલા જ specs થયા લીક, જાણો કિંમત, ઉપલબ્ધતા, ફીચર અને specs !

આ બંને સ્માર્ટફોન માં Snapdragon 7 Gen 3 SoC પ્રોસેસર ની સાથે Adreno 720 GPU આપવામાં આવ્યું છે. વિવો વી40 અને વી40 પ્રો માં 12GB LPDDR4X RAM અને 512GB સુઘી ની UFS 2.2 ઇન્ટરનલ સ્ટોરેજ દેખવા મળશે.

જ્યારે કૅમેરા સાઇડ ની વાત કરીએ તો આ સ્માર્ટફોન માં ડ્યુઅલ રીઅર કૅમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જેમાં 50 મેગા પિક્સેલ નો પ્રાઇમરી કેમેરા ની સાથે OIS અને 50 મેગા પિક્સેલ નો અલ્ટ્રા વાઈડ કેમેરો આપવામાં આવ્યો છે. જ્યારે વિડિયો કોલ ની સુવિધા અને સેલ્ફી માટે પણ આ સ્માર્ટફોન ની અંદર 50 મેગા પિક્સેલ નો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

વિવો વી40 અને વી40 પ્રો માં 5,500mAh ની બેટરી આપવામાં આવી છે જે 80W ફાસ્ટ ચાર્જર ને USB Type-C પોર્ટ ના માઘ્યમ થી સપોર્ટ કરે છે.

જ્યારે કનેક્ટિવિટી ની વાત કરીએ તો આ સ્માર્ટફોન 5G, ડ્યુઅલ સિમ, , બ્લૂટૂથ 5.4, વાઇફાઇ 6, અને Gps ને સપોર્ટ કરશે.

આ લેખ ના માધ્યમ થી અમે તમને Vivo V40 અને Vivo V40 Pro વિશે સંપુર્ણ માહિતી આપી છે જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય કે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને કૉમેન્ટ કરી ને પૂછી શકો છો અમે તમારા પ્રશ્ન નો અવશ્ય જવાબ આપીશું. અને આવી જ જાણકારી માટે Vitalkhabar સાથે જોડાઈ રહો.

વધુ વાંચો: 

PM awas yojana 2024 : પીએમ આવાસ યોજના માટે ઘરે બેઠા માત્ર 10 મિનિટમાં કરો અરજી

Google Pixel 9 Pro teaser રિલીઝ, લોન્ચ પહેલા જ specs પણ જાહેર કર્યા, જાણો ક્યારે થશે લોન્ચ અને શું રહેશે કિંમત અને ફીચર

ચાંદીપુરા વાયરસ નો કહેર : ગુજરાતમાં અત્યાર સુધી 27 બાળકોના મોત, 24 કલાકમાં 10 કેસ નોંધાયા

Leave a comment