Bajaj freedom 125 CNG
Bajaj freedom 125 : ઓટોમોબાઇલ નો ઉદ્યોગ ઝડપી પરિવર્તન માંથી પસાર થઇ રહ્યો છે, એવા માં બજાજ કંપની એ દુનિયાની પહેલી CNG બાઈક ને લોન્ચ કરીને દુનિયાભર ની અંદર તહલકો મચાવી દીધો છે, આ બાઈક નું નામ Bajaj Freedom 125 છે. આ બાઈક cng ની સાથે સાથે પેટ્રોલ દ્વારા પણ ચાલે છે. ભારત ના ટુ વ્હીલર સેગમેંટ ની શરૂઆત સ્કૂટર દ્વારા થઈ હતી જે ધીરે ધીરે સ્કૂટી, બાઈક, અને પછી ઇલેક્ટ્રિક સ્કૂટર દ્વારા થઈ હતી.
બજાજ ઓટો એ હાલ માં જ આપણા રોડ, હાઈવે તથા ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી ની હાજરી માં વિશ્વ ની પહેલી CNG બાઈક ને લોન્ચ કરી છે. આ બાઈક નો મુખ્ય ઉદ્દેશ પેટ્રોલ સંચાલિત બાઈક ઓ માટે સ્વચ્છ અને પર્યાવરણ ને વધુ અનુકૂળ વિકલ્પ પૂરો પાડવાનો છે. બજાજ કંપની એ cng બાઈક લોન્ચ કરીને ઑટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી માં ક્રાંતિ લાવવાનો પ્રયાસ કરી રહી છે.
આ લેખ નાં માધ્યમ થી અમે તમને Bajaj Freedom 125 ના ટોપ ફીચર્સ અને તેના અલગ અલગ વેરીઅંટ ના ભાવ વિશે જણાવીશું જેથી આ લેખ ને અંત સુધી વાંચજો.
બજાજ ફ્રીડમ એક હાઇબ્રિડ બાઈક તરીકે ઓળખાય છે, જેમાં બે ટાંકી આપવામાં આવી છે, એક ટાંકી CNG માટે અને બીજી ટાંકી પેટ્રોલ માટે. CNG ટાંકી ની અંદર 2 કિલો CNG ભરી શકાય છે, જ્યારે પેટ્રોલ ટાંકી માં 2 લિટર પેટ્રોલ ભરી શકાય છે. બાઇકના ટાંકીની સપાટી પર સ્થિત બંને ફિલિંગ પોઇન્ટ ને સરળ એક્સેસ સાથે આપવામાં આવ્યા છે, એક પેટ્રોલ નોજલ માટે અને બીજો cng નોજલ માટે. cng ટાંકી બાઈક ની સીટ નીચે આપવામાં આવેલી છે અને જ્યારે પેટ્રોલ ની ટાંકી સીટ ના આગળના ભાગ માં આપવામાં આવી છે.
Skip to PDF contentઆ પણ વાંચો : Royal Enfield Guerrilla 450 ભારત માં લોન્ચ, શરૂઆતી કિંમત 2.39 લાખ, જાણો specs
બજાજ ફ્રીડમ 125 સિંગલ સિલેન્ડર એન્જિન દ્વારા સંચાલિત થાય છે, જે 9.4 bhp અને 9.7 nm torque જનરેટ કરે છે. આ બાઈક ની અંદર 5 સ્પીડ ગિયર બોક્સ સાથે પ્રદાન કરવામાં આવી છે. બજાજ ફ્રીડમ CNG મોડ ની અંદર 102 કિમી પ્રતિ કિલો ની માઈલેજ આપે છે, જ્યારે પેટ્રોલ મોડ માં 65 કિમી પ્રતિ લીટર ની માઈલેજ આપે છે. જો આ બાઈક ફકત cng મોડ માં ચાલે તો બાઇક 200 કિલો મીટર સુધી આવરી શકે છે. અને જો આ બાઈક ને બંને મોડ માં ચલાવવા માં આવે તો આ બાઈક 300 કિમી આવરી શકે છે. જે વ્યક્તિ ઇંધણ ખર્ચ ને ઘટાડવા માંગતા હોય તેમના માટે આ બાઈક ઉત્તમ છે.
