Automobile

રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 ભારતમાં લોન્ચ, શરુઆતી કિંમત 2 લાખ

2024 Royal Enfield Classic 350  : રોયલ એનફિલ્ડ એ તેની સૌથી વઘુ વેચાતી બાઈક રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 ને ભારતમાં લોન્ચ કરી છે, જેની શરૂઆતી કિંમત 1,95,500 રૂપિયા થી છે. કંપનીએ ક્લાસિક 350 ની બુકિંગ શરૂ કરી દીધી છે અને તેની ટેસ્ટ ડ્રાઇવ પણ 1 સપ્ટેમ્બર થી શરૂ કરી દેવામાં આવી છે.

ક્લાસિક 350 પાંચ વેરીઅન્ટમાં ઉપલબ્ધ છે, જેમાં હેરિટેજ, હેરિટેજ પ્રીમિયમ, સિગ્રલ્સ, ડાર્ક અને ક્રોમ ની સમાવેશ થાય છે. નવા વેરીઅન્ટ સાથે પેઈન્ટ સ્કીમ્સ અને બીજી ઘણી સુવીધાઓ 2024 ક્લાસિક 350 માં ઉપલબ્ધ છે. રોયલ એનફિલ્ડે 12 ઓગસ્ટ ના રોજ ક્લાસિક 350 ના અપડેટ ની જાહેરાત કરી હતી પરંતુ અત્યાર સુધી કિંમત બહાર પાડવામાં આવી ન હતી.

આ પણ વાંચોHyundai Alcazar ફેસલીફ્ટની બુકિંગ શરૂ : 9 સપ્ટેમ્બરે ભારતમા થશે લોન્ચ

રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 માં નવી સુવીધાઓ

રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 સીસી માં હવે અપગ્રેડ કરેલ ટાઈપ-સી ચાર્જિગ પોર્ટ ની સાથે એનાલોગ સ્પિડોમીટરની નીચે એલસીડી પર એલઈડી હેડલાઇટ, એલઈડી પાયલોટ લેમ્પ્સ અને સાથે ગિયર પોઝિશન ઇન્ડીકેટર થી સજ્જ. ડાર્ક તથા ક્રોમ વેરીઅન્ટ ની અંદર વધારે સુવીધાઓ પ્રદાન કરે છે જેમ કે ટ્રીપર નેવીગેશન પોડ, એડજેસ્ટેબ્લ કલચ, બ્રેક લીવસ અને LED સૂચકાંકો.

રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 એન્જીન

ક્લાસિક 350 માં પાવરફૂલ એન્જિન આપવામાં આવ્યું છે જે 6100 rpm પર 20.2 bhp અને 4000 rpm પર 27 Nm ના આઉટપુટ સાથે 349 સીસી J સીરીઝ ના એર ઓઇલ કુલડ એન્જીન ને સાચવી રાખે છે. રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 માં 5 ગિયર બોક્સ ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. તેની સીટ ની લંબાઈ 805 mm છે, જ્યારે ગ્રાઉન્ડ કલિયરન્સ 170 mm છે. ક્લાસિક 350 માં 13 લિટર ની ફ્યુલ ટાંકી આપવામાં આવી છે.

રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 ની કિંમત

નવા ક્લાસિક 350 ની શરુઆતી એક્સ શોરૂમની કિંમત 1,99,500 થી શરૂ થાય છે. એન્ટી લેવલ હેરિટેજ વેરીઅન્ટને અગાઉના મોડલ રેડડિચ અને રેડડિચ ગ્રે વર્ઝન કરતા 6,420 રૂપિયા વધુ ખર્ચાળ બનાવે છે. 2024 નું નવું ક્લાસિક 350 વિવિધ કલર ઓપ્શન માં ઓફર કરવામાં આવ્યું છે, જેમાં હેરિટેજ મદ્રાસ રેડ તથા જોધપુર બ્લૂ માં ઓફર કરવામાં આવ્યું છે. હેરિટેજ પ્રીમિયમ મેડલિયન બ્રોન્ઝ માં આવે છે. સિગ્રલ્સ કમાન્ડો સેન્ડ માં ઓફર કરવામાં આવ્યું છે, જ્યારે ડાર્ક બે કલર ઓપ્શન માં ઉપલબ્ધ છે ગન ગ્રે અને સ્ટીલ્થ બ્લેક. ક્રોમ ફક્ત એક કલર ઓપ્શન માં ઉપલબ્ધ છે એમરાલડ ગ્રીન.

વધુ વાંચો :

Jay Ganesh Aarti : જય ગણેશ જય ગણેશ આરતી, અહીં વાંચો સંપૂર્ણ આરતી

આવતીકાલનું હવામાન 2024 : હવામાન વિભાગે કરી આગાહી, કાલથી ફરી મેઘરાજાનું જોર વધશે !

 

Recent Posts

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam ||

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…

3 weeks ago

STD 12 Tatvgyan IMP Board Exam

STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન  MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…

4 weeks ago

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam   બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…

4 weeks ago

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…

1 month ago

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર સોલ્યુસન

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…

1 month ago

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…

3 months ago