Categories: EducationTrending

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર સોલ્યુસન

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર સોલ્યુસન

ધોરણ 12 ભૂગોળ

IMP પેપર સોલ્યુસન

 

  1. નિયંતિવાદના પ્રખર સમર્થક કોણ હતા?

(A) કાન્ટ
(B). કુ. ઍલન સૅમ્પલ
(C) રીટર
(D) હમ્બોલ્ટ

  1. ઈતિહાસ ઉપ૨ ભૂમિનો પ્રભાવ’ ને મહત્ત્વ આપનાર …….

(A) કાન્ટ
(B) સ્ટ્રાબો
(C.) બકલ
(D) હૅટિંગ્ટન

  1. ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય ……..

(A) દમણ
(B) રાજસ્થાન
(C) ઓડિશા
(D.) હરિયાણા

  1. યહૂદીઓએ પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં કયો નવો દેશ વસાવ્યો?

(A) કેંન્યા
(B) યુગાન્ડા
(C.) ઈઝરાયલ
(D) અફઘાનિસ્તાન

  1. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી?

(A) ઉત્તર અમેરિકા
(B) એશિયા
(C) યુરોપ
(D) આફ્રિકા

  1. મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે?

(A) રેડ ઈન્ડિયન્સ
(B) પાલિયાન
(C) સેમાંગ
(D) લેપ

 

  1. ઈન્ફર્મેશન ટૅક્નોલૉજીના આધારે કઈ બાબતનો વિકાસ થયો છે?

(A) રેડિયો
(B) ટી.વી.
(C) હાથ ઘડિયાળ
(D) કમ્પ્યૂટર

  1. વિશ્વની સૌથી લાંબી પાઈપલાઈન કઈ છે?

(A) .કૉમેકૉન
(B) બીગ ઈંચ
(C) સાઈબિરિયન
(D) વૉલ્ગા

  1. વિશ્વમાં કયા દેશમાં સૌથી ગીચ રેલ માર્ગો આવેલા છે?

(A) ચીન
(B) બ્રાઝિલ
(C.) બેલ્જિયમ
(D) ભારત

  1. ભારતે આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે પ્રક્ષેપિત કર્યો?

(A) 1981
(B.) 1975
(C) 1957
(D) 1979

  1. નીચેનામાંથી કયું સમૂહ દૂરસંચાર તંત્રનું ઈલેક્ટ્રોનિક્સ માધ્યમ છે?

(A) ઈ–મેઈલ
(B) ટપાલસેવા
(C) ટેલિફોન
(D.) ટેલિવિઝન

  1. નીચેનામાંથી કયો દેશ સાર્ક સભ્ય નથી?

(A) ભૂતાન
(B) નેપાળ
(C.) ચીન
(D) પાકિસ્તાન

  1. ડ્રેજીંગ એટલે શું?

(A.) નદીનાં તળમાંથી કાંપ કાઢવાની પ્રક્રિયા
(B) નદીનાં તળમાંથી કાંપ ભરવાની પ્રક્રિયા
(C) મોટા વહાણને ખેંચી લાવવાની પ્રક્રિયા
(D) ડૂબી ગયેલા વહાણને શોધવાની પ્રક્રિયા

  1. નીચેનામાંથી સંરક્ષણ કેન્દ્ર કયું છે?

(A) મુંબઈ
(B) વડોદરા
(C) ખંભાત
(D.) દેહરાદુન

  1. નીચેનામાંથી સંરક્ષણ કેન્દ્ર કયું છે?

(A) મુંબઈ
(B) વડોદરા
(C) ખંભાત
(D.) દેહરાદુન

  1. અમુલ ડેરી ક્યા શહેરમાં છે?

(A) મહેસાણા
(B) પાલનપુર
(C) આણંદ
(D) હિમતનગર

  1. કોલસો એ કેવા પ્રકારનું સંસાધન છે?

(A) પરંપરાગત
(B) બિન પરંપરાગત
(C) પુન:પ્રાપ્ય
(D) વિરલ

  1. તેજાબી વરસાદ માટે જવાબદાર …..

(A) સલ્ફર ડાયોક્સાઈડની ઊંચી માત્રા
(B) ઓક્ષિજનની ઊંચી માત્રા
(C) નાઈટ્રેટ ખાતરોની ઊંચી માત્રા
(D) ઓઝોનની ઊંચી માત્રા

  1. સમ મૂલ્ય રેખા પધ્ધતિમાં શું દર્શાવી શકાય?

(A) વસ્તીની ગીચતા
(B) ભાષાઓનું વિતરણ
(C) તાપમાનનું વિતરણ
(D) ખેત ઉત્પાદન

  1. GPS પ્રણાલી વિકસાવનાર દેશ કયો છે?

(A) યુ.એસ.એસ.આર.
(B) યુ.એસ.એ.
(C) આફ્રિકા
(D) જર્મની

 

વિભાગ B

  1. જીન બ્રુન્સે આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા આપો.

> જીન બ્રુન્સે આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા: “માનવ ભૂગોળ એવાં બધાં જ તત્ત્વોનો અભ્યાસ કરે છે, જે માનવીની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે.”

  1. દ્વિતીયક પ્રવૃત્તિ એટલે શું? ઉદાહરણ આપો.

> માનવી દ્વારા કાચા માલમાંથી રૂપાંતરિત ચીજવસ્તુઓ બનાવવી તે દ્વિતીયક પ્રવૃત્તિ છે. રૂ માંથી સુતરાઉ કાપડ બનાવવું તે દ્વિતીયક પ્રવૃત્તિનું ઉદાહરણ છે.

  1. ચતુર્થક પ્રવૃત્તિ એટલે શું?

> માનવીને અપાતી વિશિષ્ટ પ્રકારની સેવાઓને ‘ચતુર્થક પ્રવૃત્તિ’ કહે છે. જેમ કે સંશોધન, વીમો, માહિતીસંગ્રહ, માહિતીનું ઉત્પાદન વગેરે.

  1. ગુજરાતમાંથી કયા નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે?

> ગુજરાતમાંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર – 8 પસાર થાય છે.

  1. અદ્યતન કમ્પ્યૂટરના પિતા તરીકે કોણ ઓળખાય છે?

à બેબેજને અદ્યતન કમ્પ્યૂટરના પિતા તરીકે ઓળખાય છે.

  1. ગ્રીફિથ ટેઈલરે વસાહતની કઈ વ્યાખ્યા આપી છે?

> ગ્રીફિથ ટેઈલર મુજબ રહેઠાણોનો વિશાળ સમૂહ એટલે વસાહત.

  1. જમીન પ્રદુષણ મુખ્યત્વે શાનાથી ફેલાય છે?

> ઔદ્યોગિક કચરાના અયોગ્ય નિકાલથી, રસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગથી મુખ્યત્વે જમીન પ્રદુષણ ફેલાય છે.

  1. ‘સર્વે ઓફ ઇન્ડિયા’ સંસ્થા ક્યાં આવેલી છે?

> ‘સર્વે ઓફ ઇન્ડિયા’ સંસ્થા દેહરાદુનમાં આવેલી છે.

  1. ગ્રેફાઇટ ક્યા પ્રકારની ખનીજ છે?

> ગ્રેફાઇટ અધાત્વિક પ્રકારની ખનીજ છે.

  1. પૃથ્વી ઉપર સ્થાન જાણવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે?

> પૃથ્વી ઉપર સ્થાન જાણવા માટે GPS (ગ્લોબલ પોઝીશનિંગ સિસ્ટમ)નો ઉપયોગ કરવામાં આવે છે.

 

વિભાગ C

  1. માનવ કલ્યાણલક્ષી અભિગમ એટલે શું?

– માનવકલ્યાણલક્ષી અભિગમ ગરીબી, ભૂખમરો, દુષ્કાળ, યુદ્ધો, રંગભેદ, જાતિભેદ, વર્ગવિગ્રહો, આતંકવાદ, પ્રદૂષણ, માનવસર્જિત હોનારતો વગેરે વૈશ્વિક સમસ્યાઓનો પ્રાકૃતિક પર્યાવરણના સંદર્ભમાં પ્રાદેશિક અભ્યાસ કરે છે.

– આ અભિગમ એવા પ્રકારની સામાજિક આર્થિક વ્યવસ્થાઓ પર ભાર મૂકે છે કે, જેના દ્વારા વિશ્વના તમામ નાગરિકોને વિશ્વનાં બધાં જ સંસાધનો પર સમાન અધિકાર અને નિયંત્રણ પ્રાપ્ત થાય.

 

  1. વસ્તીગીચતા પર અસર કરતાં પરિબળો જણાવો.

à વસ્તીગીચતા પર નીચેનાં પરિબળો અસર કરે છે : (1) ભૌગોલિક પરિબળો, (2) આર્થિક પરિબળો, (૩) સામાજિક અને ધાર્મિક પરિબળો તથા (4) રાજકીય પરિબળો.

 

  1. ઉદ્યોગ એટલે શું?

à ભૂગોળવેત્તાઓ ઉદ્યોગ શબ્દનો અર્થ એ પ્રવૃત્તિનું વર્ણન કરવા માટે કરે છે. જે ખેતી, જંગલ, મત્સ્યાયન, ખનન-પ્રવૃત્તિ દ્વારા પ્રાપ્ત પ્રાથમિક ઉત્પાદનોની પ્રક્રિયા અને નવી ચીજવસ્તુના નિર્માણ સાથે જોડાયેલી હોય છે. પ્રાથમિક પ્રવૃત્તિથી અલગ કરવા માટે ઉદ્યોગને ‘દ્વિતીયક પ્રવૃત્તિ’ પણ કહે છે.

 

  1. પંચમ પ્રવૃત્તિ એટલે શું?

à પંચમ પ્રવૃત્તિ ની સમજ નીચે મુજબ છે.

ઉચ્ચતમ સ્તર (કક્ષા) ના નિર્ણાયકો તથા નીતિ નિર્ધારકોનો પંચમ પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે. આમાં જ્ઞાન આધારિત ઉદ્યોગો, જે સામાન્ય રીતે ચતુર્થક સેવાઓથી જોડાયેલા છે. તેમનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ પ્રકારની ચતુર્થક પ્રવૃત્તિઓ અને પંચમ પ્રવૃત્તિઓ વચ્ચે સૂક્ષ્મ તફાવત છે.

 

  1. પરિવહનનાં મુખ્ય માધ્યમો જણાવો.

à પરિવહનનાં મુખ્ય માધ્યમો નીચે પ્રમાણે છે :

(1) જમીનમાર્ગો : (i) સડક માર્ગ અને (ii) રેલમાર્ગ,

(2) જળમાર્ગો : (i) આંતરિક જળમાર્ગ અને (ii) દરિયાઈ જળમાર્ગ.

(3) હવાઈ માર્ગો : (i) રાષ્ટ્રીય હવાઈ માર્ગ અને (ii) આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ.

(4) પાઇપલાઇન

(5) રોપ-વે

 

  1. ભારતનો આંતરિક વ્યાપાર એટલે શું?

à ભારતનાં કોઈ પણ રાજ્ય કે વિસ્તારો વચ્ચે થતી ચીજ વસ્તુઓ કે સેવાઓની આપ – લે ને ભારતનો આંતરિક વ્યાપાર કહે છે. ઉદાહરણ તરીકે પંજાબના ઘઉં ગુજરાત ખરીદે કે ગુજરાતનાં એરંડા મહારાષ્ટ્ર ખરીદે તો તે રાજ્યો વચ્ચેનો આંતરિક વ્યાપાર કહેવાય.

 

  1. ફેરી બંદર કોને કહેવાય છે?

à જ્યાં ગીચ વસ્તીના પ્રદેશો હોય અને ટાપુમય વિસ્તારો પર માનવવસ્તી હોય તો નાની સ્ટીમર જેવાં સાધનો દ્વારા એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જવા આવવા માટે નાનાં બંદરો વિકાસ પામતા હોય છે તેને ફેરીબંદર (Ferry Port) કહે છે.

 

  1. સંસાધનોનું વર્ગીકરણ કરો.

à સંસાધનોને આ પ્રમાણે વર્ગીકૃત કરી શકાય છે :

(1) માલિકીના આધારે સંસાધનો : પારિવારિક, રાષ્ટ્રીય, વૈશ્વિક વગેરે.

(2) પુન:પ્રાપ્યતાના આધારે : પુન:પ્રાપ્ય, પુન:અપ્રાપ્ય, વિરલ, એકલ વગેરે.

