પાવર ડ્રીવન ચાફ કટર સહાય યોજના : કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ અને હિતલક્ષી ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે. આઇ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડીની કુલ 28 યોજનાઓ ચાલુ કરવામાં આવેલ છે. ખેડૂતોને ઉત્પાદન વધારવા તથા ખર્ચ ઘટાડવા માટે ટ્રેકટર સહાય આપવામાં આવે છે.
ટ્રેક્ટર સહાય યોજના નો લાભ મેળવ્યા બાદ ઘણા બધા સાધનોની જરૂર રહેતી હોય છે જેમ કે કલ્ટીવેટર, રોટાવેટર, ગ્રાઉન્ડ ડીગર, વગેરે ઘણા બધા ખેત ઓજારો ની જરૂર પડે છે પ્રિય વાંચકો આજના આર્ટીકલ દ્વારા ખેડૂતોને પોતાની ખેતી અને પશુપાલનમાં ઉપયોગમાં લેવાતા ચાફ ક્ટર વિશે વિગતવાર માહિતી આપીશું.
ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે વિવિધ ઓજારો અને સાધનોની મદદ લેવી પડે છે, જેથી સમય અને શક્તિની બચત થાય આધુનિક ખેત ઓજારો મૂલ્યવાન હોય છે પરંતુ આવા કિંમતી સાધનોની ખરીદી પર ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા સબસીડી આપવામાં આવે છે. ખેડૂતોને ઇલેક્ટ્રીક મોટર ઓપરેટેડ ચાફ કટર અને એન્જિન આધારે ચાલતા ચાફ કટરની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. ખેડૂતોને સાધનની ખરીદી પર કેટલી સબસીડી મળે ? કેવી રીતે અરજી કરવાની ? કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ?
પશુપાલન મિત્રો માટે બહુ જ જ સરસ મજાની યોજના આવે છે જેની અંદર જે કોઈપણ પશુપાલન મિત્રો વધુ પશુપાલન ધરાવે છે તેમને ઢોરના ચારા નાખવા માટે અને તેના કટીંગ માટે અનુસૂચિત જાતિના પશુપાલકોને પાવર ખરીદી પર સહાય આપવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા આ યોજના બહાર પાડવામાં આવી છે જે યોજના બહુ જ સરસ છે જેની અંદર પશુપાલન મિત્રોને લાભ મળે છે.
પશુપાલન વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના લોકોને 75% સુધીની સબસીડી આપવામાં આવી રહી છે. જેની અંદર પાવર ચાફ કટર ખરીદી કરવાની રહેશે તો આ યોજના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી અને આ યોજનાનો લાભ કઈ રીતે મેળવવો હોય તે અંગેની માહિતી આર્ટીકલ ની અંદર મેળવીએ.
ખેતી અને પશુપાલન એકબીજા સાથે જોડાયેલ વ્યવસાય છે ખેડૂતો ખેતી સાથે પશુપાલન કરતા હોય છે કે તેમાં જુવાર બાજરી મકાઈ અન્ય પાકોના ઘાસચારો દુધાળા પશુઓને આપવામાં આવે છે. પરંતુ ઘાસચારો કાપવામાં ઘણો સમય વપરાય છે છતાં પણ મશીન જેવા ટુકડા થતા નથી જેથી ખેડૂતોને ચાફ કટર ખરીદવું પડે છે.
આ પણ વાંચો : પ્રધાનમંત્રી રોજગાર યોજના હેઠળ 20 ટકા સબસીડી સાથે દસ લાખ રૂપિયા સુધીની લોન મળશે, જાણો અરજી પ્રક્રિયા.
ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના પશુપાલકોને ₹18,000 ની સહાય ચાફકટર ખરીદવા માટે આપવામાં આવી રહી છે આ યોજનાની અંદર ફોર્મ ભરવાના હાલમાં ચાલુ છે. અને જે કોઈપણ પશુપાલન મિત્રો આ યોજનાની અંદર લાભ લેવા માંગતા હોય તે આ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરી અને લાભ લઇ શકે છે આ યોજનામાં ચાફ કટરની ખરીદ કિંમતના 75% અથવા તો 18000 રૂપિયા છે બંનેમાંથી ઓછું હશે તે પશુપાલકને મળવા પાત્ર રહેશે.
આ યોજનાની અંદર લાભ મેળવવા માટે શું શું ડોક્યુમેન્ટ ની જરૂર પડશે અને યોજનાની અંદર લાભ મેળવવા માટે શું પાત્રતા હોય છે તે અંગેની ચર્ચા આપણે કરીશું.
ખેડૂત લાભાર્થી આ ખેડૂત યોજનાનું ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂતોએ ગ્રામ પંચાયતમાંથી VCE પાસેથી આઇ ખેડુત ઓનલાઈન અરજી કરી શકે છે. વિશેષમાં ખેડૂતો કોઈપણ કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસેથી ઓનલાઈન અરજી કરાવી શકે છે. ખેડૂતો જાતે પણ ઓનલાઇન અરજી કરી શકે છે. તો ચાલો આઇ ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી મેળવીએ.
આ યોજનાની અંદર લાભ મેળવવા માટે પ્રમુખપાત્રતા છે અનુસૂચિત જાતિના પશુપાલન મિત્રો જ આ યોજનાનો લાભ મેળવવી શકે છે. અરજદાર ની ઉમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. સરકારશ્રી દ્વારા માન્ય થયેલ એમ્પ્લોયમેન્ટ ઉત્પાદન અધિકર્તા પાસેથી જ તમારે ખરીદી કરવાની રહેશે. આ રીતે ની પાત્રતા પ્રમાણે તમારે અરજી કરવાની રહેશે.
હું આશા રાખું છું કે મારા દ્વારા સમજાવવામાં આવેલ તમામ માહિતી તમને સમજાઈ ગઈ હશે. આવી જ રીતે વિવિધ યોજનાઓ અને ભરતીઓની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટ મુલાકાત લો.
ડોક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ મેળવો 1.20 લાખ રૂપિયાનો લાભ, અત્યારે જ કરો અરજી
ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ દિકરીઓ ને મળશે ₹25,000 ની સહાય
તાર ફેન્સીંગ યોજના હેઠળ ખેડૂતોને ખેતરની આજુબાજુ કાંટાણી વાળ બનાવવા માટે સરકાર આપે છે સહાય
Hello my name is aelisha sojitra, I am a computer science student, and I am professional content writer, I have more than 6 months of experience.
e kutir માનવ કલ્યાણ યોજના: ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી માનવ કલ્યાણ યોજના રાજ્યના…
મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના : ગુજરાત સરકારે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અને સુંદર બનાવવા માટે આર્થિક…
Gold Price Today: સોનાનો ભાવ સતત ત્રીજા દિવસે તેજીમાં, ચાંદી પણ ચમકી – જાણો આજના…
મફત સિલાઈ મશીન યોજના : રાજ્ય સરકાર દરેક નાગરિકો માટે કલ્યાણકારી યોજનાઓ બહાર પાડે છે.…
ધોરણ 12 ફેલ હોય તો પણ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો //…
ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર ગુજરાત માધ્યમિક…