બજાજ કંપની બજાજ ફ્રીડમમાં વિશ્વ ની સૌથી લાંબી સીટ આપવાનો દાવો કરે છે, આ સીટ નું માપ 785 mm છે. આ લાંબી, સપાટ અને આરામદાયક, સિંગલ પીસ સીટ ની નીચે 2 કિલો નું cng સિલેન્ડર ને સમાવવા માટે આ સીટ ને આટલી લાંબી બનાવવા માં આવી છે, જે આ બાઈક માં આરામ અને વ્યવહારિકતા આપે છે.
બજાજ ફ્રીડમ 125 cng બાઈક માં મોંનો લિકડ સસ્પેન્શન અને આરામદાયક અને સૌથી લાંબી સીટ સહિત ની સુવીધાઓ આપવામાં આવી છે. આધુનિક સુવિધાઓમાં ડિજીટલ સ્પીડો મીટર, બ્લૂટૂથ કનેક્ટીવીટી અને હેડલેમ્પ વગેરે આપવામાં આવ્યા છે. બેસ્ટ હેન્ડલિંગ માટે, તેમાં આગળ ના ભાગમાં ટેલેસ્કોપીક ફોર્ક અને પાછળ એક જ આંચકો છે. આ બાઈક માં આગળ ના વ્હીલ માં ડિસ્ક બ્રેક અને પાછળ ના વ્હીલ માં ડ્રમ બ્રેક અને સાથે ABS ચેનલ સાથે સિક્યોરિટી માં વધારો કરવામાં આવ્યો છે.
Bajaj freedom 125 drum : આ બાઈક ની એક્સ શોરૂમ કિંમત 95,000 રૂ. છે. આ બાઈક ના ફીચર ની વાત કરીએ તો આમાં કનેક્ટીવીટી વગર ની એલસીડી સ્ક્રીન, હેલોજન હેડલેમ્પ, 17 ઇંચ ના આગળ ના ટાયર અને 16 ઇંચ ના પાછળ ના ટાયર, ડ્રમ બ્રેક આપવમા આવ્યા છે.
આ વાંચો: ચાંદીપુરા વાયરસ નો કહેર : ગુજરાતમાં અત્યાર સુધી 27 બાળકોના મોત, 24 કલાકમાં 10 કેસ નોંધાયા
Bajaj freedom 125 Drum LED : આ બાઈક ની એક્સ શોરૂમ કિંમત રૂ. 1,05,000 છે, આ બાઈક ના ફીચર ની વાત કરીએ તો આ બાઈક ની અંદર કનેક્ટીવીટી વગર ની એલસીડી સ્ક્રીન, એલઇડી હેડ લેમ્પ, અને ડ્રમ બ્રેક આપવામાં આવ્યા છે.
Bajaj freedom 125 Drum LED : આ બાઈક ની એક્સ શોરૂમ કિંમત ની વાત કરીએ તો આની કિમત રૂ. 1,10,000 છે. આના મુખ્ય ફીચર્સ માં બ્લૂટૂથ કનેક્ટીવીટી ની સાથે ઇન્વેરટેડ ફૂલ એલસીડી સ્ક્રીન, એલઈડી હેડ લેમ્પ આપવામાં આવ્યો છે.
નમસ્કાર મિત્રો, આ લેખ ના માધ્યમ થી અમે તમને Bajaj Freedom 125 CNG વિશે સંપુર્ણ જાણકારી આપી છે. જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો તમે અમને કૉમેન્ટ કરી શકો છે અને તમને અમારા આ લેખ થી કે ઈમેજ થી કોઈ પ્રશ્ન હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અને આવી જ જાણકારી માટે vitalkhabar અમારી સાથે જોડાઈ રહો.
GPSC ભરતી 2024 : ગુજરાત જાહેર સેવા આયોગમાં આવી મોટી ભરતી, આ રીતે કરો અરજી
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.
Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…
STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…
Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…
Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…
Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…
std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…