Top 3 stock : નમસ્કાર મિત્રો, જો તમને શેર માર્કેટ માં રોકાણ કરવામાં રસ છે અને જો તમે તમારા પૈસા ને 1 વર્ષ ની અંદર પૈસા ડબલ કરવા માંગતા હોય તો આજ નો આ લેખ ખાસ તમારા માટે છે. અમે આજે એવા 5 શેર વિષે જાણવા ના છીએ જે શેરે 1 વર્ષ ની અંદર 40% ટકા થી વધારે વળતર આપ્યું છે. તો ચાલો જાણીએ કઈ કઈ કંપની ના છે આ શેર.
સ્ટેટ બેંક ને તો કોણ નથી ઓળખતું. આના શેર વિશે વાત કરીએ તો આના શેર ની કિમત 2023 માં 578 હતી જે વધી ને હાલ 804 રૂપિયા થઈ ગઈ છે. આમ આ શેરે 1 વર્ષ ની અંદર 43.31 ટકા જેટલું વળતર આપ્યું છે. જો તમે 2023 માં આના 10 શેર ને 578 રૂપિયા માં ખરીદ્યા હોત તો તે આજે 8,040 રૂપિયા ના થઈ ગયા હોત.
આ પણ વાંચો : Stock Market : શું છે શેર માર્કેટ અને કેવી રીતે કરશો રોકાણ ? જાણો..
આ શેર ફંડામેન્ટલ ની વાત કરીએ તો માર્કેટ કેપ 7,25,214 કરોડ છે. જ્યારે PE રેશિયો 11.37 ટકા છે અને ROE 18.28 ટકા છે. આના financial ની વાત કરીએ તો આનુ પ્રોફિટ દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે આના બે વર્ષ ના profit ની વાત કરીએ આનુ પ્રોફિટ 2022 માં 36,356 કરોડ રહ્યું હતું જ્યારે 2023 માં 56,558 કરોડ રહ્યું હતું. છેલ્લા બે વર્ષ ના રેવન્યુ ની વાત કરીએ 2022 માં 4,06,973 કરોડ રહ્યું અને 2023 માં 4,73,378 કરોડ રહ્યું.
ટેકનીકલ અનાલિસિસ ની વાત કરીએ તો, છેલ્લા 5 વર્ષ માં sbi નો આ શેરની કિંમત લગાતાર વધી રહી છે, 2019 માં આ શેરની ની કિંમત ફક્ત 308 રૂપિયા હતી જે આજ ની તારીખ માં 804 રૂપિયા થઈ ગઈ છે. ભવિષ્ય માં પણ આ શેર ની કિંમત ખૂબ વધી શકે છે.
ટાટા કંપનીના આ શેર ની કિમત પણ ખૂબ વધી રહી છે.અને આ કંપની ના CEO K krithivasan છે અને founder રતન ટાટા છે. આ શેરે પણ sbi ની જેમ 1 વર્ષમાં 20 ટકા જેટલું વળતર આપ્યું છે. આ શેર ની કિંમત 1 વર્ષ પહેલાં 3,220 રૂપિયા હતી જેની હાલ ની કિંમત 3,847 રૂપિયા છે.
ફંડામેન્ટલ જોઈએ તો આનો માર્કેટ કેપ 13,93,633 કરોડ છે.PE રેશિયો 30.36 ટકા છે જ્યારે ROE 50.73 ટકા છે. ફાઇનાન્સ ની વાત કરીએ તો કંપની નું છેલ્લા વર્ષ નું રેવન્યુ 2,45,315 કરોડ હતું અને 2022 માં 2,28,907 કરોડ નું રહ્યું હતું. જ્યારે પાછળ ના વર્ષનો કુલ પ્રોફિટ 46,099 કરોડ અને 2022 માં 42,303 કરોડ રહ્યો હતો.
ટેકનીકલ ની વાત કરીએ તો આ કંપની ના શેરે છેલ્લા એક વર્ષ માં 20 ટકા અને છેલ્લા પાંચ વર્ષ 74.74 ટકા વળતર આપ્યું છે. એપ્રિલ 2019 માં શેર ની કિંમત ફક્ત 2,135 રૂપિયા હતી જે હાલ વધી ને 3,848 રૂપિયા થઈ ગઈ છે. ભવિષ્ય માં પણ આની કિંમત વધી શકે છે.
આ એક ફાર્મસી કંપની છે જે દવા બનાવવાનું કામ કરે છે. આ કંપની ના શેરએ શેર હોલ્ડર ને 1 વર્ષ ની અંદર 54.40 ટકા નું વળતર આપ્યું છે. એપ્રિલ 2023 માં આ શેર ની કિમત ફક્ત 987 રૂપિયા હતી જેની હાલ ની કિંમત 1,507 રૂપિયા જેટલી થઈ ગઈ છે.
આ કંપની નો માર્કેટ કેપ 3,64,831 કરોડ છે જ્યારે ROE 14.29 અને PE રેશિયો 40.96 ટકા છે. જ્યારે 2022 માં રેવન્યુ 39,730 હતું અને પ્રોફિટ 3,406 રહ્યું હતું. જ્યારે 2023 માં રેવન્યુ 44,394 હતું અને પ્રોફિટ 8,561 થયું હતું.
આ શેર એ છેલ્લા પાંચ વર્ષમાં 225 ટકા જેટલું વળતર આપ્યું છે. અને 2019 માં આ શેર ની કિમત ફક્ત 437 રૂપિયા હતી જેની હાલની કિમત 1,503 રૂપિયા થઈ ગઈ છે. જો તમે આના 10 શેર 2019 માં ખરીદ્યા હોત તો તેની કીમત આજે 15,030 રૂપિયા થઈ ગયા હોત. આની કિંમત ભવિષ્ય માં પણ આના થી વધુ થઈ શકે છે.
ઈ કલ્યાણ શિષ્યવૃત્તિ યોજના માં વિદ્યાર્થીઓને 19000 થી 90000 સહાય સરકાર આપશે
Oppo K12 માં મળશે 12GB RAM, 5500mAh battery સાથે Snapdragon 7 Gen 3, જાણો ક્યારે થસે લોન્ચ
બોર્ડ પરીક્ષા પરિણામ ની તારીખ પાછી ઠેલાઈ, એપ્રિલ મહિનામાં નહીં આવે ધોરણ 10 અને 12 નું રિઝલ્ટ
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.
ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર ગુજરાત માધ્યમિક…
ધોરણ 12 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક કરો ધોરણ 10 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક…
ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?…
ગુજરાત બોર્ડ ધોરણ 10 રિઝલ્ટ: શું 25 એપ્રિલે આવશે પરિણામ? જાણો હકીકત ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવાયેલી…
ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ના પરિણામ 2026: જાણો ક્યારે જાહેર થશે તમારું રિઝલ્ટ…
Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…