રાજ્ય માં હજુ પાંચ દિવસ ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી રહી છે
રાજ્ય માં ઉનાળા દરમિયાન મે મહિના માં સૌથી વધુ ગરમી પડે છે જે જૂન મહિના ના પહેલા અઠવાડિયા સુધી રહે છે
ગુજરાત માં આવનારી 15 જૂન થી ચોમાસા ની શરૂઆત થવા જઈ રહી છે પરંતુ તે પહેલાં જ રાજ્ય માં પાંચ દિવસ ની આગાહી કરવામાં આવી છે
રાજ્ય માં આવનારા 5 દિવસ સુધી પડનારો વરસાદ બપોર પછી પડશે જેથી રાજ્ય માં વરસાદ વરસ્યા બાદ પણ ગરમી નો સામનો કરવો પડશે
હવામાન વિભાગ ની આગાહી અનુસાર ઉતર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર ના વિસ્તારો માં વરસાદ ની આગાહી કરવામાં આવી છે
ગુજરાત રાજ્ય માં સૌથી વધારે વરસાદ 13 મે અને 14 મે ના રોજ પડશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે અને અમુક જગ્યાએ હળવા કરતા ભારે વરસાદ પડી શકે છે
રાજ્ય માં 13 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી, વલસાડ, નવસારી, સુરત, પાટણ, પંચમહાલ વગેરે જિલ્લાઓ માં વરસાદ પડ્યો હતો
14 મી તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી, વલસાડ, નવસારી, સુરત, પાટણ, પંચમહાલ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર, અમરેલી વગેરે જિલ્લાઓ માં હળવા વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે
15, 16, અને 17 મે ના રોજ પણ ઉતર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ના વિસ્તારો માં છૂટો છવાયો વરસાદ પડી શકે છે