નમસ્કાર મિત્રો, અત્યાર ના સમય માં આધાર સિડિંગ ખૂબ જરૂરી થઈ ગયું છે જો આધાર સિડિંગ ના કરાવેલ હોય તો પીએમ કિશાન ના 2000 રૂપિયા પણ મળતા નથી.

આધાર સિડિંગ એટલે કે આધાર કાર્ડ અને બેન્ક સાથે જોડાણ. જો તમે પણ ઘરે બેઠા આધાર સિડિંગ કરવા માંગતા હોય તો આ સ્ટોરી તમારા માટે જ છે.

આધાર સિડિંગ કરવા માટે તમારા આગળ ના સ્ટેપ ફોલ્લો કરવા ના છે ત્યાર બાદ તમે આસાની થી આધાર સિડિંગ કરી શકશો.

સૌ પ્રથમ તમારે ગૂગલ માં સર્ચ કરવાની છે npci.org.in  ત્યાર બાદ તમારી સામે npci ની વેબસાઇટ ખુલશે જેમાં તમારે Consumer પર ક્લિક કરવાની છે.

ત્યાર બાદ તમને નીચે ની સાઇડ પર Bharat Aadhar Seeding Enabler પર ક્લિક કરો.

હવે તમારે પહેલા આધાર નંબર નાખવાનો છે અને ત્યાર બાદ તમારી જે બેન્ક હોય તેને પસંદ કરવાની છે અને તમારો એકાઉન્ટ નંબર અને CAPTCHA નાખવાનો છે.

હવે તમારે PROCEED બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારો આધાર નંબર જે મોબાઈલ નંબર ઉપર લિંક હસે તેના પર એક ઓટીપી આવશે જેને તમારે નાખવાની છે.

ત્યાર બાદ SUBMIT બટન પર ક્લિક કરશો એટલે આધાર સિડિંગ થઈ જશે.