std 12 sanskrit chapter 1 वेदामृतम् swadhyay solution
Q-1. अधोलिखितानां प्रश्नानां समुचितम् उत्तरं चित्वा लिखत।
1. दिवं यश्चक्रे ………… ।
2. तनूनाम् ………… धेहि।
(A) चित्तिम्
(B) अरिष्टिम्
(C) स्वाद्यानम्
(D) सुभगत्वम्
Correct Answer: अरिष्टिम्
3. मेधां ने ………… ददातु।
(A) इन्द्रः
(B) सूर्यः
(C) चन्द्रमाः
(D) ब्रह्म
Correct Answer: इन्द्रः
4. मानवस्य मनः कीदृशं वर्तते ?
(A) श्रेष्ठम्
(B) हत्प्रतिष्ठम्
(C) शुभम्
(D) अशुभम्
Correct Answer: हत्प्रतिष्ठम्
5. कः मोघमन्नं विन्दते ?
(A) अप्रचेताः
(B) मानवः
(C) प्रचेताः
(D) अर्थमा
Correct Answer: अप्रचेताः
Q-2. નીચેના પ્રશ્નોનાં માતૃભાષામાં ઉત્તર લખો :
1. જ્યેષ્ઠ બ્રહ્માનું માથું અને ઉદાર કોને કહ્યા છે?
જવાબ:- જ્યેષ્ઠ બ્રહ્માનું માથું આકાશ અને ઉદર અંતરીક્ષને કહ્યું છે.
2. મેધા આપવા માટે ક્યા ક્યા દેવને પ્રાર્થના કરી છે?
3. માણસનું મન કેવું છે?
4. અપ્રચેતા કોણ છે?
5. એકલો ખાનાર શું ખાય છે? શા માટે?
જવાબ:- એકલો ખાનાર માત્ર પાપને ખાય છે કારણ કે તે દેવોને પોષતો નથી કે મિત્રને પોષતો નથી.
Q-3. નીચેના વાક્યોને સંદર્ભ સાથે સમજાવો :
1. इन्द्र श्रेष्ठानि द्रविणानि धेहि।
જવાબ:- પ્રસ્તુત વાક્ય ઋગ્વેદમાંથી લેવામાં આવેલ છે. આ શ્લોક પ્રાર્થનાના સ્વરૂપમાં છે. પ્રાર્થના એટલે ઈશ્વર પાસેથી મળેલી શક્તિઓમાં અમુક શક્તિઓ ખૂટે છે તેની યાચના કરવી.
પ્રસ્તુત વાક્યમાં મંત્રદ્રષ્ટા ઋષિ દેવરાજ ઇન્દ્રને પ્રાર્થના કરતા કહે છે કે, “હે ઈન્દ્રદેવ ! અમોને શ્રેષ્ઠ દ્રવ્યો આપો. શ્રેષ્ઠ દ્રવ્યોની યાચના ઋષિ કરે છે કારણ કે જીવનનિર્વાહ માટેની સામગ્રીઓ માં પુરતો સંતોષ મળી શકે અને એ ઉપરાંત અન્ય વ્યક્તિઓની ભૂખ પણ આપણા દ્વારા આપવામાં આવેલ સંતોષી શકાય. આપણને મળેલા ઉત્તમ દ્રવ્યોનો અન્ય માટે પણ ઉપયોગ કરી શકીએ.” આ શ્લોકમાં દેવરાજ ઈન્દ્ર પાસે ઉત્તમ દ્રવ્યની પ્રાર્થના કરવામાં આવી છે કારણ કે દેવરાજ સ્વર્ગના રાજા છે.
આમ, અહી આ શ્લોકમાં મંત્રદ્રષ્ટા ઋષિ પોતાના માટે અને અન્યની સેવા માટે ઈન્દ્રદેવ પાસે ઉત્તમ દ્રવ્યની પ્રાર્થના કરે છે.
2. तन्मे मनः शिक्सङ्कल्पमस्तु।
જવાબ:- પ્રસ્તુત વાક્ય યજુર્વેદના એક શ્લોકમાંથી લેવામાં આવેલ છે. આ શ્લોકમાં સંકલ્પ છે. સંકલ્પ એટલે સારો વિચાર. કોઈ પણ શુભ કાર્ય કરવા માટે અથવા ધ્યેય સુધી પહોચવા માટે જે કાર્ય કરવાનો નિર્ણય લેવામાં આવે તેને સંકલ્પ કહેવામાં આવે છે.
આ શ્લોકમાં મંત્રદ્રષ્ટા ઋષિ કહે છે કે જેવી રીતે રથને એક સારો સારથી એક સ્થાનેથી બીજા સ્થાને લઇ જાય છે એ માણસને તેનું મન દોરી જાય છે, સારથી લગામ દ્વારા ઘોડાને કાબુમાં કરે છે. એ રીતે મારા હ્રદયમાં રહેલુ, હમેશા યુવાન રહેનારું, વેગવાન મારું મન કલ્યાણકારી સંકલ્પ કરનારું થાય એવી આશા છે. માનવીનું શરીર વૃદ્ધ થાય છે પણ તેનું મન ક્યારેય જીર્ણ થતું નથી. આવા મનને કલ્યાણકારી સંકલ્પરૂપી લગામ દ્વારા વશમાં કરવાનું જણાવાયું છે. આમ, આ શ્લોકમાં જણાવ્યા અનુસાર વેગવાન, સદા યુવાન, ચંચળ મનને દરેક વ્યક્તિએ કલ્યાણકારી સંકલ્પરૂપી લગામથી બાંધી રાખવું જોઈએ.
