Yojana સરકારી યોજના

Vahali Dikri Yojana 2024 I વ્હાલી દીકરી યોજના માં કઈ રીતે ફોર્મ ભરવું? અહીં જાણો સંપૂર્ણ માહિતી

વ્હાલી દીકરી યોજના :- નમસ્કાર મિત્રો આજે અમે તમને વ્હાલી દિકરી યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવાના છે આ યોજના અંતર્ગત દીકરીઓને સરકાર દ્વારા લાભ આપવામાં આવતો હોય છે, મિત્રો તમને બધાને ખબર જ હશે કે કેન્દ્ર સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો, સુકન્યા સમૃદ્ધિ યોજના વગેરે યોજનાઓ બહાર પાડવામાં આવેલી છે એવામાં ગુજરાતમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ એક યોજના જાહેર કરવામાં આવે છે જે યોજના નું નામ વ્હાલી દિકરી યોજના છે.

જો આપણે એ વાત કરીએ કે વ્હાલી દીકરી યોજના શા માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે તો એવું જણાવવામાં આવ્યું છે કે ઘણા માતા પિતા દીકરીઓને ઓછું ભણાવતા હોય છે અથવા તો દીકરીને નાની ઉંમર માં લગ્ન કરાવી દેવામાં આવે છે, અથવા તો દીકરીને જન્મ આપવો તે તેમને ગમતું નથી, તેના કારણે સરકાર દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે, જેથી દરેક સમાજમાં દીકરીઓની સંખ્યા વધે અને દીકરીઓ પણ આગળ વધે તેવું સરકાર દ્વારા માનવામાં આવે છે, હવે આ યોજના અંતર્ગત દીકરીઓને કેટલો લાભ મળશે આ યોજનામાં ફોર્મ કઈ રીતે ભરવાનું છે? એવી જ રીતે તમારા મનમાં ઘણા બધા સવાલો હશે જેના જવાબ તમને આ લેખમાં મળવાનો છે તો મિત્રો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો.

 

વ્હાલી દીકરી યોજના શા માટે બનાવવામાં આવી છે?

  • દીકરીઓના જન્મદર માં વધારો થાય તે માટે.
  • દીકરીઓના બાળ લગ્ન અટકે તે માટે.
  • દીકરીઓ પણ સારું શિક્ષણ પ્રાપ્ત કરી શકે.
  • દીકરી દીકરા ને સમાન હક મળી રહે તે માટે.
  • મહિલાઓને સ્વ નિર્ભર બનાવવા માટે.

આ વાંચો :- ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના માં વિદ્યાર્થીઓને 19000 થી 90000 સહાય સરકાર આપશે

વ્હાલી દીકરી યોજના માટે પાત્રતા

  • જે પણ દિકરી આ યોજનાનો લાભ લેવા ઇચ્છે છે તે ગુજરાતની નિવાસી હોવી જરૂરી છે તો જ તેમને આ યોજનાનો લાભ મળી શકે છે.
  • જે દીકરીઓનો જન્મ 02/08/2019 પછી થયો હોય તેમને આ યોજનાનો લાભ મળી શકે છે.
Skip to PDF content
  • જે પણ દીકરીના માતા પિતાની આવક બે લાખ રૂપિયાથી ઓછી છે તેમને આ યોજનાનો લાભ મળી શકે છે. (ગ્રામીણ અને શહેરી બંને માટે એક જ આવક માપદંડ રાખેલ છે).
  • જે પણ દીકરીના માતા પિતા ટેક્સના ભારત હોય તેમની દીકરી ને જ આ યોજના નો લાભ મલિશકે છે.
  • દીકરીના પરિવાર પાસે BPL રાશન કાર્ડ હોય તો જ આ યોજનાનો લાભ મળી શકે.
  • જો કોઈપણ દીકરી ના માતા પિતા ના હોય તો તે દીકરીના ભાઈ બહેન અથવા તેના દાદા દાદી ગાર્ડિયન તરીકે દીકરી માટે આ યોજના નો લાભ મેળવવા માટે આવેદન કરી શકે છે.
  • જે પણ દિકરી આ યોજના માં પોતાનું ફોર્મ ભરે છે, ત્યારબાદ તે દીકરીના નાની ઉંમરમાં લગ્ન કરાવી શકાતા નથી, જો દીકરીના નાની ઉંમરમાં લગ્ન કરવામાં આવે તો દીકરીને આ યોજનાનો લાભ મળશે નહિ, અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

વ્હાલી દીકરી યોજના માં કેટલો લાભ મળે છે?

વ્હાલી દીકરી યોજના માં કુલ 1,10,000 રૂપિયાની આર્થિક સહાય સરકાર આપે છે, આ સહાય ત્રણ વખત અલગ અલગ હપ્તો આપવામાં આવશે.

  1. આ યોજનામાં ફોર્મ ભર્યા બાદ જ્યારે દીકરી પહેલા ધોરણમાં ભણવા જાય છે ત્યારે દીકરીને સરકાર દ્વારા 4000 રૂપિયા નો પહેલો હપ્તો આપવામાં આવે છે.
  2. જ્યારે લાભાર્થી દીકરી નવમા ધોરણમાં પ્રવેશ મેળવે છે ત્યારે આ દીકરીને ₹6,000 નો બીજો હપ્તો આપવામાં આવે છે.
  3. ત્રીજો હપ્તો જ્યારે દીકરી અઢાર વર્ષની થાય છે અને બારમું ધોરણ પાસ કરીને આગળ ભણવા માટે સરકાર દ્વારા ત્રીજો હપ્તો આપવામાં આવે છે, જે પણ બાકી રહેલા પૈસા બધા જ આ ત્રીજા હપ્તામાં આપવામાં આવતા હોય છે.

વ્હાલી દીકરી યોજના માટે આવશ્યક દસ્તાવેજ

  • દીકરીના જન્મનું પ્રમાણપત્ર
  • માતા-પિતાના આધાર કાર્ડ
  • દીકરી નું આધાર કાર્ડ જોવું હોય તો
  • આવકનું પ્રમાણપત્ર
  • લાભાર્થી દીકરીના ભાઈ અથવા બહેનનું જન્મ પ્રમાણપત્ર
  • દીકરીના માતા પિતાનું લગ્ન પ્રમાણપત્ર
  • દીકરીના બેન્ક ખાતાની પાસબુક
  • રેશનકાર્ડ

વ્હાલી દીકરી યોજના માટે અરજી કઈ રીતે કરવી?

જે પણ માતા-પિતા પોતાની દીકરી માટે આ યોજના નું લાભ લેવાય ઇચ્છે છે તેમના મનમાં એ સવાલ જરૂર રહેશે કે આ યોજના માટે અરજી કઈ રીતે કરી શકાય તો મિત્રો તમે તમારી દીકરી માટે જો આ યોજનામાં ફોર્મ ભરાઈ જતા હોય તો નીચે આપેલા સ્ટેપમાં ફોલો કરીને આ યોજનામાં ફોર્મ ભરી શકો છો.

સૌપ્રથમ તમારે તમારી નજીકની મામલતદાર કચેરીમાં જવાનું છે ત્યાંથી આ યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે.

ત્યારબાદ તમારી આ ફોર્મમાં જે પણ માહિતી માંગે તેને ધ્યાનપૂર્વક ભરવાની રહેશે,

આ ફોર્મ ને ભર્યા બાદ તમારી તાલુકા કક્ષાએ જઈને ફોર્મ ને જમા કરવાનું છે ત્યાં તમારું ઓનલાઈન ફોર્મ જમા થશે અને તમને એક રીસીપ આપવામાં આવશે.

આ રીતે મિત્રો તમે પણ તમારી દીકરી માટે આ યોજનામાં ફોન કરી શકો છો, જો આના સિવાય કોઈ પણ આ વાલી દિકરી યોજના માટે તમે વધુ માહિતી જાણવા માંગો છો તો તમે તેની ઓફિશિયલ વેબસાઈટ https://wcd.gujarat.gov.in/ ઉપર જઈને વધુ માહિતી મેળવી શકો છો.

આ પણ વાંચો:- ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરો માત્ર બે મિનિટ માં, તમને મળશે 3000 રૂપિયા જાણો કઈ રીતે મળશે પૈસા?

Recent Posts

Kapas Sahay Yojana Gujarat 2026 : કપાસ વાવતાં ખેડૂતોને હેક્ટર દીઠ મળશે 14 હજાર સુધીની સહાય, છેલ્લી તારીખ પહેલા કરો અરજી

Kapas Sahay Yojana Gujarat 2026: નમસ્કાર મિત્રો! રાજ્યના ખેડૂતોને કપાસના પાકનું ઉત્પાદન વધારવા અને આધુનિક…

3 weeks ago

MRF Tyres bharti 2026: 10 પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધી માટે મોટી તક! રહેવા, જમવાનું બધું કંપની તરફથી

MRF Tyres bharti:  નમસ્કાર મિત્રો જો તમે નોકરીની શોધમાં છો અને સારી સેલેરી સાથે મોટી…

2 months ago

PM kisan યોજના : આ ખેડૂતોને નહીં મળે 23મો હપ્તો !! શું તમારા ખાતામાં આવશે ₹2000? અત્યારે જ જાણો !

PM કિસાન યોજના : આ ખેડૂતોને નહીં મળે 23મો હપ્તો! શું તમારા ખાતામાં આવશે ₹2000?…

2 months ago

આવકનો દાખલો બનાવો હવે ઘરે બેઠા મોબાઇલથી માત્ર 10 મિનિટમાં

આવકનો દાખલો બનાવો હવે ઘરે બેઠા મોબાઇલથી માત્ર 10 મિનિટમાં નમસ્કાર મિત્રો આજના ડિજિટલ યુગમાં…

2 months ago

પીએમ ઇન્ટરશિપ યોજના 2026: યુવાનો માટે કમાણી સાથે શીખવાની સુવર્ણ તક

પીએમ ઇન્ટરશિપ યોજના 2026: યુવાનો માટે કમાણી સાથે શીખવાની સુવર્ણ તક ભારત સરકાર દ્વારા દેશના…

3 months ago

Tata scholarship Yojana 2026 | ટાટા શિષ્યવૃત્તિ યોજના

Tata scholarship Yojana 2026 | ટાટા શિષ્યવૃત્તિ યોજના ની અંદર દરેક વિદ્યાર્થીને મળશે 12000 રૂપિયા,…

3 months ago