Categories: Trending

CIBIL Score Increase : સિબિલ સ્કોર ખરાબ હોય તો પણ હવે ચિંતા કરવાની જરૂર નથી, આ 4 રીતે વધારો સિબિલ સ્કોર

CIBIL Score Increase : નમસ્કાર દોસ્તો, તમારા ફાઈનાન્સિયલ માહિતીનો રેકોર્ડ તમારા ક્રેડિટ સ્કોર દ્વારા સરળતા થી તપાસી શકાય છે. અને જો તમારો સિબિલ સ્કોર સારો નહિ હોય તો તમને લોન મેળવવામાં મુશ્કેલીઓ આવી શકે છે. એવું પણ બની શકે છે કે તમારો સિબિલ સ્કોર ખરાબ હોવાના કારણે તમને લોન ના આપવામાં આવે. આજના આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે લોન લેવા માટે તમારો કેટલો સિબિલ સ્કોર હોવો જોઈએ અને જો તમારો સિબિલ સ્કોર ખરાબ છે તો તમે તેને કેવી રીતે વધારી શકો છો.

સિબિલ સ્કોર વધારો

દોસ્તો, આપણે જાણીએ છીએ તેમ કોઈ પણ બેન્ક માં લોન લેવા માટે જ્યારે આપણે અપલાય કરીએ છીએ ત્યારે બેન્ક ના અધિકારીઓ આપણા સિબિલ સ્કોર ને ચેક કરે છે ત્યાર બાદ જો આપણો સિબિલ સ્કોર સારો હોય તો જ આપણને લોન આપવામાં આવે છે. સિબિલ સ્કોર ને ક્રેડિટ સ્કોર પણ કહેવામાં આવે છે. જો આપણો સિબિલ સ્કોર સારો હોય છે તો તમને સરળતા થી અને ઓછા વ્યાજ દર સાથે લોન મળી જતી હોય છે.

આટલો સિબિલ સ્કોર હસે તો જ તમને મળશે સરળતા થી લોન

તમારો સિબિલ સ્કોર 300 થી 900 વચ્ચે નક્કી કરવામાં આવતો હોય છે. જો તમારો સિબિલ સ્કોર 750 થી વધુ છે તો તેને એકદમ સારો ગણવામાં આવે છે. જ્યારે બીજી બાજુ જો તમારો સિબિલ સ્કોર 550 થી 750 વચ્ચે છે તો તેને સામાન્ય ગણવામાં આવતો હોય છે. અને જ્યારે તમારો સિબિલ સ્કોર 300 થી 550 વચ્ચે હોય તો તેને સૌથી ખરાબ ગણવામાં આવે છે.

Skip to PDF content

 

દોસ્તો તમારો સિબિલ સ્કોર ઘણા બધા કારણો પર અસર કરે છે. તમારો 30 ટકા સિબિલ સ્કોર એ બાબત પર આધાર રાખે છે કે તમે સમયસર લોન ની ચુકવણી કરો છો કે નહીં. જ્યારે 25 ટકા સિક્યોર અથવા લોન પર તેમજ 25 ટકા ક્રેડિટ એક્સપોઝર અને 20 ટકા તમે લીધેલા લોન ના ઉપયોગ પર આધાર રાખે છે.

આ 4 રીતે સુધારો પોતાનો સિબિલ સ્કોર

દોસ્તો, જો તમારો પણ સિબિલ સ્કોર કોઈ કારણોસર ખરાબ થઈ ગયો હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી નીચેની 4 રીતો દ્વારા તમે સહેલાઇ થી સિબિલ સ્કોર ને વધારી શકો છો.

1. લોન ના હફ્તા સમય સર ચૂકવવાના રાખો

જો તમે કોઈ બેંક માંથી લોન લીધેલ છે અને જો તમે કોઈ કારણોસર એક બે દિવસનું મોડું થઈ જતું હોય છે જેના કારણે તમારા સિબિલ સ્કોર માં ઘણી અસર પડે છે તેથી તમે જો કોઈ બેન્ક માંથી લોન લીધેલ હોય તો તેના હફતા સમયસર ભરવાનું રાખો જેથી તમારો સિબિલ સ્કોર માં વધારો થઈ શકે. જો તમે લોન ના હફતા સમયસર ભરવાનું રાખો છો તો બેંક માં તમારી ઈમેજ વધવાને કારણે તમારા સિબિલ સ્કોર માં વધારો શક્ય છે.

