Categories: Trending

10 પાસ ઉપર વન વિભાગમાં આવી મોટી ભરતી! વન્ય વિભાગ ભરતી વિશે જાણો સંપૂર્ણ માહિતી

વન્ય વિભાગ ભરતી 2024 : ગુજરાતના વન્યજીવ વિભાગ દ્વારા વિવિધ જિલ્લાઓમાં વન્ય વિભાગ ભરતી તરીકે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી વન્ય જીવોના રક્ષણ માટે છે અને 11 મહિનાના કરારના આધારે કરવામાં આવે છે. જો તમે 10 પાસ અથવા 12 પાસ છો અને વન્ય પ્રાણી રક્ષણમાં કામ કરવા માંગો છો, તો આ તમારી માટે એક ઉત્તમ તક છે.  

આ લેખમાં અમે વન્ય પ્રાણી મિત્રની ભરતી માટેની શૈક્ષણિક લાયકાત, અરજી કરવાની પ્રક્રિયા, પસંદગી ધોરણ, અને અન્ય જરૂરી વિગતો સરળ ભાષામાં સમજાવીશું, જો તમે વન્ય વિભાગ માં નોકરી કરવા માંગો છો તો તમારા માટે આ સૌથી સરો મોકો છે.

વન્ય વિભાગ ભરતી માટે શૈક્ષણિક લાયકાત

વન્ય પ્રાણી મિત્ર બનવા માટે નીચેના ધોરણો અનિવાર્ય છે:

1. ઉમેદવારએ 10 પાસ અથવા 12 પાસ હોવું જોઈએ.

2. છેલ્લા 3 વર્ષથી તે વિસ્તારમાં રહેતા હોવાના પુરાવા તરીકે ગ્રામ પંચાયત કે કલેક્ટરનું પ્રમાણપત્ર જરૂરી છે.

3. કમ્પ્યુટરની કૌશલ્ય ધરાવતી વ્યક્તિને પ્રાથમિકતા આપવામાં આવશે.

4. કૃષિ અથવા વન્યજીવ સંબંધિત ડિગ્રી ધરાવતી વ્યક્તિને વધુ અગ્રતા મળશે.

5. જો ઉમેદવારને વન્યજીવ રેસ્ક્યુ અથવા સંબંધિત કાર્યનો અનુભવ હોય, તો તેને પસંદગીમાં વધુ ગુણ મળશે.

આ વાંચો:- ડ્રાઇવિંગ લાઇસન્સ કેવી રીતે ઑનલાઇન બનાવવું? ઘરે બેઠા કરો અરજી

ફી સંબંધિત માહિતી

આ ભરતીના ઑફિસિયલ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો તો તમે ફ્રી માં અરજી કરી શકો છો કારણ કે અરજી કરવા માટે કોઈપણ ચાર્જ રાખવામાં આવ્યો નથી.

પસંદગી પ્રક્રિયા

પસંદગી માટે કુલ 100 ગુણ આપવામાં આવશે, જે નીચે મુજબ વિભાજિત છે:

  1. શૈક્ષણિક લાયકાત માટે: 50 ગુણ
  2. ઇન્ટરવ્યૂ માટે: 50 ગુણ

અરજી કઈ રીતે કરવી?

  • વન્ય વિભાગ ભરતી માટે અરજી કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા:
  • નિયત નમૂના ફોર્મ નાયબ વન સંરક્ષકની કચેરીમાંથી મેળવો.
  • ફોર્મમાં આપેલ તમામ વિગતો સાચી અને સ્પષ્ટ રીતે ભરો.
  • તમે કોઈ પણ ખોટી માહિતી આપશો તો અરજી અમાન્ય માનવામાં આવશે
  • એક પાસપોર્ટ સાઇઝ ફોટો લગાવો
  • ફોટાની પાછળ તમારું નામ લખો અને સ્ટેમ્પ મારવો.
  • શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, રહેવાના પુરાવા, અને અન્ય જરૂરી દસ્તાવેજોની નકલ જોડો
  • તમામ દસ્તાવેજો અને અરજી ફોર્મ એક કવરમાં મુકો.
  • કવર પર તમારું નામ અને સરનામું લખો
  • કવર પર પાંચ રૂપિયા નો ટપાલ સ્ટેમ્પલગાવો
  • સરકારના નક્કી કરેલ સરનામે રજીસ્ટર પોસ્ટ દ્વારા મોકલો.

 

આ વાંચો:- તાર ફેન્સીંગ યોજના હેઠળ ખેડૂતોને ખેતરની આજુબાજુ કાંટાણી વાળ બનાવવા માટે સરકાર આપે છે સહાય

સરકારી કચેરીઓનાં સરનામાં

જો તમે વન્ય વિભાગ ભરતી માટે અરજી કરવા માંગો છો તો નીચે આપેલા કોઈ પણ સ્થળ ઉપર તમારી અરજીને મોકલાવી શકો છો, નીચે આપેલા સ્થળો માંથી તમારે જે પણ નજીકનું સ્થળ હોય ત્યાં તમે તમારી અરજી મોકલાવી શકો છો.

