Automobile

Royal Enfield Guerrilla 450 ભારત માં લોન્ચ, શરૂઆતી કિંમત 2.39 લાખ, જાણો specs

Royal Enfield Guerrilla 450 ભારત માં લોન્ચ, શરૂઆતી કિંમત 2.39 લાખ, જાણો specs 

ભારત ના લોકો ની મનપસંદ કંપની રોયલ એનફિલ્ડ એ પોતાની નવી બાઈક Royal Enfield Guerrilla 450 ને ભારત ની અંદર લોન્ચ કરી છે. જેની એક્સ શોરૂમ ની શરૂઆતી કિંમત 2.39 લાખ છે. અને જે લોકો બીજા કલર વાળી બાઈક લેવા માંગતા હોય તેમને આ બાઈક 2.49 લાખ અને 2.54 લાખ છે. આ બાઈક ની અંદર ઘણા બધા ફીચર્સ આપવામાં આવ્યાં છે.

 

રોયલ એનફિલ્ડ કંપની એ આ બાઈક ને અલગ અલગ પાંચ કલર માં લોન્ચ કરી છે. અને આ કલરો બીજા સામાન્ય કલર કરતાં વધુ અલગ છે, સૌથી વધુ યલો રિબન્ન અને બ્રાવા બ્લૂ કલર ના વેરીઅન્ટ વેચાઈ રહ્યા છે જેની એક્સ શોરૂમ કિંમત 2.54 લાખ છે, આ ટોપ એન્ડ વેરિઅન્ટ ફુલ TFT સ્ક્રીન સાથે આવે છે. વચલા લેવલ નું વેરીઅંટ ડેસ છે જે બે કલર સાથે આવે છે, પ્લેયા બ્લેક અને ગોલ્ડ ડીપ છે જેની એક્સ શોરૂમ કિંમત 2.49 લાખ છે. અને આ વેરીઅન્ટ પૂર્ણ કલરીંગ TFT સ્ક્રીન સાથે આવે છે. સૌથી ઓછી કિંમત નું વેરીઅંટ એનાલોગ છે જે સ્મોક સિલ્વર અને પ્લેયા બ્લેક કલર સાથે આવે છે જેની એક્સ શોરૂમ કિંમત 2.39 લાખ છે.

Skip to PDF content

 

Royal Enfield Guerrilla 450 એન્જિન

Royal Enfield Guerrilla 450 માં 4 વાલ્વ DOHC સેટઅપ ની સાથે 452cc સિંગલ સિલેન્ડર અને લિકવિડ કુલદ શેરપા એન્જિન સાથે સંચાલિત થાય છે. રોયલ એનફિલ્ડ ગેરિલા 450 8,000 rpm ઉપર 40 PS નો પાવર વિકસાવે છે અને 5,500 rpm પર 40 NM નો Torque આપે છે. એન્જિન માં વૉટર પંપ, ટ્વીન પાસ રેડિયેટર તથા આંતરિક બાયપાસ સાથે વૉટર કૂલ્ડ સીસ્ટમ પણ આપવામાં આવી છે. આ બાઈક ની અંદર 6 સ્પીડ ગિયર બોક્સ સાથે સ્લીપ કલચ આપવામાં આવી છે.

Royal Enfield Guerrilla 450 સ્પીસિફિકેશન

રોયલ એનફિલ્ડ ગેરિલા 450 માં મુખ્ય સ્પેક્સ ની વાત કરીયે તો,   આમાં 11 લીટર ની ટાંકી, સ્ટેપડ બેન્ચ સીટ, ટેલ લેમ્પ સાથે LED હેડલાઈટ આપવામાં આવી છે. આ બાઈક માં અપસ્વેપ્ટ સાયલેન્સર અને સ્ટીલ ટ્વીન સ્પાર ટ્યુબ્યુલર ફ્રેમ સાથે આવે છે. આગળ ના ભાગ ના સસ્પેન્શન માં 43mm ટેલેસ્કોપિક ફોર્ક આપવામાં આવ્યા છે જ્યારે પાછળ ના સસ્પેન્શન માં લીન્કેજ પ્રકાર નો મોંનો શોક છે. આ બાઈક માં આગળ અને પાછળ ના ભાગ માં 17 ઇંચ ના ટયુબલેસ ટાયર આપવામાં આવ્યાં છે.

