આ વર્ષે iPhone 16 pro અને iphone 16 pro max ના કૅમેરા માં ઘણા અપગ્રેડ થઈ શકે તેવું અનુમાન લગાવવા આવી રહ્યું છે
iPhone 16 સીરીઝ ને ફક્ત ચાર મહિના બાકી છે અને તેના વિશે ઘણી અફવાઓ બહાર આવવા લાગી છે
Apple iPhone 16 સીરીઝ ને સપ્ટેમ્બર મહિના માં લોન્ચ કરવા જઈ રહી છે તેવા માં ન્યૂઝ પોર્ટલ એવા દાવા કરી રહી છે કે iPhone 16 pro અને iphone 16 pro max ના કૅમેરા માં મોટા બદલાવ જોવા મળશે
અફવાઓ નું માનીએ તો, iphone 15 pro માં 12MP અલ્ટ્રા વાઈડ કેમેરા માંથી 48MP અલ્ટ્રા વાઈડ કૅમેરા iphone 16 pro અને iphone 16 pro max માં જોવા મળી શકે છે
iPhone 16 સીરીઝ માં ઉચ્ચ રેઝોલ્યુશન ઈમેજ પ્રોવાઈડ કરશે અને તેની સાથે અવકાશીય વિડિયો રેકોર્ડિંગ ની પરવાનગી આપશે
Iphone 16 pro અને iphone 16 pro max માં 5x નું ઓપ્ટિકલ ઝૂમ અને 25x નું ડિજીટલ ઝૂમ કરી શકાશે
અમુક નિષ્ણાતો એવું અનુમાન લગાવી રહ્યા છે કે iPhone 16 સીરીઝ માં કેમેરો વધુ ઝૂમ ક્ષમતાઓ ને સપોર્ટ કરશે
નોંધ : હજુ સુધી apple દ્વારા કોઈ લિંક્સ બહાર પાડવામાં આવ્યા નથી, તેથી જ્યાં સુધી apple ખુદ કોઈ જાહેરાત બહાર ના પાડે ત્યાં સુધી iphone 16 સીરીઝ ના અપગ્રેડ ની રાહ જોવી જોઈએ