પોસ્ટ ઓફિસ ભરતી 2024 : નમસ્કાર મિત્રો જે પણ લોકો એક સરકારી નોકરીની રાહ જોઈને બેઠા છે તેમના માટે આજે અમે એક બહુ જ સારા સમાચાર લઈને આવ્યા છીએ, પોસ્ટ વિભાગમાં આવે છે બહુ જ મોટી પડતી તેના વિશે આજના લેખમાં અમે તમને સંપૂર્ણ જાણકારી આપવાના છીએ. આ ભરતી ની ખાસ વાત એ છે કે તમે માત્ર 10 પાસ હોય તો પણ તમે આ ભરતીમાં તમારી અરજી કરી શકો છો અને તમારે કોઈ પણ પરીક્ષા આપવા વગર જ તમને નોકરી મળી શકે તેવું મોકો છે. તો ચાલો મિત્રો આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરીએ.
આ ડાક વિભાગ ની ભરતી કેટલા પદ ઉપર આવી છે તેની વાત કરીએ તો સંપૂર્ણ ભારતમાં લગભગ 44,228 જગ્યાઓ છે, આ એક ખૂબ જ મોટી ભરતી ગણી શકાય છે, આમાંથી લગભગ 2039 જેટલી ખાલી જગ્યાઓ ગુજરાતમાં છે જેમાં તમે અરજી કરી શકો છો, વાત કરીએ કે પોસ્ટ ઓફિસમાં કયા કયા પદો ઉપર ભરતી આવી છે તો, બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, અને ડાક સેવક આ ત્રણ પ્રકારના પદો ઉપર પોસ્ટ ઓફિસ ની ભરતી આવે છે. જો તમને પોસ્ટ વિભાગમાં નોકરી લેવાની ઈચ્છા હોય તો તમે આ ભરતી માટે તમારી અરજી કરી શકો છો.
Skip to PDF contentઅરજી કઈ રીતે કરવી એ તમને ખબર ના હોય તો આ લેખને અંત સુધી વાંચો અમે તમને આગળ જણાવવાના છીએ. આ ભરતી ની અંદર અત્યારે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અરજી પ્રક્રિયા 15 જુલાઈ 2024 ના દિવસથી શરૂ થઈ હતી અને 5 ઓગસ્ટ 2024 સુધી આ અરજી પ્રક્રિયા શરૂ થશે તો તમે વહેલી તકે આ ભરતીમાં તમારી અરજી કરી શકો છો.
|
ભરતીનું નામ | પોસ્ટ ઓફિસ ભરતી |
| કુલ જગ્યાઓ | 44228 |
| ગુજરાતમાં કુલ જગ્યાઓ | 2039 |
| અરજી કરવાની પ્રક્રિયા | ઓનલાઇન |
| અરજી કરવા માટેની લીંક | https://indiapostgdsonline.gov.in/reg_validation.aspx
|
જે પણ વિદ્યાર્થીઓ આ પોસ્ટ ઓફિસ ની ભરતી ની અંદર પોતાની અરજી કરવા ઈચ્છે છે તેમનું સૌથી મોટો સવાલ હશે કે આ પોસ્ટ વિભાગ માટે વયમર્યાદા કેટલી રાખવામાં આવે છે, પોસ્ટ ઓફિસ વિભાગ દ્વારા ઓફિસિયલ નોટિફિકેશન આવ્યું તેમાં જણાવ્યું છે કે જે પણ વિદ્યાર્થીઓ પોસ્ટ ઓફિસ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તેમની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ, અને વધુમાં વધુ 40 વર્ષ હોય તો ચાલે. આ વયમર્યાદામાં અમુક જ્ઞાતિ માટે છૂટ પણ આપવામાં આવી છે જે તમે વધુ પોસ્ટ ઓફિસ ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જઈને જાણી શકો છો.
જે પણ મિત્રો આ ના વિભાગ ની ભરતી માં પોતાની અરજી કરવા ઈચ્છે છે તે ઓછામાં ઓછું 10 મું ધોરણ પાસ હોવા જરૂરી છે, ધોરણ 10 માં ગુજરાતી અંગ્રેજી અને ગણિત આ ત્રણ વિષય ફરજિયાત જરૂરી છે તો જ તમે આ ભરતી માટે તમારી અરજી કરી શકશો, તેની સાથે તમારી પાસે કોમ્પ્યુટરનો બેઝિક કોર્સ નું સર્ટિફિકેટ પણ હોવું જરૂરી છે, જો તમારી પાસે કોમ્પ્યુટર કોર્સનું સર્ટિફિકેટ ના હોય તો તમે ધોરણ 10 કે 12 માં કોમ્પ્યુટર વિષય ફરજિયાત હોવો જરૂરી છે. તેની સાથે જે પણ ઉમેદવારો આ ભરતીમાં અરજી કરે છે તેમને સાયકલ ચલાવતા પણ આવડતું હોવું જરૂરી છે.
આ ભરતી ની અંદર જો તમે તમારી અરજી કરવા ઈચ્છો છો અને તમે જનરલ ઇ.ડબલ્યુ.એસ કે ઓબીસી જ્ઞાતિમાંથી આવો છો તો તમારે અરજી કરતી વખતે સો રૂપિયા ફી ભરવી પડશે, અને જો કોઈ મહિલાઓ આ ભરતી માટે અરજી કરે છે તો તેમને એક પણ રૂપિયો ફી ભરવાની જરૂર નથી.
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર ગુજરાત માધ્યમિક…
ધોરણ 12 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક કરો ધોરણ 10 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક…
ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?…
ગુજરાત બોર્ડ ધોરણ 10 રિઝલ્ટ: શું 25 એપ્રિલે આવશે પરિણામ? જાણો હકીકત ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવાયેલી…
ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ના પરિણામ 2026: જાણો ક્યારે જાહેર થશે તમારું રિઝલ્ટ…
Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…