હિડનબર્ગ રિપોર્ટ 2024 : અદાણી વિરુદ્ધ રિપોર્ટ જાહેર કરનાર હિડનબર્ગની ફરીવાર ભારતને ચેતવણી
નમસ્કાર મિત્રો હિડનબર્ગ રિપોર્ટ થી મોટા ઉદ્યોગપતિઓની બહુ જ ભારે નુકસાન થતું હોય છે, કારણકે હિડનબર્ગના રિપોર્ટમાં ઉદ્યોગપતિઓના મોટા મોટા ખુલાસાઓ કરવામાં આવતા હોય છે, આપ સૌ લોકોને ખબર હશે કે થોડા સમય પહેલા હિડનબર્ગ દ્વારા અદાણી વિરુદ્ધ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો તે સમયે અદાણીને ખૂબ મોટું નુકસાન થયું હતું અને તેમના શેર માર્કેટમાં બધા જ શેર નીચે આવી ગયા હતા જેના કારણે જે લોકોએ અદાણી ના શેર ખરીદેલા હતા તેમને પણ ભારે નુકસાન થયું હતું.
જ્યારે ફરીવાર હિડનબર્ગ દ્વારા ભારતને એક ચેતવણી આપવામાં આવી છે તો આ વખતે દરેક લોકોના મનમાં એ સવાલ છે કે હિડનબર્ગ આ વખતે ભારતમાં કયા ઉદ્યોગપતિ ઉપર રિપોર્ટ જાહેર કરશે અને કયા ઉદ્યોગપતિને ભારે નુકસાન થશે. કારણકે હિડનબર્ગ દ્વારા ભારતને ચેતવણી આપવામાં આવી છે કે કંઈક મોટું ભારતમાં થશે, એટલે કે હિડનબર્ગ તો ફરીવાર કોઈક ઉદ્યોગપતિ ઉપર તેમનો રિપોર્ટ જાહેર કરશે અને તે ઉદ્યોગપતિને ભારે નુકસાન થશે એટલા માટે હિડનબર્ગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે.
હિડનબર્ગ રિપોર્ટ
હિડનબર્ગ દ્વારા અત્યારે માત્ર ટ્વિટર ઉપર એટલું લખીને પોસ્ટ કરવામાં આવ્યું છે કે ભારતમાં કંઈક મોટું થવા જઈ રહ્યું છે, એટલે કે ફરીવાર તે કોઈક ઉદ્યોગપતિ ઉપર કંઈક મોટો ખુલાસો કરવા જઈ રહ્યા છે તેવું લાગી રહ્યું છે, માત્ર આટલું જ પોસ્ટ કરતા ભારતના ઉદ્યોગપતિઓમાં ચિંતા વધી ગઈ છે કારણ કે આ હિડનબર્ગ રિપોર્ટ થી ઉદ્યોગપતિઓની ઘણું નુકસાન થતું હોય છે, તમે નીચે જોઈ શકો છો કે દ્વારા શું પોસ્ટ કરવામાં આવ્યું છે તેનો ફોટો તમને નીચે દેખાતો હશે.
હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ સામે આવતાની સાથે જ અદાણી ગ્રૂપના તમામ શેરમાં જોરદાર ઘટાડો થયો હતો અને ગૌતમ અદાણી વિશ્વના નંબર 2 અબજોપતિ માંથી 36માં સ્થાને સરકી ગયા હતા. કારણ કે તેમની સંપત્તિમાં રેકોર્ડ ઘટાડો નોંધાયો હતો.
ગૌતમ અદાણી ને આ હિડનબર્ગ રિપોર્ટના કારણે ખૂબ જ મોટું નુકસાન થયું હતું, તેને કારણે જ પરિવાર હિડનબર્ગ દ્વારા ચેતવણી આપતા ભારતના ઉદ્યોગપતિઓને ડર લાગી રહ્યો છે કારણ કે આ વખતે કોનો વારો હિડનબર્ગ દ્વારા છે તે હજી કોઈને ખબર નથી, હિડનબર્ગ રિપોર્ટ દ્વારા જ્યારે પણ રિપોર્ટ જાહેર કરવામાં આવશે ત્યારે જે પણ ઉદ્યોગપતિ વિશે ખુલાસો કરવામાં આવશે તેને ખૂબ મોટું નુકસાન થઈ શકે છે.
જો મિત્રો તમે આ રીતે દરરોજ નવા સમાચાર, કોઈપણ નવી ભરતી કે કોઈ પણ નવી યોજના વિશે સૌપ્રથમ જાણવા માંગતા હોય તો અત્યારે જ અમારા WhatsApp Group ને જોઈન કરો.
આ વાંચો:-
આજનું હવામાન :- ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે અતિભારે વરસાદની આગાહી
reliance industries employees : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝએ 42000 કર્મચારીઓ ની કરી છૂટી !

હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે