Stock Market : શું છે શેર માર્કેટ અને કેવી રીતે કરશો રોકાણ ? જાણો..

Stock Market : નમસ્કાર મિત્રો, ભારત ના ઘણાં ખરા લોકો સોના અને ચાંદી માં જ રોકાણ કરે છે. જેમાં તેમને ફક્ત 8 થી 10 ટકા જેટલું વળતર મળે છે. ઘણા લોકો શેર માર્કેટ માં રોકાણ તો કરવા માંગે છે પરંતું તેમને શેર માર્કેટ વિશે ખાસી જાણકારી ના હોવાના કારણે રોકાણ કરી શકતા નથી. આજ ના આ લેખ માં અમે તમને શેર માર્કેટ શું છે અને તમે કેવી રીતે રોકાણ કરી શકો છો અને પહેલો શેર કેવી રીતે ખરીદી શકો છો જેવા પ્રશ્ન વિષે જાણકારી આપવા ના છીએ. જેથી આ લેખ ને અંત સુઘી વાંચજો.

ભારત ના લોકો ને શેર માર્કેટ વિશે સમજ ના હોવાના કારણે ભારત માં ફ્ક્ત 3 ટકા લોકો શેર માર્કેટ માં રોકાણ કરે છે. જ્યારે 97 ટકા લોકો સોના ચાંદી જેવી વસ્તુઓ માં રોકાણ કરે છે. જો તમે સારું વળતર મેળવવા માંગતા હોય તો તમારે શેર માર્કેટ માં રોકાણ કરવું જોઈએ.

શેર માર્કેટ એટલે શું ?

અમુક લોકો એમ કહેતા હોય છે કે હું શેર માર્કેટમાં રોકાણ કરું છુ કે શેર ખરીદું છું. જેવું તમે સાંભળ્યું હસે ત્યારે તમારા મન માં એમ થતું હસે કે આ શેર માર્કેટ શું છે. તમને જણાવી દઈએ કે શેર માર્કેટ એક પ્લેટફોર્મ છે જ્યાં શેર ખરીદનાર અને વેચનાર એક સાથે આવે છે. ટુંક માં સમજાવું તો શેર માર્કેટ માં તમારે કોઈ પણ કંપની નો શેર ખરીદવાનો હોય છે, જ્યારે તમે કોઈ કંપની નો શેર ખરીદો છો ત્યારે તમે તે કંપની ના ભાગીદાર બની જાઓ છો અને જ્યારે તે કંપની ના શેર ની કિંમત વધે ત્યારે તમે તેને વેચી ને નફો કમાઓ છો. ઉદાહરણ તરીકે તમે ટાટા કંપની નો શેર ૨૦૦ રૂપિયા કિંમત માં  10 શેર ખરીદો છો અને એક બે વર્ષ પછી આ 10 શેર ની કિંમત ૪૦૦ રૂપિયા થઈ જાય છે  ત્યારે તમારી રકમ 4000 હજાર રૂપિયા થઈ જાય છે જેમાં તમને 2000 રૂપિયા નો નફો મળે છે.

શેર માર્કેટ માં તમે ફક્ત શેર નથી ખરીદી શકતા આમાં તમેં એસ આઈ પી અને મ્યુચ્યુલ ફંડ માં પણ રોકાણ કરી શકો છો. આના સિવાય તમે ટ્રેડિંગ પણ કરી શકો છો પરંતુ હાલ તમારે ફકત ઇન્વેસ્ટમેન્ટ જ કરવું જોઈએ કારણ કે ટ્રેડિંગ માં નુકશાન થવાના ચાન્સ વધારે હોય છે.

શેર માર્કેટ માં રોકાણ કરવા માટે તમને ફંડામેન્ટલ અનાલિસિસ અને ટેકનિકલ અનાલિસીસ આવડવું જોઇએ. જો તમને ના આવડતું હોય તો અમે તમને આગળ ના ટોપિક માં શીખવાડી દઈશું.

શેર માર્કેટ માં રોકાણ કેવી રીતે કરવું ?

શેર માર્કેટ માં રોકાણ કરવા માટે તમારે એક ડિમેટ ખાતાં ની જરૂર હોય છે. જેને તમે ઘર બેઠા ૧૦ થી ૨૦ મિનિટ માં ખોલી શકો છો. ત્યાર બાદ તમે તમારી મનપસંદ કંપની માં રોકાણ કરી શકો છો. તમારે ડિમેટ ખાતું ખોલવા માટે એક રૂપિયા ની પણ જરૂર નથી. ફ્કત તમારી પાસે આધાર કાર્ડ અને પણ કાર્ડ હોવું આવશ્યક છે.

ડિમેટ એકાઉન્ટ કેવી રીતે ખોલવું ઘરે બેઠા ?

અમે તમને જણાવ્યુ તે મુજબ તમારે શેર માર્કેટ માં રોકાણ કરવા માટે ડિમેટ એકાઉન્ટ હોવું આવશ્યક છે. ડિમેટ એકાઉન્ટ ખોલવા માટે ઘણા બધા એપ્લીકેશન છે. જેવા કે groww, angel one, upstocks જેની મદદ થી તમે ડિમેટ એકાઉન્ટ ખોલી ને રોકાણ કરી શકો છો. ડિમેટ એકાઉન્ટ ખોલવા માટે તમારે ગૂગલ પ્લે સ્ટોર માંથી કોઈ પણ એક એપ ને ડાઉનલોડ કરવાની રહેશે. ડિમેટ એકાઉન્ટ ખોલવા માટે તમારી પાસે આધાર કાર્ડ અને પાન કાર્ડ હોવા જરૂરી છે.

ફંડામેંટલ અનાલિસિસ અને ટેકનિકલ અનાલીસિસ શું છે ?

શેર માર્કેટ માં રોકાણ કરવા માટે તેમને ફંડામેન્ટલ અનાલીસિસ અને ટેકનીકલ અનાલિસિસ આવડવું જોઈએ.

ફંડામેન્ટલ અનાલિસિસ: ફંડામેન્ટલ અનાલિસિસ એટલે કે જ્યારે તમે કોઈ કંપની નો શેર ખરીદતા હોય ત્યારે પ્રથમ તમારે તે કંપની ના નફા અને ખોટ, અને 1 વર્ષ માં કેટલા ટકા વળતર આપ્યું, PE રેશિયો અને PEG રેશિયો કેટલા ટકા છે તે વિશે માહિતી મેળવયા પછી રોકાણ કરવું જોઈએ. અને પાછળ ના વર્ષ માં કેટલું પ્રોફિટ હતું કેટલું રોકાણ હતું તેવી બધી માહિતી મેળવીને પછી રોકાણ કરવું જોઇએ.

ટેકનિકલ અનાલિસિસ :  ટેકનીકલ અનાલિસિસ એટલે કે તેની ચાર્ટ ને સમજવો, સપોર્ટ અને રેસિસ્ટન કેટલે હતો. હવે તમારા મન માં પાછો પ્રશ્ન થતો હસે કે આ હવે સપોર્ટ અને રેસિસ્ટન્ટ શું છે ? સપોર્ટ એટલે કે શેર ની કિંમત કેટલા સુધી નીચી આવી હતી તે અને   રેસિસ્ટન્ટ એટલે કે શેર ની કિંમત કેટલા સુધી ઉપર ગઈ હતી તે. ઉદાહરણ તરીકે ટાટા કંપની ના શેર ની કિમત 9:50 વાગે 230 હતી અને 3 વાગે તે શેર ની કિંમત 250 એ પહોંચી ગઈ હતી આમાં સપોર્ટ 230 છે અને resistant 250 છે.

Sip અને મ્યુચ્યુઅલ ફંડ શું છે ?

