Trending

Kali Chaudas : કાળી ચૌદશને કેમ ઉજવવામાં આવે છે જાણો અહીં તેના વિશે સંપૂર્ણ માહિતી!

કાળી ચૌદશ, જેને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે, દિવાળીના પાંચ દિવસના પર્વમાં મુખ્ય દિવસોમાંથી એક છે. આ તહેવાર દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવાય છે. આ દિવસે ખાસ રીતે ભગવાન હનુમાનજી અને મહાકાળી માતાજીની પૂજા કરવામાં આવે છે, જેનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે એક દીવો પ્રગટાવવાનો વિશેષ મહિમા છે, જે માન્યતા મુજબ દુષ્ટ શક્તિઓ અને વિપત્તિ દૂર કરે છે.

કાળી ચૌદશનો ઇતિહાસ અને પૌરાણિક કથા

કાળી ચૌદશ સાથે જોડાયેલી પૌરાણિક કથા મુજબ, ભગવાન શ્રીકૃષ્ણે નરકાસુર નામના એક અસુરનો વધ કર્યો હતો. નરકાસુરે પોતાની ક્રૂરતાથી પ્રજાજનોને પરેશાન કર્યા હતા, ત્યારે શ્રીકૃષ્ણે તેનું અંત કર્યું અને લોકોને આ ત્રાસમાંથી મુક્ત કરાવ્યા. આ ઘટનાને યાદમાં રાખીને કાળી ચૌદશને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલી પૂજાઓ દ્વારા ભક્તોમાં રહેલા દુષ્ટ ભાવોને દૂર કરી સાચા માર્ગે આગળ વધવાની પ્રેરણા મળે છે.

કાળી ચૌદશની વિવિધ માન્યતાઓ અને પૂજા વિધિ

કાળી ચૌદશનો દિવસ મેલી વિદ્યાના સાધકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે. માન્યતા અનુસાર, આ દિવસે સ્મશાનમાં કરવામાં આવેલી સાધનાઓ તેમને બધી વિધિઓમાં સફળ બનાવે છે અને તેમની શક્તિ વધારે છે. કાળી ચૌદશના દિવસે ત્રણ સ્વરૂપોમાં માતાજીની પૂજા કરવામાં આવે છે:

1. મહાકાળી:- કાળી ચૌદશના દિવસે મહાકાળી માતાજીની પૂજા દ્વારા શક્તિની ઉપાસના થાય છે.

2. મહાલક્ષ્મી: ધનતેરસના દિવસે કરવામાં આવે છે.

 

 

3. માતા સરસ્વતી: દિવાળીના મુખ્ય દિવસે પૂજવામાં આવે છે.

હનુમાનજી અને ભૈરવ ભગવાનની પૂજા

આ દિવસે શક્તિની પૂજાની સાથે સાથે હનુમાનજીની પૂજા કરવાનું પણ વિશેષ મહત્વ છે. હનુમાનજીની કૃપા માટે હનુમાન ચાલીસાના 108 પાઠ કરવામાં આવે છે, જેનાથી જીવનની દુર્ગમતાઓ દૂર થાય છે. આ ઉપરાંત, ભૈરવ ભગવાનની પણ પૂજા કરવામાં આવે છે, જેનાથી નકારાત્મક શક્તિઓથી રક્ષણ મળે છે.

શક્તિ સાધના અને મંત્ર વિધિનો મહિમા

કાળી ચૌદશના દિવસે મહાકાળી માતાજીની પૂજામાં દુર્ગા સપ્તશતી (ચંડી પાઠ) અને હનુમાનજી માટે સુંદરકાંડ તથા હનુમાન ચાલીસાના પાઠનું મહત્ત્વ છે. આ દિવસે સ્મશાનમાં સાધના કરવાથી મંત્ર વિધિ પૂર્ણ થાય છે અને સાધકો માટે શાંતિ, શક્તિ અને સર્વ વિધાઓની સિદ્ધિ માટે આ દિવસ આદર્શ માનવામાં આવે છે.

કાળી ચૌદશનો તહેવાર અને તેનું આધ્યાત્મિક મહત્વ

કાળી ચૌદશ માત્ર ધાર્મિક નહીં, પણ આધ્યાત્મિક અને સામાજિક રીતે પણ મહત્વ ધરાવે છે. માતાજીના આ દિવસે ભક્તોમાં રહેલા દ્વેષ, ક્રોધ અને અહંકારને દૂર કરવામાં મદદરૂપ થાય છે. કાળી ચૌદશ એ ભય અને અંધકાર સામે ઊભા રહીને સાચા માર્ગે આગળ વધવા માટે પ્રેરણા આપે છે.

ટિપ: આ તહેવારનું સન્માન અને માન્યતાઓનું પાલન કરવું અને પૂજા કરવા માટે નિષ્ણાતોની સલાહ લેવી વધુ શ્રેયસ્કર છે. અહીં અમિત માત્ર તમારા જાણવા માટે માહિતી આપી છે અમારાથી કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં ભૂલ થાય તો અમને અવશ્ય જણાવો.

આ વાંચો:-

આજે પાવન ધનતેરસ પર્વ: કેવી રીતે કરશો પૂજા, શું છે શુભ સમય અને શું ખરીદવું જોઈએ?

આમળા ખાવાના ફાયદા : આમળા ખાવાથી થાય છે આટલા બધા ફાયદા, તમે પણ જાણી ને ચોંકી જશો, ના ખાતાં હોવ તો શરૂ કરી દો

Recent Posts

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam ||

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…

4 weeks ago

STD 12 Tatvgyan IMP Board Exam

STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન  MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…

1 month ago

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam   બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…

1 month ago

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…

1 month ago

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર સોલ્યુસન

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…

2 months ago

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…

3 months ago