Categories: Trending

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માં થશે દયાની એન્ટ્રી ! અસિતકુમાર મોદી એ કર્યો મોટો ખુલાસો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા : તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા ઘણા સમયથી લોકોને હસાવી રહ્યું છે. અત્યાર સુધી તારક મહેતાના આ શો ના 4000+ એપિસોડ બની ગયા છે. ફેન્સ એકપણ એપિસોડ જોવાનું ચૂકતા નથી. કોમેડી શો માં જેઠાલાલ, અય્યર, ભીડે, પોપટલાલ, ટપ્પુ સેના અને મહિલા મંડળની જુગલબંધી ખૂબ પસંદ કરવામાં આવે છે.

ઘણા જૂના એક્ટર એ TMKOC ને અલવિદા કહી દીધું છે, તેમાં સૌથી વધુ ફેન્સ દયાબેન ને યાદ કરે છે, તેમની ગરબા રમવાની સ્ટાઇલ અને કોમેડી ને લોકો ખૂબ જ યાદ કરે છે. ઘણા એપિસોડ માં તેની ગેરહાજરી અનુભવાય છે. તાજેતરમાં જ અસિતકુમાર મોદીએ દયાબેન નો રોલ કરનાર દિશા વાકાણી ની વાપસી પર મૌન તોડયું છે. પોપ્યુલર સિટકોમમાં દયાબેન ની ભૂમિકા ભજવનાર દિશા એ 2018માં મેટરનિટી લીવ લીધી હતી ત્યારથી તેઓ હજુ સુધી ક્યારેય શો માં જોવા જ નથી મળ્યા.

દયાની વાપસી પર અસિતકુમાર મોદીએ શું કહ્યું ?

અસિતકુમાર મોદીએ હાલમાં જ મીડિયા સાથે વાતચીત દરમિયાન એક ઇન્ટરવ્યુ માં કહ્યું હતું કે ” દયા બેન ને પાછા લાવવા ખૂબ જ જરૂરી છે. કારણ કે મનેં પણ દયાબેનની યાદ આવે છે. ક્યારેક સંજોગો એવી રીતે બદલાય છે કે અમુક બાબતો બને છે. અને તેમાં વિલંબ થાય છે. ક્યારેક સ્ટોરી લાંબી થઈ જાય છે. ક્યારેક મોટી ઘટનાઓ બને છે”.

શું દયાનો રોલ દિશા વાકાણી જ કરશે ?

અસિતકુમાર મોદીએ વધુ આગળ જણાવ્યું હતું કે, “દિશા પાછા શો માં ફરે તેવી શક્યતાઓ ઓછી છે. કારણ કે તેને બે બાળકોનો ઉછેર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. મેકર્સ એ કહ્યું “હજુ પણ અમે ટ્રાય કરી રહ્યા છીએ, મારું માનવું છે કે દિશા વાકાણી પરત નહીં આવે શકે કારણ કે તેને બે બાળકો છે. તે મારી બહેન જેવી છે. આજે પણ અમારો તેના પરિવાર સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે. મારી બહેન દિશા એ મને રાખડી બાંધેલી છે. તેનાં પિતા અને ભાઇ પણ મારા માટે એક પરિવાર છે. અમે 17 વર્ષથી સાથે કામ કરી રહ્યા છીએ. હવે અમે એક પરિવાર બની ગયા છીએ.

શું બીજી દયાની થશે એન્ટ્રી ?

મેકર એ આગળ કહ્યું કે હવે દિશા નું પાછા ફરવું ખૂબ મુશ્કેલ છે, કારણ કે લગ્ન પછી સ્ત્રીઓનું જીવન બદલાઈ જાય છે. નાના બાળકો સાથે કામ કરવું અને ઘર સંભાળવું મુશ્કેલ થઈ જાય છે. પરંતુ હું હજુ પણ પોઝિટિવ છું. કોઈક રીતે મને હજુ એવું લાગે છે કે ભગવાન કંઇક ચમત્કાર કરશે અને તે પાછી આવશે. જો તે શો માં પાછી આવે તો સારી વાત રહેશે. જો તે કોઈ કારણસર ના આવે તો મારે શો માટે બીજી દયાબેન શોધવી પડશે.

આવી જ લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને સમયસર આવી જ લેટેસ્ટ અપડેટ્સ મળતી રહે. 

જીઓ નો નવો પ્લાન લોન્ચ, માત્ર 458 રૂપિયામાં 3 મહિનાનું રિચાર્જ થશે! જાણો સંપૂર્ણ માહિતી

ફક્ત 48 કલાકમાં થશે ! કેન્સર ડિટેકશન થી લઈને વેક્સિનેસન સુધીની પ્રોસેસ, Oracle ના CEO નો મોટો દાવો

Recent Posts

Gold Price Today: સોનાનો ભાવ સતત ત્રીજા દિવસે તેજીમાં, ચાંદી પણ ચમકી

Gold Price Today: સોનાનો ભાવ સતત ત્રીજા દિવસે તેજીમાં, ચાંદી પણ ચમકી – જાણો આજના…

3 hours ago

ધોરણ 12 ફેલ હોય કે પાસ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો // બેસ્ટ કેરિયર વિશે માહિતી

ધોરણ 12 ફેલ હોય તો પણ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો //…

2 days ago

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર ગુજરાત માધ્યમિક…

5 days ago

Result Std 10 And 12 || રિઝલ્ટ

ધોરણ 12 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક કરો ધોરણ 10 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક…

1 week ago

Top 5 Demanding Courses 2026 : ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?

ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?…

2 weeks ago

ગુજરાત બોર્ડ ધોરણ 10 રિઝલ્ટ : શું 25 એપ્રિલે આવશે પરિણામ? જાણો હકીકત

ગુજરાત બોર્ડ ધોરણ 10 રિઝલ્ટ: શું 25 એપ્રિલે આવશે પરિણામ? જાણો હકીકત ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવાયેલી…

2 weeks ago