3. केवलाघो भवति केवलादी।
જવાબ:- પ્રસ્તુત શ્લોક ઋગ્વેદમાંથી લેવામાં આવેલ છે. વેદોમાં આપવામાં આવેલ ઉપદેશને વેદોપદેશ કહેવામાં આવે છે.
આ શ્લોકમાં માંન્ત્રદ્રષ્ટા ઋષિ જણાવે છે કે પ્રકૃષ્ટ જ્ઞાન વગરનો, દાન કરવાનો વિચાર જેને નથી આવતો, જે અન્નને અર્થહીન પ્રાપ્ત કરે છે, જે દેવો તથા મિત્રને પોષતો નથી એવો વ્યક્તિ એકલો ખાનારો માત્ર પાપને જ આચરે છે. આપણને જે કઈ મળે છે તે મહેનત કરી મેળવવું જોઈએ. જે કઈ મળે છે એ અન્યને ખવડાવી પછી જ પોતે ખાવું જોઈએ. જે વ્યક્તિ માત્ર એકલો ખાય છે એવો ક્યક્તિ પાપી છે એ અન્યને ન પોષતા પાપનો ભાગીદાર બની રહે છે.
આમ, આ શ્લોકમાં વેદોમાં રહેલા ઉપદેશને વર્ણવાયો છે. અહી દાનનો મહિમા ગવાયો છે.
Q-4. વિવારનાત્મક નોંધ લખો :
1. જ્યેષ્ઠ બ્રહ્મ
જવાબ:- હિંદુ ધર્મશાસ્ત્રો પ્રમાણે બહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રિદેવ છે જેમાં બ્રહ્માજી એ આ સૃષ્ટિનું સર્જન કર્યું છે તેઓ જગતના સર્જનહાર છે, ભગવાન વિષ્ણુ આ સંસારનું પાલન કરે છે તેઓ આ સંસારના પાલનહાર છે, અને અંતે પાપનું આચરણ વધી જતાં મહાદેવ દ્વારા આ સંસારનો વિનાશ થાય છે.
પ્રસ્તુત પાઠમા અઠર્વેદમાંથી લેવામાં આવેલ બે શ્લોક છે જેમાં જગતસૃષ્ટા બ્રહ્મદેવની સ્તુતિ કરવામાં આવી છે. જેમાં મંત્રદ્રષ્ટા ઋષિ બ્રહ્મદેવની સ્તુતિ કરતા કહે છે. જેમની સૂર્ય અને સતત આકાર બદલતો ચંદ્ર બંને આંખો છે, અગ્નિ જેમનું મુખ છે, પૃથ્વી જેમના વિસ્તૃત જ્ઞાનની ઓળખ છે, આકાશ જેમનું મસ્તક અને ઉદર અંતરીક્ષ છે એવા બ્રહ્મદેવને નમસ્કાર કરું છું.
2. મેધા
જવાબ:- મેધા એટલે બુદ્ધી. ખરેખર મેધા એ બુદ્ધીનો એક પ્રકાર છે. મેધા એવી બુદ્ધી છે જેમાં ગુરુ પાસેથી જે જ્ઞાન એક વાર પ્રાપ્ત થાય એ જીવનભર યાદ રહે છે. મેધાવાન વ્યક્તિ જીવનના દરેક ક્ષેત્રમાં સફળ
થાય છે. અહી આ પાઠમા આવતા પ્રાર્થના ના શ્લોકમાં મેધાની ઈશ્વર પાસે યાચના કરવામાં આવી છે. વરુણદેવ, અગ્નિદેવ, મેધાને ધારણ કરનાર ઈન્દ્રદેવ તથા વાયુદેવ અને પ્રજાના પાલક દેવ પાસેથી મેધા અમોને પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરવામાં આવી છે.
3. મન
જવાબ:- વ્યક્તિનું મન તેના હ્રદયમાં રહેલું હોય છે જે અત્યંત વેગવાળું અને હમેશા યુવાન રહેનારું છે. આ પાઠમાં મંત્રદ્રષ્ટા ઋષિએ માનવના ચંચળ મન વિષે વાત કરી છે. જેવી રીતે એક કુશળ સારથી રથને લઈ જાય છે એ રીતે મન વ્યક્તિને દોરી જાય છે. ઘોડાને વશમાં કરવા માટે સારથી પાસે લગામ હોય છે બસ એ જ રીતે માણસના અનંત વેગવાળા આ મનને નિયંત્રિત કરવા માટે સંકલ્પરૂપી લગામ હોવી ખુબ જરૂરી છે. જો વ્યક્તિ પોતાના મનને શુભ સંકલ્પ વડે દોરી જાય અવશ્ય તે ઉચિત દિશામાં વળી શકશે. હંમેશા કલ્યાણકારી સાબિત થશે.
Q-5. मन्त्रस्य पूर्तिः विधेया।
1. मेघां मे वरुणो… मे स्वाहा ॥
જવાબ:- मेधां मे वरुणो ददातु मेधामुग्निः पूजाप॑तिः।
मेधामिन्द्र॑श्च वायुश्च॑ मे॒धां धाता ददातु मे स्वाहा॥
2. सुषारथिरश्वानिव … सङ्कल्पमस्तु ॥
જવાબ:- सुषाधिरश्वानिव॒ यन्म॑नुष्यान्नेनीयते ऽभोश॑भिवीजिन॑ इव।
हृत्प्रति॑ष्ठं वद॑ज॒रं जर्विष्णुं तन्मे मनः शिवस॑ङ्कल्पमस्तु॥

હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે