Categories: Sarkari Job

પોસ્ટ ઓફિસ ભરતી 2024 : ધોરણ 10 પાસ ઉપર આવી ભરતી, પરીક્ષા વિના નોકરીનો મોકો

પોસ્ટ ઓફિસ ભરતી 2024 : ધોરણ 10 પાસ ઉપર આવી ભરતી, પરીક્ષા વિના નોકરીનો મોકો

પોસ્ટ ઓફિસ ભરતી 2024 : નમસ્કાર મિત્રો જે પણ લોકો એક સરકારી નોકરીની રાહ જોઈને બેઠા છે તેમના માટે આજે અમે એક બહુ જ સારા સમાચાર લઈને આવ્યા છીએ, પોસ્ટ વિભાગમાં આવે છે બહુ જ મોટી પડતી તેના વિશે આજના લેખમાં અમે તમને સંપૂર્ણ જાણકારી આપવાના છીએ. આ ભરતી ની ખાસ વાત એ છે કે તમે માત્ર 10 પાસ હોય તો પણ તમે આ ભરતીમાં તમારી અરજી કરી શકો છો અને તમારે કોઈ પણ પરીક્ષા આપવા વગર જ તમને નોકરી મળી શકે તેવું મોકો છે. તો ચાલો મિત્રો આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરીએ.

 

પોસ્ટ ઓફિસ ભરતી 2024

આ ડાક વિભાગ ની ભરતી કેટલા પદ ઉપર આવી છે તેની વાત કરીએ તો સંપૂર્ણ ભારતમાં લગભગ 44,228 જગ્યાઓ છે, આ એક ખૂબ જ મોટી ભરતી ગણી શકાય છે, આમાંથી લગભગ 2039 જેટલી ખાલી જગ્યાઓ ગુજરાતમાં છે જેમાં તમે અરજી કરી શકો છો, વાત કરીએ કે પોસ્ટ ઓફિસમાં કયા કયા પદો ઉપર ભરતી આવી છે તો, બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, અને ડાક સેવક આ ત્રણ પ્રકારના પદો ઉપર પોસ્ટ ઓફિસ ની ભરતી આવે છે. જો તમને પોસ્ટ વિભાગમાં નોકરી લેવાની ઈચ્છા હોય તો તમે આ ભરતી માટે તમારી અરજી કરી શકો છો.

Skip to PDF content

અરજી કઈ રીતે કરવી એ તમને ખબર ના હોય તો આ લેખને અંત સુધી વાંચો અમે તમને આગળ જણાવવાના છીએ. આ ભરતી ની અંદર અત્યારે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અરજી પ્રક્રિયા 15 જુલાઈ 2024 ના દિવસથી શરૂ થઈ હતી અને 5 ઓગસ્ટ 2024 સુધી આ અરજી પ્રક્રિયા શરૂ થશે તો તમે વહેલી તકે આ ભરતીમાં તમારી અરજી કરી શકો છો.

 

ભરતીનું નામ

પોસ્ટ ઓફિસ ભરતી
કુલ જગ્યાઓ 44228
ગુજરાતમાં કુલ જગ્યાઓ 2039
અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઇન
અરજી કરવા માટેની લીંક

https://indiapostgdsonline.gov.in/reg_validation.aspx

 

પોસ્ટ ઓફિસ ભરતી 2024 માટે વયમર્યાદા

જે પણ વિદ્યાર્થીઓ આ પોસ્ટ ઓફિસ ની ભરતી ની અંદર પોતાની અરજી કરવા ઈચ્છે છે તેમનું સૌથી મોટો સવાલ હશે કે આ પોસ્ટ વિભાગ માટે વયમર્યાદા કેટલી રાખવામાં આવે છે, પોસ્ટ ઓફિસ વિભાગ દ્વારા ઓફિસિયલ નોટિફિકેશન આવ્યું તેમાં જણાવ્યું છે કે જે પણ વિદ્યાર્થીઓ પોસ્ટ ઓફિસ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તેમની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ, અને વધુમાં વધુ 40 વર્ષ હોય તો ચાલે. આ વયમર્યાદામાં અમુક જ્ઞાતિ માટે છૂટ પણ આપવામાં આવી છે જે તમે વધુ પોસ્ટ ઓફિસ ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જઈને જાણી શકો છો.

પોસ્ટ ઓફિસ ભરતી 2024 માટે શૈક્ષણિક લાયકાત

જે પણ મિત્રો આ ના વિભાગ ની ભરતી માં પોતાની અરજી કરવા ઈચ્છે છે તે ઓછામાં ઓછું 10 મું ધોરણ પાસ હોવા જરૂરી છે, ધોરણ 10 માં ગુજરાતી અંગ્રેજી અને ગણિત આ ત્રણ વિષય ફરજિયાત જરૂરી છે તો જ તમે આ ભરતી માટે તમારી અરજી કરી શકશો, તેની સાથે તમારી પાસે કોમ્પ્યુટરનો બેઝિક કોર્સ નું સર્ટિફિકેટ પણ હોવું જરૂરી છે, જો તમારી પાસે કોમ્પ્યુટર કોર્સનું સર્ટિફિકેટ ના હોય તો તમે ધોરણ 10 કે 12 માં કોમ્પ્યુટર વિષય ફરજિયાત હોવો જરૂરી છે. તેની સાથે જે પણ ઉમેદવારો આ ભરતીમાં અરજી કરે છે તેમને સાયકલ ચલાવતા પણ આવડતું હોવું જરૂરી છે.

પોસ્ટ ઓફિસ ભરતી 2024 માટે અરજી ફી કેટલી?

આ ભરતી ની અંદર જો તમે તમારી અરજી કરવા ઈચ્છો છો અને તમે જનરલ ઇ.ડબલ્યુ.એસ કે ઓબીસી જ્ઞાતિમાંથી આવો છો તો તમારે અરજી કરતી વખતે સો રૂપિયા ફી ભરવી પડશે, અને જો કોઈ મહિલાઓ આ ભરતી માટે અરજી કરે છે તો તેમને એક પણ રૂપિયો ફી ભરવાની જરૂર નથી.

પોસ્ટ ઓફિસ ભરતી 2024 માટે અરજી કઈ રીતે કરવી?

  • જો તમે આ ભરતીમાં અરજી કરવા ઈચ્છો છો તો સૌપ્રથમ તમારે નીચે આપેલી લીંક ઉપર ક્લિક કરીને પોસ્ટ વિભાગની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જવાનું છે.
  • https://indiapostgdsonline.gov.in/reg_validation.aspx વેબસાઈટ ઉપર જઈને તમારે તમારું અરજી ફોર્મ ભરવાનું રહેશે.
  • તમારે અહીં તમારી આવશ્યક માહિતી લખવાની રહેશે અને તેની સાથે અમુક આવશ્યક દસ્તાવેજની ફોટો પણ અપલોડ કરવાની રહેશે.
  • ત્યારબાદ તમારે તમારી જ્ઞાતિ અનુસાર ફી ભરવાની હોય તો ત્યાંથી તમારે ફી ભરવાની રહેશે અને ત્યારબાદ આ ફોર્મ સંપૂર્ણ ભરાઈ ગયા બાદ તમારે આની પ્રિન્ટ કઢાવી લેવાની છે.

Recent Posts

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam ||

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…

3 weeks ago

STD 12 Tatvgyan IMP Board Exam

STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન  MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…

3 weeks ago

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam   બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…

4 weeks ago

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…

1 month ago

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર સોલ્યુસન

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…

1 month ago

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…

2 months ago