Categories: Sarkari Job

ગુજરાત કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી 2025 – જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા

જુનિયર ક્લાર્ક ભરતી 2025

ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓ – જુનાગઢ (JAU), આણંદ (AAU), નવસારી (NAU) અને સાર્દાર કૃષિ યુનિવર્સિટી (SDAU) દ્વારા 2025માં કુલ 227 જુનિયર ક્લાર્કની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જો તમે પણ સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો અને ગ્રેજ્યુએટ છો તો તમારા માટે આ એક શ્રેષ્ઠ તક છે.

જુનિયર ક્લાર્ક ભરતી કેટલા પદો ઉપર છે?

આ ગુજરાત કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી જગ્યા કુલ: 227 જેટલા પદો ઉપર છે.

કાર્યસ્થળ: ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓ (JAU, AAU, NAU, SDAU)

ઓનલાઇન અરજીની વિગતો:

ફોર્મ ભરવાનું શરૂ: 15 જુલાઈ 2025

અંતિમ તારીખ: 11 ઓગસ્ટ 2025

અરજી કરવાની રીત: માત્ર ઓનલાઈન (યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ પર જઇને, અહીં અમે તમને નીચે જતાવર જેટલી પણ વેબસાઈટ છે તેની લીંક આપી છે તેને નીચે આપેલી વેબસાઈટ માંથી કોઈ પણ વેબસાઈટ ઉપર જઈને અરજી કરી શકો છો.

www.jau.in , www.aau.in , www.nau.in , www.sdau.edu.in

🔹 લાયકાત (Eligibility):

ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે (B.A., B.Sc., B.Com. વગેરે)

કમ્પ્યુટરના આધારભૂત જ્ઞાનનું પ્રમાણપત્ર (CCC અથવા સમકક્ષ) હોવું જરૂરી છે

ગુજરાતી અને હિન્દી ભાષાનું વાંચન-લેખન આવડવું જોઈએ.

🔹 વય મર્યાદા:

ઓછામાં ઓછી ઉમેદવારની ઉંમર: 20 વર્ષ અને વધુમાં વધુ ઉંમર: 35 વર્ષ નક્કી કરવામાં આવી છે.

અનામત કેટેગરીને છૂટછાટ સરકારના નિયમો મુજબ મળી શકે છે.

પસંદગી કઈ રીતે કરવામાં આવશે?

જૂનિયર ક્લાર્ક પદ માટે પસંદગી નીચે મુજબ તબક્કાવાર લેશે:

1. પ્રાથમિક પરીક્ષા (Prelims):

પ્રશ્નો: 100

કુલ માર્ક્સ: 100

સમય: 90 મિનિટ

વિષયો: રીઝનિંગ, ગણિત, ગુજરાતી, અંગ્રેજી

પરીક્ષા પ્રકાર: OMR અથવા કમ્પ્યુટર આધારિત

2. મુખ્ય પરીક્ષા (Mains):

પ્રશ્નો: 200

સમય: 120 મિનિટ

વિષયો:

ગુજરાતી – 20 માર્ક

અંગ્રેજી – 20 માર્ક

વર્તમાન ઘટનાઓ, ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ, રાજકારણ, રીઝનિંગ વગેરે

3. દસ્તાવેજ ચકાસણી (Document Verification):

શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોએ તમામ પ્રમાણપત્રો રજૂ કરવા પડશે

પગાર ધોરણ:

પસંદ થયેલા ઉમેદવારોને શરૂઆતના 5 વર્ષ માટે દર મહિને રૂ. 26,000/- ફિક્સ પગાર મળશે

ત્યારબાદ નિયમાનુસાર પે મેટ્રિક્સ મુજબ પગાર લાગુ પડશે (લેવલ-2 મુજબ)

અરજી કરવાની રીત:

