અરવિંદ કેજરીવાલ ( Arvind kejriwal ): દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને માર્ચ 2024માં દિલ્હી શરાબ નીતિ કૌભાંડમાં સંડોવણીના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ Enforcement Directorate (ED) દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ લગભગ 170 દિવસ સુધી તિહાર જેલમાં રહ્યા હતા.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ને મોટી રાહત મળી છે. અરવિંદ કેજરીવાલ ને 170 દિવસ બાદ કેજરીવાલ ને જામીન મળ્યા છે.
જસ્ટિસ સૂર્યકાંત તેમજ જસ્ટિસ ઉજ્જવલ ભૂઈયાની ખંડપીઠે આ ઓર્ડર સંભળાવ્યો છે. તેમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલ ને લિકર પોલિસી કૌભાંડ કેસ માં અરવિંદ કેજરીવાલ ની ધરપકડ કરવામાં આવી હતી ત્યાર બાદ તેમને 1 એપ્રીલએ તિહાર જેલમાં મોકલવામાં આવ્યા હતા.
10 મે એ તેમને ચૂંટણી પ્રચાર માટે છોડવામાં આવ્યા હતા. આ મુક્તિ 21 દિવસ જેલમાં રહ્યા બાદ મળી હતી. સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલ ને 1 જૂન સુધી પ્રચાર કરવા માટે મુક્તિ આપી હતી ત્યાર બાદ તેમને 2 જૂને તિહાર જેલમાં સરેન્ડર કર્યું હતું.
આ પણ વાંચો : Gujarati Samachar: ક્રાઈમ બ્રાન્ચે 1 કિલોથી વધારે ડ્રગ્સ ઝડપ્યુ, જેની કિંમત 1 કરોડ!
આજે ( 13 સપ્ટેમ્બરે ) લગભગ 170 દિવસ બાદ અરવિંદ કેજરીવાલ ને મુક્તિ મળી છે. જો 21 દિવસ ની મુક્તિને બાદ કરવામાં આવે તો અરવિંદ કેજરીવાલે 156 દિવસ જેલમાં વિતાવ્યા છે.
સુનાવણી દરમીયાન સિંઘવીએ કહ્યું હતું કે , “સીબીઆઇએ અરવિંદ કેજરીવાલ ની એફાઇઆર નોંધાવ્યા બાદ 2 વર્ષ સુધી ધરપકડ ના કરી, પરંતુ મની લોડ્રિંગના મામલે તેમની મુક્તિને રોકવા માટે ઉતાવળમાં ‘ ઇનસ્યોરન્સ અરેસ્ટ ‘ કરવામાં આવ્યું. સીબીઆઇએ અરવિંદ કેજરીવાલ ને અસહયોગ અને ટાલમટોલ જવાબ માટે ધરપકડ કરી પરંતુ સુપ્રીમ કોર્ટ ના ઘણા ચુકાદા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, તપાસમાં સહયોગ નો અર્થ એવો નથી કે, આરોપી પોતાની દોસી સાબિત કરે અને કથિત ગુનાઓની કબૂલાત કરે. મુખ્યમંત્રીના પર બેઠેલા બંધારણીય પદાધિકારી કેજરીવાલને જામીન આપવા માટે ટ્રિપ્લ ટેસ્ટ પૂરી કરવામાં આવી. તેમના ભાગવાનું જોખમ નથી, તે તપાસ એજન્સીઓના પ્રશ્નનો જવાબ આપવા આવશે, અને બે વર્ષ બાદ લાખો પન્ના દસ્તાવેજ અને ડિજીટલ પુરાવા સાથે છેડછાડ નથી કરી શકતા”
સીબીઆઇ ને શંકા છે કે અરવિંદ કેજરીવાલ ને જામીન મળ્યા બાદ ઘણા સાક્ષી ના નિવેદનો બદલી જશે, તેથી સીબીઆઇએ સુપ્રીમ કોર્ટને અરવિંદ કેજરીવાલે ને જામીન ના આપવા માટે આગ્રહ કરવામાં આવ્યો. એએસજી રાજુએ કહ્યું હતું કે, “ગોવા વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ની તરફથી મેદાને ઉતારનાર ઘણા ઉમેદવાર કેજરીવાલની ધરપકડ બાદ જ કેન્દ્રીય એજન્સી સમક્ષ પોતાનું નિવેદન આપવા માટે આગળ આવ્યા છે, જો તમે અરવિંદ કેજરીવાલ ને જામીન પર મુક્ત કરશો તો ઘણા સાક્ષી પોતાના નિવેદન થી પલટી જશે. અરવિંદ કેજરીવાલ ની અરજીને ટ્રાયલ કોર્ટમાં પાછી મૂકવી જોઈએ અને તેમને પહેલીવાર માં જ દિલ્હી હાઇ કોર્ટમાં જામીન માટે અરજી દાખલ ના કરવી જોઈએ. ધરપકડ એક તપાસનો ભાગ છે જે સામાન્ય રીતે કોઈ પણ તપાસ અધિકારીની ધરપકડ માટે કોર્ટની મંજૂરીની જરૂર નથી હોતી, પરંતુ વર્તમાન મામલે કોર્ટે ધરપકડ કરવાનો ઓર્ડર આપ્યો હતો. જ્યારે કોર્ટના અનુસાર, ધરપકડ કરવામાં આવે છે તો આરોપી મૌલિક અધિકારોના ઉલંઘન ની દલીલ નથી કરી શકતો”.
નોંધનીય એ છે કે, દિલ્હીના પૂર્વ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર મનીષ સિસોદિયા ને પણ 9 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે રાહત આપી હતી. 17 મહિના બાદ મનીષ સિસોદિયા જામીન પર બહાર આવ્યા હતા. મનીષ સિસોદિયા ને કથિત દારૂ નીતિ કોભાંડ કેસ માં ટ્રાયલ શરૂ થવાના વિલંબ ના કારણે સુપ્રીમે કોર્ટે જામીન આપ્યા હતા.
રેલવે વિભાગ ભરતી : 11 હજારથી વધુ જગ્યાઓ ઉપર રેલવેમાં ભરતી, જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા
Tecno Pova 6 Neo 5Gમાં મળશે 8GB રેમ અને 256GB સ્ટોરેજ એ પણ ફક્ત 12 હજાર રૂપિયામાં,
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.
Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…
STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…
Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…
Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…
Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…
std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…