1. પાલીતાણા કચેરી ઘાસગોડાઉન, હાટકેશ્વર મંદિરની પાછળ, તળાજા રોડ, પાલીતાણા.

2. તળાજા કચેરી બાયપાસ હાઈવે ઓવરબ્રિજ પાસે, રોયલ ચોકડી તળાજા.

3. મહુવા કચેરી તાલુકા સેવાસદન, નેશનલ હાઈવે નં. 51, વડલી, મહુવા.

4. જેસર કચેરી દડુલી ફોરેસ્ટ કોલોની, મહુવા રોડ, જેસર.

5. રાજુલા કચેરી ફોરેસ્ટ કોલોની, જાફરાબાદ રોડ, સ્કૂલ નં. 4 બાજુમાં, રાજુલા.

6. જાફરાબાદ કચેરી મુ. બાબરકોટ, રોપ ઉછેર કેન્દ્ર, તપોવ ટેકરીની બાજુમાં, જાફરાબાદ.

7. લીલીયા કચેરી ભોરિગડા રોડ, રેલવે ફાટકની બાજુમાં, ઘાસ ગોડાઉન, લીલીયા.

અરજી માટે મહત્વની તારીખો

અરજીની શરૂઆત થઈ ગઈ છે અને નિયત તારીખ પર ધ્યાન આપો.

અરજી કરવાની અંતિમ તારીખ વિશે કોઈ જાણ કરવામાં નથી આવી તેથી સમયસર અરજી મોકલવી અનિવાર્ય છે.

વિશેષ સૂચના

જો તમે વન્યજીવ રક્ષણમાં રસ ધરાવો છો અને તમારી શૈક્ષણિક લાયકાત માને છે, તો આ તક તમારા માટે શ્રેષ્ઠ છે, આ ભરતી 11 મહિનાના કરાર માટે છે, અને જો તમારું કામ સારું હશે તો તમને ફરીથી આ કામ માટે પસંદગી મળી શકે છે.  

આ લેખના આધારે તમે સરળતાથી વન્ય વિભાગ ભરતી તરીકેની નોકરી માટે અરજી કરી શકો છો. તમારા ભવિષ્ય માટે આ મહત્ત્વપૂર્ણ તક ગુમાવશો નહીં!

આ રીતે કોઈપણ નવી સરકારી ભરતી અને કોઈ પણ સરકારી નવી યોજના વિશે સૌપ્રથમ માહિતી પ્રાપ્ત કરવા માટે અત્યારે જ અમારા Whatsapp ગ્રુપને જોઈન કરો

નોંધ:- આ કોઈપણ પ્રકારની સરકારી વેબસાઈટ નથી, અહીં અમે જે પણ માહિતી આપી છે તે તમને સોશિયલ મીડિયાના આધારે આપી છે અને આ ભરતી ની જાહેરાતના લીધે અમે અહીં આ માહિતી આપી છે, તમે આ ભરતીમાં અરજી કરતા પહેલા તેમના ઓફિશિયલ નોટિફિકેશનની એક વાર જરૂરથી વાંચો ત્યારબાદ જ અરજી કરો.

Recent Posts

ગુજરાત પોલીસ ભરતી 2026: ફ્રી પેપર સોલ્યુશન PDF અને તૈયારી માટેની માસ્ટર પ્લાન

ગુજરાત પોલીસ ભરતી 2026: ફ્રી પેપર સોલ્યુશન PDF અને તૈયારી માટેની માસ્ટર પ્લાન ગુજરાત પોલીસમાં…

4 hours ago

e kutir 2026: માનવ કલ્યાણ યોજના હેઠળ મળશે 15,000 સુધી ની ટૂલ કીટ, અત્યારે જ કરો અરજી

e kutir માનવ કલ્યાણ યોજના: ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી માનવ કલ્યાણ યોજના રાજ્યના…

2 days ago

મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના : ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે 25000 રૂપિયા

મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના : ગુજરાત સરકારે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અને સુંદર બનાવવા માટે આર્થિક…

3 days ago

Gold Price Today: સોનાનો ભાવ સતત ત્રીજા દિવસે તેજીમાં, ચાંદી પણ ચમકી

Gold Price Today: સોનાનો ભાવ સતત ત્રીજા દિવસે તેજીમાં, ચાંદી પણ ચમકી – જાણો આજના…

3 days ago

Mafat silai machine yojana 2025 :મફત સિલાઈ મશીન યોજના હેઠળ સિલાઈ મશીન ખરીદવા માટે સરકાર આપશે 25000 રૂપિયા !

મફત સિલાઈ મશીન યોજના : રાજ્ય સરકાર દરેક નાગરિકો માટે કલ્યાણકારી યોજનાઓ બહાર પાડે છે.…

4 days ago

ધોરણ 12 ફેલ હોય કે પાસ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો // બેસ્ટ કેરિયર વિશે માહિતી

ધોરણ 12 ફેલ હોય તો પણ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો //…

5 days ago