મ્યુચ્યુઅલ ફંડ પણ શેર ની જેમ કામ કરે છે. મ્યુચ્યુઅલ ફંડ માં તમે રોકાણ કરી શકો છો અને 30 થી 40 ટકા થી વધારે વળતર મેળવી શકો છો. આમાં તમારે લોંગ ટર્મ માટે રોકાણ કરવાનું હોય છે. આમાં તમે 5 થી 10 વર્ષ માટે રોકાણ કરી ને તમારા પૈસા ને 3 થી 4 ગણા કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડ માં મહિને મહિને અને એક જ વાર માં પણ રોકાણ કરી શકો છો. જેમ કે મારે 1 લાખ રોકાણ કરવું છે પણ મારી પાસે હાલ એટલા પૈસા નથી એટલે હું તેને મહિને હફતા ના જરીયે ભરીસ. અને જ્યારે એકજ વાર માં એટલે કે મારા ભાઈબંધ પાસે હાલ એક લાખ રૂપિયા છે એટલે તે એકજ વાર માં 1 લાખ રૂપિયા નું રોકાણ કરશે.

મ્યુચ્યુલ ફંડ માં તમે sip મતલબ કે સિસ્ટમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન ના જરીયે તમે રોકાણ કરી શકો છો. Sip ના જરીયે તમે 100 રૂપિયા થી પણ રોકાણ કરી શકો છો, અમે આગળ જણાવ્યું તે મુજબ તમારે મહિને હફતો ભરવાનો રહેશ. ઉદાહરણ તરીકે, હાલ માં તમારો પગાર 10 હજાર રૂપિયા છે પણ અને તમે તેને ભવિષ્ય માટે રોકાણ કરવા માંગો છો તો તમે મહિને 1000 રૂપિયા ની બચત કરીને sip ભરો છો તો તમને 3 વર્ષ પછી 67,753 રૂપિયા થઈ જશે.

Recent Posts

Digital Gujarat માટે OTR જનરેટ કેવી રીતે કરવો ?? ઘરે બેઠા 5 મિનિટ OTR બનાવો

Generate OTR : ભારત સરકાર શિક્ષણના ક્ષેત્રે સમાનતા અને સંધાનને પ્રોત્સાહન આપવા માટે અનેક શિષ્યવૃત્તિ…

1 week ago

gtkdconline : ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ સહાય યોજના હેઠળ મળશે રૂપિયા ૩ લાખ થી ૧૦ લાખ સુધી લોન સહાય, છેલ્લી તારીખ 27/9/2025

gtkdconline : ગુજરાત રાજ્યમાં અનેક વર્ગો અને સમાજોના લોકો વસે છે. દરેક સમાજને સમાન તકો…

2 months ago

ગુજરાત કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી 2025 – જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા

 જુનિયર ક્લાર્ક ભરતી 2025 ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓ - જુનાગઢ (JAU), આણંદ (AAU), નવસારી (NAU)…

2 months ago

ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય: ફરી વરસાદ ભુક્કા બોલાવી શકે છે!

ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય: ફરી વરસાદ ભુક્કા બોલાવી શકે છે! ગુજરાત રાજ્યમાં મોનસૂન ફરીથી સક્રિય…

3 months ago

તોફાની વરસાદ સામે ચેતવણી! ત્રણ કલાકમાં 4 જિલ્લામાં રેડ એલર્ટ – અત્યારતથ મહત્ત્વપૂર્ણ માહિતી વાંચો

વરસાદની આગાહી ગુજરાતમાં ભારે વરસાદના પગલે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા,…

3 months ago

27 જુલાઈ 2025 – આજનું રાશિફળ: જાણો કઈ રાશિ માટે રવિવાર લાવશે શુભ સમાચાર

આજનું રાશિફળ (27-07-25): શુક્ર અને શનિ બનાવશે શક્તિશાળી યોગ – કેટલાક રાશિના જાતકો ને આશ્ચર્યજનક…

3 months ago