જો હજુ પણ ચૂંટણી કાર્ડ ના હોય તો આ રીતે 2 મિનિટમાં ડાઉનલોડ કરો, જાણો સંપૂર્ણ માહિતી

WhatsApp Group Join Now

ચૂંટણી કાર્ડ :- નમસ્કાર મિત્રો હવે ગુજરાતમાં ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણી આવી રહી છે એવા સમયમાં જો તમારી પાસે હજુ પણ ચૂંટણી કાર્ડ ન હોય અથવા વોટર આઇડી કાર્ડ ના હોય તો, આજે અમે તમને આ ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવાની સંપૂર્ણ પ્રોસેસ જણાવવાના છીએ કે તમે ઘરે બેઠા મોબાઈલ દ્વારા ઓનલાઇન વોટર આઇડી કાર્ડ કે ચૂંટણી કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો, લોકસભાની ચૂંટણી આવી રહી છે એવા સમયમાં જો તમારી પાસે વોટર આઇડી કાર્ડ ન હોય તો તમે તમારો મત નથી આપી શકતા, પરંતુ હવે તમારે આટલી બધી સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં. કારણ કે તમે હવે ઓનલાઇન થોડાક જ સમયમાં વોટર આઇડી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. 

ચૂંટણી પંચ દ્વારા તેના મતદારોને ઓનલાઈન ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવાની સુવિધા આપે છે જો તમે ઈચ્છો છો કે તમારા વોટર આઇડી કાર્ડ ની ઓનલાઇન કોપી બનાવી છે અથવા તો મોબાઇલ માં ડાઉનલોડ કરવું છે તો તેની સંપૂર્ણ પ્રક્રિયા અમે તમને અહીં જણાવવાના છીએ, ઓનલાઇન વોટર આઇડી કાર્ડ ડાઉનલોડ કરવું બહુજ સરળ છે, હવે ચૂંટણી નજીક છે એવા સમયમાં જો તમારી પાસે તમારું મતદાન કાર્ડ ન હોય અથવા તે ખોવાઈ ગયું હોય તેવા સમયમાં તમે ડિજિટલ ચૂંટણી કાર્ડ દ્વારા તમારું મતદાન કરી શકો છો, અને આજે અમે તમને એ જ શીખવવાના છીએ કે તમે તમારું મતદાન કાર્ડ ઓનલાઇન કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો.

ચૂંટણી કાર્ડ

ચૂંટણી કાર્ડ ઓનલાઇન શા માટે ડાઉનલોડ કરવું?

ઘણા મિત્રોને પોતાનું ચૂંટણી કાર્ડ ખોવાઈ જતું હોય છે અથવા તો મતદાન આપવા જતા સમયે મળતું નથી તેવા સમયે તમારું ઓનલાઈન મતદાન કાર્ડ હોય તો તે ખૂબ જ કામ આવે છે, જો તમારું ઓરીજનલ વોટર આઇડી કાર્ડ ન મળે તો તમે તમારું ડિજિટલ વોટર આઇડી કાર્ડ લઈને તમારું મતદાન કરી શકો છો.

ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરવું

જો મિત્રો તમે પણ તમારું મતદાન કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કરવા ઈચ્છતા હોય તો સૌપ્રથમ તમારી ભારતના ચૂંટણી પંચની અધિકારીક વેબસાઈટ ઉપર જવાનું છે, https://voterportal.eci.gov.in આ વેબસાઈટને તમારા મોબાઇલમાં ઓપન કરો.

મિત્રો તમે આ વેબસાઈટ ઉપર જઈને Election Card Download વાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે, ત્યારબાદ તમારા મોબાઇલમાં એક બીજું પેજ ઓપન થશે.

તમારે અહીં જરૂરી વિગતો ભરવાની રહેશે અને લોગીન કરવાનું છે, હવે ત્યારબાદ તમારે ચૂંટણી ફોટો ઓળખ કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે, તેના સિવાય ફોન રેફરન્સ નંબર દાખલ કરો અને તમારું રાજ્ય પસંદ કરો.

હવે તમારા રજીસ્ટર મોબાઇલ નંબર ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી ને તમારે અહીં દાખલ કરવાનો રહેશે, હવે મતદાન કાર્ડ ડાઉનલોડ કરવા ના વિકલ્પ ઉપર ક્લિક કરો.

જો તમે ડાઉનલોડ E-Pic ઉપર ક્લિક કરશો તો તમારું મતદાન કાર્ડ પીડીએફ ફાઈલ માં ડાઉનલોડ થઈ જશે જેની તમે નકલ બનાવી શકો છો.

ચૂંટણી કાર્ડ માં સરનામું બદલવા માટે શું કરવું?

મિત્રો આ ડિજિટલ વોટર આઇડી કાર્ડ ની મદદથી તમે તમારું ડુબલીકેટ વોટર આઇડી કાર્ડ બનાવી શકો છો તેના સિવાય જો તમારે તમારું સરનામું બદલવું હોય તો તે પણ તમે આના દ્વારા બદલી શકો છો.

જો તમારે તમારા ચૂંટણી કાર્ડ નું સરનામું ચેન્જ કરવું હોય તો તમારે NVSP પોર્ટલ પર સીધા જ ઓનલાઇન સરનામા ના ફેરફાર માટે અરજી કરવાની છે જ્યારે તમારી વિગતો અપડેટ થશે ત્યારે તમે સુધારેલા ચૂંટણી કાર્ડ ને પણ ઓનલાઇન ડાઉનલોડ કરી શકો છો.

આ રીતે મિત્રો જો તમારી તમારા ચૂંટણી કાર્ડ માં સરનામું સુધારવું હોય તો બહુ જ સરળતાથી તમે તમારું સરનામું સુધારી શકો છો, તમારા ચૂંટણી કાર્ડમાં કંઈ પણ ભૂલ હોય તો તેને પણ તમે ઓનલાઇન સુધારી શકો છો.

આ વાંચો :- 

Digital Voter Id Download I વોટર આઇડી કાર્ડ ડાઉનલોડ કરો માત્ર બે મિનિટમા

ફ્રી સિલાઈ મશીન યોજના 2024 નો લાભ કોને મળશે? અહીં જાણો સંપૂર્ણ માહિતી 

Hero splendor Plus xtec : આ બાઇક માં મળશે 85KMPH ની માઈલેજ અને દમદાર ફીચર, જાણો કિંમત અને વિશેષતા !

Leave a comment