2. એક સાથે વધારે લોન ના લેવી

જો તમારો સિબિલ સ્કોર ખરાબ છે અને જો તમે ઈચ્છો છો કે તમારો સિબિલ સ્કોર સારો થાય તો તમારે ક્યારેય એક સાથે ઘણી લોન ના લેવી જોઈએ કારણ કે જ્યારે તમે એક થી વધારે લોન લેતા હોય છે ત્યારે તેના હફતા ભરવાનો બોજ વધી જતો હોય છે. તેથી ઘણીવાર તેની EMI ભરવાની છૂટી જતી હોય છે, જેના કારણે તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થઈ જતો હોય છે.

3. ક્રેડિટ કાર્ડ ની લિમિટેડનો 30 ટકા સુધીનો ઉપયોગ કરવો

તમે લીધેલ કોઈ પણ બેન્ક ના ક્રેડિટ કાર્ડ ની જેટલી પણ લિમિટ હોય તમારે તેના 30 ટકા સુધીનો જ ઉપયોગ કરવો જોઈએ. તમારે ક્રેડિટ કાર્ડ દ્વારા ઘણી બધી શોપિંગ કરવાનુ ટાળવું જોઈએ જેથી તમારો સિબિલ સ્કોર સારો રહે બગડે નહી. અને જો કોઈ પરિસ્થિતિ દરમિયાન તમે ક્રેડિટ કાર્ડ દ્વારા વધુ ખરીદી કરી નાખો છો તો તમારે તેવી પરિસ્થિતિ તેની સમય મર્યાદા પૂરી થાય તે પહેલાં ચુકવણી કરી દેવી જોઈએ.

4. ક્રેડિટ કાર્ડ ની લિમિટ માં વધારો ના કરવો

જો તમારી પાસે કોઈ પણ બેન્ક નું ક્રેડિટ કાર્ડ છે અને જો તમે તેની લિમિટ માં વધારો કરો છો તો તમને કોઈ અચિવમેન્ટ મળતી નથી પરંતુ તેના કારણે તમારા ખર્ચમાં વધારો થાય છે. જેના કારણે તમારે તમારા ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવી જોઈએ નહિ. જ્યારે તમે કાર્ડ ની લિમિટ વધારો છો ત્યારે તે નિશ્ચિત છે કે તમારા ખર્ચા વધશે. અને આવી પરિસ્થિતિ માં તમે જેટલું ક્રેડિટ કાર્ડ દ્વારા ખર્ચ કરશો તેટલું તમારે બિલ પણ ચૂકવવું પડશે. જો તમે કોઈ પરિસ્થિતિ દરમિયાન હફતા ચૂકવવામાં લેટ થઈ જાવ છો તો તેના કારણે તમારો સિબિલ સ્કોર ખરાબ થઈ શકે છે.

આવી જ ફાઈનાન્સિયલ સલાહ ની સૌથી પહેલા અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઇન કરો જેથી તમને સમયસર અપડેટ્સ મળતી રહે.

Google Pay Loan 2024 : ગૂગલ પે આપશે ઓછી સિબિલ સ્કોર વાળા લોકોને પણ 8 લાખની લોન, આવી રીતે કરો અરજી

Money control: પૈસા હાથમાં ના ટકતા હોય તો અપનાવો આ ટિપ્સ, તમારા પૈસાની થશે બચત!

Recent Posts

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam ||

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…

4 weeks ago

STD 12 Tatvgyan IMP Board Exam

STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન  MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…

4 weeks ago

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam   બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…

1 month ago

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…

1 month ago

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર સોલ્યુસન

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…

2 months ago

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…

3 months ago