Trending

અંબાજીના મેળા માટે લોકોની ભીડ ઉમટી, ભાદરવી પૂનમના દિવસે ભવ્ય મેળો ઉજવાશે!

અંબાજીના મેળા માટે લોકોની ભીડ ઉમટી, ભાદરવી પૂનમના દિવસે ભવ્ય મેળો ઉજવાશે!

નમસ્કાર મિત્રો અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે તેવા સમયમાં લાખો લોકો અંબાજી માતાના દર્શને આવે છે, આજે આ મેળાને ચાર દિવસ પૂર્ણ થયા છે, 51 શક્તિપીઠમાં નું મહત્વનું ગણાતું આ  મંદિર ખાતે સાત દિવસનો ભાદરવી પૂનમનો મેળો નું આયોજન કરવામાં આવતું હોય છે. માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવતા લોકો દૂરથી પગપાળા ચાલીને આવતા હોય છે અને માતાજીના દર્શન કરતા હોય છે. તો અત્યારે આ મેળામાં કેટલા લોકો આવી રહ્યા છે તેના વિશે આજે અમે તમને સંપૂર્ણ વિગતવાર માહિતી આપવાના છીએ.

આજે તારીખ 16 સપ્ટેમ્બરના રોજ લગભગ 6 લાખ ઉપર ભક્તોએ દૂર દૂરથી પગપાળા તેમજ મોટર માર્ગે પહોંચીને માતાના દર્શન કર્યા હતા. જ્યારે છેલ્લા 4 દિવસમાં લગભગ 16.36 લાખ ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. રવિવારના દિવસે લગભગ 662 ધ્વજાઓ માતાને ચડાવવામાં આવી હતી, અત્યારના સમયમાં અંબાજી પૂનમનો મેળો મધ્યાંતરે પહોંચતા જલોત્રા થી માતાજી સુધીના માર્ગ ઉપર પદયાત્રિકોનું ભારે ઘસારો જોવા મળી રહ્યો છે ત્યારે “અંબાજી દૂર હે જાના જરૂર હે” ના અવાજ સાથે યાત્રિકો સતત આગળ વધી રહ્યા છે જોકે આ સમયમાં વરસાદના વિરામ બાદ ભાદરવો આકરો તપતા પદયાત્રી કો ગરમીથી બચવા માટે છત્રીઓ માથા પર ઓઢીને ચાલતા જોવા મળી રહ્યા છે.

આ વાંચો:- શું નવરાત્રિમાં ભુક્કા બોલાવશે વરસાદ? જાણો વરસાદની આગાહી

Ambaji

અંબાજીના મેળામાં અઢળક લોકો આવવાના કારણે પૂનમના મેળા દરમિયાન પરિવારથી વિખુટા પડે અથવા ગુમ થવાના કિસ્સામાં તેમના પરિવાર સાથે બાળકોનું મિલન કરાવવા બાલ સહાયતા કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે, જેથી પોતાના માતા પિતા થી દૂર થયેલા બાળકોને જલ્દીથી તેમની પાસે પહોંચાડવાનું કામ આ બાલ સહાયતા કેન્દ્ર કરી રહ્યું છે. અંબાજી ખાતે દાંતા કામાક્ષી મંદિર અને ખોડિવલી સર્કલ એમ આ ત્રણ જગ્યાએ કેન્દ્ર બનાવવામાં આવ્યા છે, ભાદરવી પૂનમના મેળામાં રવિવાર સુધીમાં 12 સહાયતા કેન્દ્રો પરથી પાંચ હજાર જેટલા બાળકોને તેમના નામ સરનામા ઇમરજન્સી મોબાઈલ નંબર લખીને આઈકાર્ડ પહેરાવવામાં આવ્યા છે જેથી ગુમ થયેલા બાળકોને તેમના માતા-પિતા જલ્દીથી શોધી શકે.

જો મિત્રો આ રીતે તમે દરરોજ નવા સમાચાર વાંચવા માંગતા હોય તો અત્યારે જ અમારા WhatsApp Group ને જોઈન કરો.

આ વાંચો:- 

Recent Posts

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam ||

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…

4 weeks ago

STD 12 Tatvgyan IMP Board Exam

STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન  MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…

4 weeks ago

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam   બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…

1 month ago

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…

1 month ago

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર સોલ્યુસન

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…

2 months ago

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…

3 months ago