WhatsApp Group Join Now

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા લેવાયેલી વર્ષ 2026ની બોર્ડ પરીક્ષાઓના પરિણામની આતુરતાનો હવે અંત આવ્યો છે. તાજેતરના અહેવાલો અનુસાર, બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના બંને પ્રવાહોનું પરિણામ આગામી સપ્તાહે જાહેર કરવામાં આવશે.

પરિણામની મહત્વની તારીખો

આ વર્ષે બોર્ડ દ્વારા પરિણામો જાહેર કરવા માટે નીચે મુજબનું આયોજન કરવામાં આવ્યું હોવાની શક્યતા છે:

  • ધોરણ 12 (વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ): ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ 4 મે ના રોજ એકસાથે જાહેર થઈ શકે છે. આ સાથે જ GUJCET નું પરિણામ પણ સોમવારે જાહેર થવાની સંભાવના છે.
  • ધોરણ 10 (SSC): ધોરણ 10નું પરિણામ 6 મે ને બુધવારના રોજ જાહેર કરવામાં આવશે.

ખાસ નોંધ:- વિદ્યાર્થીમિત્રો અહીં અમે તમને જે પણ તારીખ જણાવી તે ન્યૂઝ માં આવેલી માહિતીના આધારે છે અને બોર્ડ દ્વારા હજી કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી, તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે.

ક્યાં અને કેવી રીતે જોશો પરિણામ?

વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જોઈ શકશે. પરિણામ જોવા માટે વિદ્યાર્થીઓએ પોતાનો બેઠક ક્રમાંક (Seat Number) દાખલ કરવાનો રહેશે. આ ઉપરાંત, બોર્ડ દ્વારા વોટ્સએપ નંબર પરથી પણ પરિણામ જોવાની સુવિધા આપવામાં આવી શકે છે.

મહત્વની બાબતો:

આ વર્ષે પણ ગત વર્ષની જેમ ધોરણ 12ના બંને પ્રવાહોના પરિણામ એકસાથે જાહેર કરીને બોર્ડે નવી પરંપરા જાળવી રાખી છે.

પરિણામ જાહેર થયા બાદ થોડા દિવસોમાં શાળાઓમાંથી અસલ માર્કશીટ મેળવી શકાશે.

તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ સફળતા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

Leave a comment