ધોરણ 10નું પરિણામ ફટાફટ કઈ રીતે દેખવું તેના વિશે આજે અમે તમને અહીં જણાવવાના છીએ.
બોર્ડ દ્વારા ઓફિસિયલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો કે 11 મે 2024 ના દિવસે સવારે 8:00 વાગે ધોરણ 10 નું રિઝલ્ટ જાહેર થશે.
ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા આઠ લાખથી વધારે વિદ્યાર્થીઓએ આપી હતી.
ધોરણ 10નું રિઝલ્ટ દેખવા બોર્ડની વેબસાઈટ ઉપર સવારે 8:00 વાગે લાખો વિદ્યાર્થીઓ આવશે.
તમે બોર્ડનું રીઝલ્ટ દેખવા માંગતા હોય તો તમારે સૌ પ્રથમ સવારે 8:00 વાગ્યા થી પહેલું બોર્ડની વેબસાઈટ ઓપન કરવાની છે ( gseb.org ) અને જેવું પરિણામ જાહેર કરવામાં આવે.
એવું તરત જ તમારે તમારું રોલ નંબર લખીને બાજુમાં આપેલ ગો બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારું રિઝલ્ટ તમારી સમક્ષ આવી જશે.
જો તમે whatsapp ઉપર તમારું રિઝલ્ટ દેખવા ઈચ્છો છો તો તમારે આ 6357300971 નંબર ઉપર તમારો સીટ નંબર મેસેજ કરવાનું છે,
ત્યારબાદ થોડાક જ સમયમાં તમારું રિઝલ્ટ તમને મોકલવામાં આવશે.