આ પણ વાંચો : શું હવે bajaj બાદ TVS પણ લોન્ચ કરશે Jupiter 125 CNG વેરીઅન્ટ ? જાણો આ લેખ માં

આ બાઈક માં બે મોડ આપવામાં આવ્યા છે પરફોર્મન્સ મોડ અને ઇકો મોડ, જે રાઇડર્સ ને અલગ અલગ રાઇડિંગ પરિસ્થિતિઓ માં અનુકૂલન કરવા માટે સક્ષમ બનાવે છે.

Royal Enfield Guerrilla 450 કલર અને કિંમત

રોયલ એનફિલ્ડ ગેરિલા 450 અલગ અલગ કલર વેરીઅન્ટ સાથે લોન્ચ કરવામાં આવ્યું છે અને આની કિમત પણ વેરીઅન્ટ અને કલર મુજબ રાખવામાં આવી છે. ગેરિલા 450 સ્મોક સિલ્વર, પ્લેયા બ્લેક, ડેસ પ્લેયા બ્લેક, ગોલ્ડ ડીપ, યલો રિબરન અને બ્રાવા બ્લૂ જેવા વિવિધ કલર ઓપ્શન માં લોન્ચ કરવામાં આવ્યું છે, આ બાઈક ની કિંમત નીચે મુજબ છે :

એનાલોગ સ્મોક સિલ્વર અને પ્લેયા બ્લેક 2.39 લાખ, ડેશ પ્લેયા બ્લેક અને ગોલ્ડ ડીપ 2.49 લાખ, યલો રીબરન અને બ્રાવા બ્લૂ 2.54 લાખ.

ઇન્ફો સીસ્ટમ અને એક્સેસરીજ

રોયલ એનફિલ્ડ ગેરિલા 450 ના ઇન્ફો સીસ્ટમ અને એક્સેસરીજ ની વાત કરીએ તો આ બાઈક ની અંદર 4 ઇંચ ની ઈન્ફોટેનમેન્ટ  ક્લસ્ટર આપવામાં આવી છે. મ્યુઝિક કંટ્રોલ, GPX ફોર્મેટ, હવામાન ની આગાહી અને વાહન ની જરૂરી માહિતી માં રૂટ રેકોર્ડિંગ ને સપોર્ટ કરે છે. આ બાઈક માં 6 પ્રકારો ના વિકલ્પો સાથે એનાલોગ ફ્લેશ અને ડેસ નો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ વાંચોગુજરાતમાં ફેલાયો નવો વાયરસ | ગુજરાતના 6 જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસ હાહાકાર,

આજ ના આ લેખ માં અમે તમને Royal Enfield Guerrilla 450 વિશે સંપુર્ણ જાણકારી આપી છે. જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય કે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને કૉમેન્ટ અથવા કોન્ટેક્ટ કરી ને પૂછી શકો છો અમે તમારા પ્રશ્ન નો જવાબ અવશ્ય આપશું. અને આવીજ જાણકારી માટે vital khabar સાથે જોડાઈ રહો

વધુ વાંચો :

50MP AI કૅમેરા અને MediaTek Dimensity 6300 સાથે IQOO Z9 Lite 5G એ ભારત માં કરી એન્ટ્રી , જાણો કિંમત, ઉપલબ્ધતા અને specs

માનવ કલ્યાણ યોજના 2024 યોજનામાં કઈ રીતે કરવી અરજી, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

Recent Posts

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam ||

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…

3 weeks ago

STD 12 Tatvgyan IMP Board Exam

STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન  MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…

3 weeks ago

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam   બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…

4 weeks ago

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…

1 month ago

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર સોલ્યુસન

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…

1 month ago

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…

3 months ago