સરકારે રેશન કાર્ડ માં ekyc ફરજિયાત કરી છે અને જે લોકો રેશન કાર્ડ માં ekyc નહી કરાવે તેમને સરકાર તરફ થી મળતું અનાજ બંધ થઈ જશે

આજે અમે તમને જણાવવાના છીએ કે તમે ઘરે બેઠા ફક્ત 5 મિનિટ માં મોબાઈલ દ્વારા રેશન કાર્ડમાં ekyc કંઈ રીતે કરશો.

સૌ પ્રથમ તમારે play Store માં જઈને My Ration અને aadhar Face RD નામ ની આ બે એપ ડાઉનલોડ કરવાની

ત્યાર બાદ તમારે તેમાં My Ration એપ માં લોગીન કરવાનું છે, લોગીન કરવા માટે તમારું પૂરું નામ અને  તમારો મોબાઇલ નંબર નાખવાનો છે ત્યાર બાદ તમારા નંબર પર ઓટીપી આવશે તેને નાખીને લોગીન કરો.

હવે તમારી સામે અલગ અલગ પ્રકાર ની રેશન કાર્ડ સંબંધિત સેવાઓ દેખાશે જેમાં તમારે aadhar e kyc પર ક્લિક કરવાનું છે.

ત્યાર બાદ તમારી સમક્ષ કઈક આવું દેખાશે, થોડું સ્ક્રોલ કરશો એટલે checkbox દેખાશે તેના પર tick કરો, અને કાર્ડની વિગતો મેળવો તેના પર ક્લિક કરો

Fill in some text

ત્યાર બાદ તમારે તમારો રેશન કાર્ડ નંબર નાખવાનો છે અને નીચે આપેલ કેપ્તચા ને નાખવાના છે, ત્યારબાદ કાર્ડ ના સભ્યો ની વિગતો મેળવો તેના પર ક્લિક કરો.

પછી તમને તમારા પરિવારના સભ્યો ના નામ દેખાશે, હવે તમારે "આધાર e kyc માટે સભ્ય પસંદ કરો" તેના પર ક્લિક કરીને જે સભ્ય ની e kyc કરવાની હોય તેને પસંદ કરો.

" હું સંમતિ સ્વીકારું છું " તેનાં પર ટિક કરો અને "ઓટીપી જનરેટ કરો " તેના પર ક્લિક કરો હવે તમારા આધાર કાર્ડ સાથે લિંક પર ઓટીપી આવશે તેને નાખવાની રહેશે.

ઓટીપી નાખ્યા પછી તમારે capture વાળા બટન પર ક્લિક કરીને તમારા મોઢા ને સ્કેન કરવાનું છે , મોઢાને સ્કેન કરવા માટે મોબાઈલ ને મોઢા સામે રાખી ને આંખો ને ઉપર નીચે કરવાની છે.

હવે જો તમને એવું લખેલું જોવા મળે છે કે "face successfully captured" તો તમારી ekyc થઈ ગઈ છે અને જો ઓટોમેટિકલી એપ માંથી બહાર નિકળી જાય છે તો તમારે ફરી ekyc કરવી પડશે .

સંપુર્ણ લેખ વાંચવા માટે નીચે ની લીંક પર ક્લિક કરો