વિદ્યાર્થી મિત્રો આ વર્ષે ધોરણ 10 નુ રિઝલ્ટ દર વર્ષ કરતા ઘણું સારું આવ્યું છે.

વર્ષ 2024 માં લગભગ 7,06,370 વિદ્યાર્થીઓ એ પોતાની ઉમેદવારી ધોરણ 10 માં નોંધાવી હતી.

સાત લાખ વિદ્યાર્થીઓમાંથી 699598 વિદ્યાર્થીઓએ ધોરણ 10 ની પરીક્ષા આપી હતી.

પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાંથી 577556 પ્રમાણપત્ર મળવા પાત્ર છે.

જ્યારથી ધોરણ 10 ની પરીક્ષા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીનું સૌથી વધારે રિઝલ્ટ 2024 માં આવ્યું છે.

આ વર્ષે ધોરણ 10 નું સરેરાશ બોર્ડ પરીક્ષાનું પરિણામ 82.56 ટકા આવેલું છે.

ધોરણ 10 નું સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો ગાંધીનગર છે જ્યાં 87.22% પરિણામ આવેલું છે.