ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ માટે શિક્ષણક્ષેત્રે સહાયરૂપ થવા માટે ગુજરાત સરકાર દ્વારા “ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ યોજના” (Digital Gujarat Scholarship Yojana) અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યના એસસી, એસટી, ઓબીસી, ઇબીસી અને અન્ય પછાત વર્ગના વિદ્યાર્થીઓને વિવિધ શિષ્યવૃત્તિઓ આપવામાં આવે છે, જેથી તેઓનું ઉચ્ચ અભ્યાસ અટકે નહીં અને તેમને આર્થિક સહારાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી શકાય.
ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ જે હાલમાં અભ્યાસ કરી રહ્યા છે તેમને આ યોજનાનો લાભ મળી શકે છે અને આ યોજનાનો લાભ દર વર્ષે વિદ્યાર્થીઓને મળતો હોય છે, આ યોજના ખાસ કરીને ગરીબ વિદ્યાર્થીઓને ભણવામાં મદદરૂપ થાય તે માટે બનાવવામાં આવી છે આમ તો આ યોજનાનો લાભ દરેકે દરેક વિદ્યાર્થીઓને મળતું હોય છે પરંતુ અમુક લાયકાત કે માપદંડ નક્કી કરવામાં આવ્યા છે જેના આધારે આ ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ યોજનાનો લાભ મળતો હોય છે.
2025 માટે ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ ફોર્મ ભરવાની પ્રક્રિયા જુલાઈ 2025થી શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓને તેમના તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે તાત્કાલિક અરજી કરવાની સલાહ આપવામાં આવે છે, જેથી અંતિમ તારીખ પહેલાં ફોર્મ સબમિટ કરી શકાય
15 જુલાઈ 2025 થી એસી અને એસટી વિદ્યાર્થીઓના શિષ્યવૃત્તિ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે જો તમારું સમાવેશ આમાં થતું હોય તો તમે અત્યારથી જ અરજી કરી શકો છો.
17 જુલાઈ 2025 થી ઓબીસી વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ગયા છે, જો તમારી આના વિશે વધુ માહિતી જોઈતી હોય તો તમે ઓફિસિયલ વેબસાઈટમાંથી માહિતી મેળવી શકો છો.
ઉમેદવાર ગુજરાતનો સ્થાયી રહેવાસી હોવો જોઈએ.
ઉમેદવાર એસસી, એસટી, ઓબીસી, ઇબીસી, સેબીસી વર્ગમાંથી હોવો જોઈએ.
ઉમેદવાર માન્ય શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતો હોવો જોઈએ.
SC/ST માટે: ₹2.5 લાખ સુધી
OBC/EBC માટે: ₹1.5 લાખ સુધી
SEBC માટે: ₹2 લાખ સુધી
જે પણ વિદ્યાર્થી મિત્રોને આ ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ યોજનામાં અરજી કરવી છે તે વિદ્યાર્થીઓ નીચે આપેલા પગલાં અનુસાર પોતાની અરજી કરી શકે છે.
માત્ર માન્ય શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ અરજી કરી શકે છે.
દરેક વર્ષ નવી અરજી કરવી ફરજિયાત છે.
સંપૂર્ણ અને સાચી માહિતી જ ભરો, ખોટી માહિતીથી અરજી રદ થઈ શકે છે.
છેલ્લી તારીખ પહેલાં અરજી કરવી.
ડિજિટલ ગુજરાત હેલ્પલાઇન: 1800 233 5500
વેબસાઈટ: https://www.digitalgujarat.gov.in
ઈમેલ: helpdesk@digitalgujarat.gov.in
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ યોજના 2025 એ વિદ્યાર્થીઓ માટે એક ઉત્તમ અવસર છે કે જે પોતાની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શિક્ષણ આગળ ચાલુ રાખી શકે. યોગ્ય સમયે અરજી કરો અને સરકારની આ સહાયનો લાભ લો.
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
Generate OTR : ભારત સરકાર શિક્ષણના ક્ષેત્રે સમાનતા અને સંધાનને પ્રોત્સાહન આપવા માટે અનેક શિષ્યવૃત્તિ…
gtkdconline : ગુજરાત રાજ્યમાં અનેક વર્ગો અને સમાજોના લોકો વસે છે. દરેક સમાજને સમાન તકો…
જુનિયર ક્લાર્ક ભરતી 2025 ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓ - જુનાગઢ (JAU), આણંદ (AAU), નવસારી (NAU)…
ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય: ફરી વરસાદ ભુક્કા બોલાવી શકે છે! ગુજરાત રાજ્યમાં મોનસૂન ફરીથી સક્રિય…
વરસાદની આગાહી ગુજરાતમાં ભારે વરસાદના પગલે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા,…
આજનું રાશિફળ (27-07-25): શુક્ર અને શનિ બનાવશે શક્તિશાળી યોગ – કેટલાક રાશિના જાતકો ને આશ્ચર્યજનક…