Categories: Trending

મુન્દ્રા પોર્ટ પરથી 100 કરોડના પ્રતિબંધિત તરબૂચના બીજ ઝડપાયા: આયાતમાં કૌભાંડનો પર્દાફાશ

મુન્દ્રા પોર્ટ : કચ્છના મુન્દ્રા બંદરે ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ સુદાનથી આવેલ તરબૂચના પ્રતિબંધિત બીજનો મોટો જથ્થો ઝડપ્યો છે, જેની કિંમત અંદાજે 100 કરોડ રૂપિયાની છે. આ બીજ 200 કન્ટેઇનરમાં આયાત કરવામાં આવ્યા હતા, પરંતુ તે ખોટા બિલના દસ્તાવેજ સાથે ભારત પહોંચ્યા હતા. DRIની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આ કૌભાંડમાં કુલ 17 આયાતકારો સંડોવાયેલા છે, અને આશરે 40 કરોડની કરચોરી કરવામાં આવી હતી.

કેમ આ તરબૂચના બીજ પર પ્રતિબંધ છે?

મુન્દ્રા પોર્ટ: આ બીજ પરનો પ્રતિબંધ ડીજીએફટી (DGFT)ના જાહેરનામું 05/2023 અનુસાર છે, જેમાં 1 મે 2024થી 30 જૂન 2024 સુધી મફત આયાતની છૂટ આપવામાં આવી હતી. 30 જૂન પછી આ બીજને ‘પ્રતિબંધિત’ માનીને આયાત પર રોક લગાવવામાં આવી હતી.

તરબૂચના બીજ એ જ આયાતકાર મંગાવી શકે જે ફેક્ટરીમાં પ્રોસેસ માટે આવા બીજનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ ભારતમાં ખાસ કરીને પંજાબી ભોજન અને ફાસ્ટફૂડની આઇટમોમાં મોંઘા કાજુના બદલે આવા બીજનો ઉપયોગ કરવાનું ચલણ વધ્યું છે, ત્યારે ફરિયાદો ઊઠતાં સરકારે તરબૂચના બીજને આયાત કરવા પર પ્રતિબંધ કરી દીધા છે, છતાં પણ હજુ વિવિધ રીતે પ્રતિબંધિત માલ ઘૂસાડવાના પ્રકરણો બની રહ્યા છે.

 

 

 

કૌભાંડ કેવી રીતે બહાર આવ્યું?

DRIની ગાંધીધામ યુનિટને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આ ખુલાસો થયો કે, આયાતકારોએ ખોટા કાગળોનો ઉપયોગ કરીને 30 જૂન 2024 પહેલાંની તારીખ દર્શાવીને નકલી શિપમેન્ટ દસ્તાવેજ કસ્ટમ્સમાં રજૂ કર્યા હતા. જોકે, વાસ્તવિક દસ્તાવેજો અને ટ્રેકિંગ દ્વારા 30 જૂન પછીની શિપમેન્ટ તારીખોનો પર્દાફાશ થયો, જેનાથી આ કૌભાંડ સામે આવ્યું.

વધુ કાર્યવાહી: મુન્દ્રા પોર્ટ

આમ, 100 કરોડના જપ્ત કરાયેલા બીજ અને 39.65 કરોડની કરચોરીમાં સંડોવાયેલા લોકોને ઓળખવા માટે તપાસ ચાલુ છે. DRI દ્વારા આયાતકારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે પણ ગુનેગાર હોય આ કાર્ય કર્યું છે તેમના સમક્ષ કડક કાર્યવાહી થશે.

આ રીતે દરરોજ નવા સમાચાર વાંચવા માટે અને આવી જ અવનવી માહિતી પ્રાપ્ત કરવા માટે અત્યારે જ અમારા Telegram Group ને જોઈન્ટ કરો.

આ વાંચો:-

IND vs NZ: ટેસ્ટ મેચમાં રોહિત શર્માનો 9 વર્ષ જૂનો દુઃખદ ‘ઘા’ ફરી તાજો થયો

Bajaj Pulsar N125: યુવાનો માટે શ્રેષ્ઠ પસંદગી – માઇલેજ, સ્ટાઈલ અને પાવરનો આદર્શ સમન્વય

Recent Posts

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam ||

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…

4 weeks ago

STD 12 Tatvgyan IMP Board Exam

STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન  MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…

1 month ago

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam   બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…

1 month ago

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…

1 month ago

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર સોલ્યુસન

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…

2 months ago

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…

3 months ago