આવતીકાલનું હવામાન 2024 : હવામાન વિભાગે કરી આગાહી, કાલથી ફરી મેઘરાજાનું જોર વધશે !

આવતીકાલનું હવામાન 2024 : રાજયની અંદર છેલ્લા એક સપ્તાહ થી મેઘરાજા મહેરબાન થયા છે. તમામ જિલ્લાઓ ની અંદર વરસાદ વરસ્યો છે. તેવામાં ફરીથી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે કચ્છ અને સૌરાષ્ટ્ર જિલ્લાના નજીક ફરી એક ડીપ ડિપ્રેશન સક્રિય બન્યું છે. જે આગામી 6 કલાક ની અંદર ડીપ ડિપ્રેશન ચક્રવાત માં રૂપાંતરિત થશે.

હવામાન વિભાગના અનુસાર રાજ્યમાં ફરી 1 સપ્ટેમ્બર થી વરસાદ નું જોર વધશે. હવામાન વિભાગે આજે નવસારી, વલસાડ, દાદર , દાદરાનગર હવેલી ભારે વરસાદની આગાહી કરી છે.

વરસાદ બંધ થયો હોવા છતાં અનેક ગામો માં કેડ સમા પાણી ભરાયાં

રાજ્યમાં બે દિવસ થી મેઘરાજાએ વિરામ લીધો છે છતાંય અનેક ગામો માં કેડ સમા પાણી ભરાઈ ગયા છે જેના લીધે લોકો ને મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદ ના પગલે કચ્છ અને સૌરાષ્ટ્ર જિલ્લામાં જળબંબાકારની સ્થતિ સર્જાઈ છે. લોકો વરસાદી આફત માંથી બહાર નીકળે તે પહેલાં જ અરબી સમુદ્ર માં સક્રિય થયેલ વાવાઝોડા ના કારણે મુન્દ્રા, માંડવી અને અબડાસા માં ભારે પવન ફૂંકાતા લોકોમાં મુશ્કેલી વધી.

આ પણ વાંચોઅંબાલાલ પટેલે કરી વધુ એક ચિંતાજનક આગાહી, ફરીથી આ જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે!

અમદાવાદ

ભારે વરસાદના કારણે અમદાવાદના રોડ પર 19625 ખાડા પડી ગયા છે. અમદાવાદ મ્યુંસિપલ કોર્પોરેશન પાસે થી મળતી માહિતી અનુસાર, ખાડા ભૂવા પાડવા કે રોડ બેસી જવાની ઘટના સૌથી વધુ ઘટના ઇસ્ટ ઝોનમાં પડી છે, ઇસ્ટ ઝોનમાં 5197 ઘટના બની છે. બીજા નંબરે સાઉથ ઝોન છે જ્યાં 4388 જેટલા ખાડા પડ્યા છે. ત્રીજા નંબરે નોર્થ વેસ્ટ ઝોન વિસ્તાર છે જ્યાં 3150 જેટલા ખાડા પડ્યા છે જ્યારે નોર્થ ઝોનમાં 2228 જેટલા ખાડા નોંધાયા છે.

કોલેરાનો ખતરો

રાજ્યમાં વરસાદ વરસ્યા પછી સૌથી વધુ કોલેરાનો ખતરો મંડાઈ રહ્યો છે. રાજ્યના ચાર મહાનગરોની અંદર જાન્યુઆરી મહિનાથી લઈને અત્યાર સુધી 253 કોલેરાનો કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં 193, વડોદરા માં 28, રાજકોટમાં 19 અને સુરત માં 13 કેસ નોંધાયા છે.

રાજકોટના ચાર વિસ્તારોને કોલેરા ગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યા છે. રાજકોટની કોટક શેરીમાં 43 વર્ષીય મહિલાનું કોલેરાને કારણે મોત થતાં 2 કિલોમીટર સુધીના વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યા છે.

આવા જ પ્રકાર ના સમાચાર વાંચવા માટે અમારા whatsapp group ને જોઇન કરો જેથી તમને હવામાન રીલેટેડ અપડેટ્સ મળતી રહે.

વધુ વાંચો :

ગુજરાત પોલીસ ભરતી માં વધુ એક નોકરી ની તક, જો હજી સુધી અરજી ના કરી હોય તો અરજી કરવાની મોકો

સાયકલોન અસના : ગુજરાત પર અસનાનો ખતરો,  80 વર્ષ બાદ આવી રહ્યું છે આવું વાવાઝોડું !

પીએમ જન ધન યોજના ના 53 કરોડ લોકોના ખાતામાં 2 લાખ કરોડ રૂપિયા થયા જમા, 10 વર્ષ થયાં પૂર્ણ

Recent Posts

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam ||

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…

3 weeks ago

STD 12 Tatvgyan IMP Board Exam

STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન  MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…

4 weeks ago

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam   બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…

4 weeks ago

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…

1 month ago

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર સોલ્યુસન

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…

1 month ago

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…

3 months ago