WhatsApp Group Join Now

ગુજરાતના શિક્ષકોનો પર્દાફાશ || અનેક જિલ્લાઓમાંથી પગાર ખાતા શિક્ષકો પરંતુ પોતાની ફરજ નથી બજાવી રહ્યા 

ગુજરાતના શિક્ષકોનો પર્દાફાશ || અનેક જિલ્લાઓમાંથી પગાર ખાતા શિક્ષકો પરંતુ પોતાની ફરજ નથી બજાવી રહ્યા 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

નમસ્કાર મિત્રો આજના લેખમાં અમે તમને જણાવવાના છીએ કે ગુજરાતના શિક્ષકોનો પર્દાફાશ થયો છે કઈ રીતે તે જાણ સંપૂર્ણ માહિતી આ લેખમાં. ગુજરાતના એક જિલ્લામાંથી નહીં પરંતુ અનેક જિલ્લાઓમાં શિક્ષકો પોતાની ફરજ નથી બચાવી રહ્યા, અમુક શિક્ષકો એવા છે જેમનું નામ શાળામાં બોલે છે છતાં પણ તેઓ શાળામાં નથી જઈ રહ્યા અને ઘરે બેઠા પગાર ખાઈ રહ્યા છે.

ગુજરાતની શાળાઓમાં ગેરહાજર મામલે શિક્ષકો નો ચોંકાવનારો ઘટસ્ફોટ થઈ રહ્યાં છે. શાળામાં શિક્ષક તરીકે નામ બોલતુ હોવા છતા ફરજ પર હાજર નથી રહેતા શિક્ષકોનો પર્દાફાશ થયો છે. બનાસકાંઠા મહેસાણા, ખેડા સહિતના અનેક જિલ્લાઓમાંથી આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે. આવા અનેક શિક્ષકો ગેરહાજર થઈને પોતાનો પગાર ખાઈ રહ્યા છે તેમના વિશે આજે અમે આ લેખમાં સંપૂર્ણ માહિતી આપવાના છીએ તો મિત્રો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો.

બનાસકાંઠા : ગુજરાતના શિક્ષકોનો પર્દાફાશ

સૌપ્રથમ બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના પાંછા પ્રાથમિક શાળામાં નામ બોલાતી મહિલા શિક્ષિકા છેલ્લા કેટલાય સમયથી શાળામાં આવતા નથી. જેઓ વિદેશમાં રહેવા ગયા છે છતા પણ શાળામાં રાજીનામું આપ્યુ નથી. તેની સાથે બનાસકાંઠાના વાવ તાલુકામાં પણ ઉચપા શાળાના મહિલા શિક્ષક દર્શન પટેલ શાળામાંથી રાજીનામું આપ્યા વગર જ કેનેડા જતા રહ્યાં હોવાનું સામે આવ્યુ છે. બનાસકાંઠાના આ બંને શિક્ષકો વિદેશીઓમાં રહીને પણ પગાર ખાઈ રહ્યા છે, આ બંને શિક્ષકો ઘણા સમયથી વિદેશમાં રહે છે છતાં પણ શાળાઓમાંથી રાજીનામું નથી આપ્યું અને સરકારનો પગાર ખોટો ખાઈ રહ્યા છે.

Skip to PDF content

મહેસાણામાં 10 શિક્ષકો સતત ગેરહાજર

ગુજરાતના શિક્ષકોનો પર્દાફાશ માં મહેસાણા જિલ્લા ની અંદર 10 જેટલા શિક્ષકો ગેરહાજર રહીને પોતાનું પગાર ખાઈ રહ્યા છે, અમુક શિક્ષકો ઘણા વર્ષોથી તો અમુક શિક્ષકો ઘણા મહિનાથી ગેરહાજર રહીને પણ પોતાનો પગાર ખાઈ રહ્યા છે અને શાળાઓમાંથી રાજીનામું નથી આપતા, આવા શિક્ષકોના કારણે વિદ્યાર્થીઓને પણ નુકસાન થતું હોય છે તેમનો અભ્યાસ ક્રમ અધૂરો રહી જતો હોય છે,

ખેડા જિલ્લાના પણ ઘણા શિક્ષકો શાળાઓમાં નથી આવી રહ્યા અને શાળાઓમાંથી રાજીનામું પણ નથી આપ્યું જેના કારણે તેમનો પગાર હજુ પણ ચાલુ છે અને સરકારી પગાર ખાઈ રહ્યા છે, આ રીતે જ ગુજરાતના શિક્ષકોનો પર્દાફાશ થયો છે, અને જાણવા મળ્યું છે કે ગુજરાતના અનેક જિલ્લાઓમાં શિક્ષકો ગેરહાજર થઈને પોતાનો પગાર ખાઈ રહ્યા છે.

આ રીતે દરરોજ સૌ પ્રથમ અને સાચું જાણવા માટે અત્યારે જ અમારા WhatsApp Group ને જોઈન કરો.

આ વાંચો:-

Bangladesh News Live : તમામ ભારતીય અરજી કેન્દ્રો અત્યારે બંધ ! 19,000 કરતા વધારે ભારતીયો ફસાયા

હિડનબર્ગ રિપોર્ટ 2024 : અદાણી વિરુદ્ધ રિપોર્ટ જાહેર કરનાર હિડનબર્ગની ફરીવાર ભારતને ચેતવણી

Leave a comment