સેમસંગ લોન્ચ કરશે નવો સ્માર્ટફોન જેમાં મળશે 6000mAh ની બેટરી અને બીજા ઘણા ફીચર, જાણો ક્યારે થશે લોન્ચ અને શું રહેશે કિંમત ?
સેમસંગ કંપની ટુંક સમય ની અંદર નવો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે જેનું નામ samsung galaxy M35 છે આ ફોન ને કંપની એ ગૂગલ પ્લે કંસોલ માં લીસ્ટ કરી દિધો છે
આ સ્માર્ટફોન માં વર્ટિકલ ડિઝાઈન ની સાથે ટ્રિપ્લ રીઅર કૅમેરા આપવામાં આવશે
લીક રિપોર્ટ નું માનીએ તો આ સ્માર્ટફોન માં 6.6 ઇંચ ની ફૂલ એચડી+ ડિસ્પ્લે અને Exynos 1380 નું ચિપ્સેટ આપવા માં આવશે.
કૅમેરા સાઇડ ની વાત કરીએ તો આમાં 50 મેગા પિક્સેલ નો મૈન કેમેરો આપવામાં આવશે જ્યારે સેલ્ફી અને વિડિયો કોલ માટે સિંગલ ફ્રન્ટ કેમેરો આપવામાં આવશે
જયારે ફોન ની બેટરી ની વાત કરીએ તો આ સ્માર્ટફોન માં 6000mAh ની બેટરી આપવામાં આવશે જે 25W ના ફાસ્ટ ચાર્જિગ ને સપોર્ટ કરશે
Samsung M35 એન્ડ્રોઇડ 14 ના ઓપરેટિંગ સીસ્ટમ પર કામ કરશે, હજુ સુધી કોઈ official જાણકારી નથી આપવામાં આવી કે આ ફોન એન્ડ્રોઇડ 14 ના based oneUI 6.0 કે oneUI 6.1 પર કામ કરશે
આ સ્માર્ટફોન ની કિંમત શું રહેશે તેના વિશે કે ફોન ક્યારે લોન્ચ થશે તેના વિશે કોઈ પણ પ્રકાર ની જાણકારી સેમસંગ દ્વારા આપવામાં આવી નથી