Weather - હવામાન

સાયકલોન અસના : ગુજરાત પર અસનાનો ખતરો,  80 વર્ષ બાદ આવી રહ્યું છે આવું વાવાઝોડું !

સાયકલોન અસના : ગુજરાત માંડ માંડ ભારે વરસાદ અને પૂરનો સામનો કરી રહ્યું છે તેવામાં હવે ચક્રવાત અસના નો ખતરો મંડાઈ રહ્યો છે. શુક્રવારે રાજ્યના સૌરાષ્ટ કચ્છ પ્રદેશ પર અરબી સમૂદ્ર માં ચક્રવાત સર્જાશે, અને આ ચક્રવાત ઓમા દરિયા કાંઠે આગળ વધે તેવી સંભાવનાં છે. કચ્છ જિલ્લામાં અને સૌરાષ્ટ જિલ્લા માં અતિભારે વરસાદ ની શક્યતા છે.

કચ્છ અને સૌરાષ્ટ્ર જિલ્લાને રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, તેમજ માછીમારોને આગામી કેટલાક દિવસ દરિયો ના ખેડવા ની સૂચના આપવામાં આવી છે. આવનાર બે દિવસ સુધી ગુજરાત અને ઉતર મહારાષ્ટ્ર ના દરિયા કાંઠે તેમજ દરિયાઈ વિસ્તારમાં 60 થી 65 કિલો મીટર ની ઝડપે પવન ફૂંકાશે.

આ પણ વાંચોઆજનું હવામાન : ગુજરાત રાજ્ય માટે આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી 

80 વર્ષ બાદ પ્રથમવાર આવું થઈ જવા રહ્યું છે. આ અરબી સમુદ્ર માં થસે પરંતુ તેની અસર સમગ્ર રાજ્ય પર પડશે. તેથી હવામાન શાસ્ત્રીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. રાજ્યની અંદર વરસાદ અને   પુરની ભયંકર સ્થિતિ સર્જાઈ છે. આ ડીપ ડિપ્રેશન ના કારણે બન્યું છે ,અને હવે આ ડીપ ડિપ્રેશન ચક્રવાત માં ફેરવાઈ રહ્યું છે.

હવામાન શાસ્ત્રીઓ ના જણાવ્યાં અનુસાર, 80 વર્ષ પછી આવું થવા જઈ રહ્યું છે. આ દુર્લભ છે કારણકે જમીન ની ઉપર હવામાન પ્રણાલી બની રહી છે, જેના કારણે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અરબી સમૂદ્ર માં ચક્રવાત સર્જાઈ રહ્યું છે જેની અસર સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્ર જિલ્લા પર થસે.

ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક સોમાં સેન રોયે ના જણાવ્યાં મુજબ, આની પહેલા 1944, 1964, 1976 માં આવું દુર્લભ હવામાન જોવા મળ્યું હતું.

આની પહેલા હવામાન વિભાગે બુલેટિન દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું કે જમીન ઉપર ડીપ ડિપ્રેશન છે, એટલે કે જે સિસ્ટમ ના કારણે અત્યારે વરસાદ પડી રહ્યો છે તે. આ ડીપ ડિપ્રેશન સૌરાષ્ટ અને કચ્છ માં હતી જે હવે ધીરે ધીરે પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે.

30 ઓગસ્ટે અરબી સમુદ્ર ના ઉત્તર અને પૂર્વ ભાગમાં ચક્રવાત ની અસર જોવા મળશે, તેમજ કચ્છ સૌરાષ્ટ અને પાકિસ્તાન ના. દરિયા કાંઠે તેની અસર જોવા મળશે. આ ચક્રવાત ના કારણે સમગ્ર ગુજરાતમાં 30 ઓગસ્ટે વરસાદ ની શક્યતા છે.

ગુજરાત રાજ્યમાં અત્યાર સુઘી 35 થી 40 લોકોએ પુર માં જાન ગુમાવી છે, લોકો ભારે વરસાદ અને પૂરના કારણે ઘરમાં કેદ થઈ ગયા છે.

આવી જ હવામાન વિશે અપડેટ્સ જાણવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમે પળ ભર ની ખબર સૌથી પહેલા મળતી રહે.

વધુ વાંચો:

ગુજરાત પોલીસ ભરતી માં વધુ એક નોકરી ની તક, જો હજી સુધી અરજી ના કરી હોય તો અરજી કરવાની મોકો

પીએમ જન ધન યોજના ના 53 કરોડ લોકોના ખાતામાં 2 લાખ કરોડ રૂપિયા થયા જમા, 10 વર્ષ થયાં પૂર્ણ

Recent Posts

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam ||

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…

3 weeks ago

STD 12 Tatvgyan IMP Board Exam

STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન  MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…

3 weeks ago

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam   બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…

4 weeks ago

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…

1 month ago

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર સોલ્યુસન

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…

1 month ago

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…

3 months ago