1. યુનિવર્સિટીની વેબસાઈટ પર જઈને Recruitment/Online Application વિભાગ ખોલો

2. રજીસ્ટ્રેશન કરો અને તમારા ઇમેઇલ-મોબાઈલથી લોગિન કરો

3. અરજી ફોર્મમાં તમામ માહિતી ભરો

4. જરૂરી દસ્તાવેજો (ફોટો, સહી, ડિગ્રી, CCC પ્રમાણપત્ર વગેરે) અપલોડ કરો

5. ફી ભરો અને ફોર્મ સબમિટ કર

6. ફોર્મનો પ્રિન્ટઆઉટ રાખો

આ વાંચો:- jio no navo recharge plan : જિયો નો નવો રિચાર્જ પ્લાન ! ફક્ત ₹895માં મેળવો 12 મહિના રિચાર્જ

મહત્વપૂર્ણ સૂચનાઓ:-

અરજી કરતાં પહેલાં સંપૂર્ણ જાહેરાત PDF ધ્યાનપૂર્વક વાંચવી

ફોર્મમાં કોઈ ભૂલ ન રહે તેની ખાતરી કરો

યોગ્ય CAT કે જગ્યા માટે અરજી કરો

સરકારી ભરતી છે એટલે ફ્રોડ કોલ કે ફેક વેબસાઈટથી બચો

આ ભરતી માટે કોઈ સીધી ભરતી કે એજન્ટ દ્વારા પસંદગી થતી નથી

વધુ માહિતી:-

ગુજરાત કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્કના પદ માટે આવી ભરતી ઘણા યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની એક સુવર્ણ તક છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ સમયસર અરજી કરવી અને પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવી. આ નોકરીમાં સારી નોકરીની સુરક્ષા, નિયમિત પગાર અને સરકારના વિવિધ લાભો મળશે.

આ વાંચો:- આજનું હવામાન : રાજ્યમાં આગામી 7 દિવસમાં અતિભારે વરસાદની ચેતવણી

Share
Published by
Sahil

Recent Posts

Digital Gujarat માટે OTR જનરેટ કેવી રીતે કરવો ?? ઘરે બેઠા 5 મિનિટ OTR બનાવો

Generate OTR : ભારત સરકાર શિક્ષણના ક્ષેત્રે સમાનતા અને સંધાનને પ્રોત્સાહન આપવા માટે અનેક શિષ્યવૃત્તિ…

5 days ago

gtkdconline : ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ સહાય યોજના હેઠળ મળશે રૂપિયા ૩ લાખ થી ૧૦ લાખ સુધી લોન સહાય, છેલ્લી તારીખ 27/9/2025

gtkdconline : ગુજરાત રાજ્યમાં અનેક વર્ગો અને સમાજોના લોકો વસે છે. દરેક સમાજને સમાન તકો…

2 months ago

ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય: ફરી વરસાદ ભુક્કા બોલાવી શકે છે!

ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય: ફરી વરસાદ ભુક્કા બોલાવી શકે છે! ગુજરાત રાજ્યમાં મોનસૂન ફરીથી સક્રિય…

3 months ago

તોફાની વરસાદ સામે ચેતવણી! ત્રણ કલાકમાં 4 જિલ્લામાં રેડ એલર્ટ – અત્યારતથ મહત્ત્વપૂર્ણ માહિતી વાંચો

વરસાદની આગાહી ગુજરાતમાં ભારે વરસાદના પગલે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા,…

3 months ago

27 જુલાઈ 2025 – આજનું રાશિફળ: જાણો કઈ રાશિ માટે રવિવાર લાવશે શુભ સમાચાર

આજનું રાશિફળ (27-07-25): શુક્ર અને શનિ બનાવશે શક્તિશાળી યોગ – કેટલાક રાશિના જાતકો ને આશ્ચર્યજનક…

3 months ago

માત્ર 50 રૂપિયાના ભાવમાં મળતો શેર આજે સ્ટોક માર્કેટમાં ધૂમ મચાવી શકે છે!

આજે આ શેર રોકેટની જેમ જઈ શકે છે! હંમેશા નફાકારક અને સસ્તા શેરની શોધમાં રહેનાર…

3 months ago