(3) વિતરણની દ્રષ્ટિએ : સર્વ સુલભ, સામાન્ય સુલભ, સંભવિત, અજ્ઞાત વગેરે.

(4) ઉપયોગના આધારે : ઉપયોગ થયા વગરના સંસાધનો અને ઉપયોગ ન થઇ શકે તેવાં સંસાધનો.

 

  1. સારણીકરણ વિશે માહિતી આપો.

à એકત્ર કરેલી ભૌગોલિક તથા આંકડાકીય કુલ માહિતીમાંથી જરૂર હોય તે માહિતીને જુદી તારવી લેવામાં આવે છે અને તેને વિશિષ્ટ સ્વરૂપમાં ગોઠવવામાં આવે છે. આ પ્રક્રિયાને સારણીકરણ (Tabulation) કહે છે. તેના માટે જરૂરી હોય તેટલા ખાનાવાળો કોઠો તૈયાર કરવામાં આવે છે. આવા તૈયાર થયેલા કોઠામાં આંકડાકીય માહિતી જણાવવાની હોય છે. આવા કોઠાને સારણી કહે છે.

કોઈ પણ સારણીમાં તેમાં આપેલી માહિતીસૂચવતું મુખ્ય શીર્ષક હોય છે એકઠી કરેલી માહિતીને સમાવવા માટે હરોળ અને સત્મ્ભના માળખાની સારણી તૈયાર કરી આંકડાકીય માહિતીને સારણીમાં ગોઠવી સારણીનું શીર્ષક આપવામાં આવે છે.

 

  1. GISનો ટૂંકમાં પરિચય આપો.

à GIS – જીઓગ્રાફીક ઇન્ફર્મેશન સિસ્ટમ એ કમ્પ્યુટરની એવી પ્રણાલી છે કે જેની મદદથી વિવિધ સ્ત્રોત દ્વારા પ્રાપ્ત ભૌગોલિક માહિતીનો સંગ્રહ કરી તેમાં જરૂર મુજબની પ્રક્રિયા કરી પ્રસ્તુતિકરણ કરવામાં આવે છે. GIS આવી માહિતીને નકશા પર પ્રદર્શિત કરે છે.

GISનો સૌ પ્રથમ ઉપયોગ 1968માં રોઝર ટોમલિનસન દ્વારા કરવામાં આવ્યો હતો. તેઓ GISના પિતા તરીકે ઓળખાય છે. આ કમ્પ્યુટર આધારિત એક એવી પધ્ધતિ છે તેમાં વિવિધ સ્તરની ક્ષેત્રિય માહિતીના અવ્લોકાનોનો સંગ્રહ કરવામાં આવે છે.

આ પ્રણાલી બાંધકામ, જાહેર આરોગ્ય, ગુનાખોરી, રાષ્ટ્રીય સુરક્ષા, ટકાઉ વિકાસ, કુદરતી સંસાધનો, ભુદ્રશ્ય, પરિવહન, જાહેર સુવિધાઓના સ્થાનીયકરણ, કુદરતી આપદાઓનું આકલન અને વ્યવસ્થાપન તેમજ પ્રાદેશિક-આર્થિક આયોજનો સાથે જોડાયેલ છે.

Std 12 Bhugol Imp paper Solution

Share
Published by
Sahil

Recent Posts

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર ગુજરાત માધ્યમિક…

18 hours ago

Result Std 10 And 12 || રિઝલ્ટ

ધોરણ 12 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક કરો ધોરણ 10 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક…

3 days ago

Top 5 Demanding Courses 2026 : ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?

ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?…

2 weeks ago

ગુજરાત બોર્ડ ધોરણ 10 રિઝલ્ટ : શું 25 એપ્રિલે આવશે પરિણામ? જાણો હકીકત

ગુજરાત બોર્ડ ધોરણ 10 રિઝલ્ટ: શું 25 એપ્રિલે આવશે પરિણામ? જાણો હકીકત ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવાયેલી…

2 weeks ago

ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ના પરિણામ 2026: જાણો ક્યારે જાહેર થશે તમારું રિઝલ્ટ

ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ના પરિણામ 2026: જાણો ક્યારે જાહેર થશે તમારું રિઝલ્ટ…

2 weeks ago

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam ||

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…

2 months ago