1. ભારત દેશ કેટલા ચોરસ કિલોમીટર ભૌગોલિક ક્ષેત્રમાં ફેલાયેલો છે?
(A.) 32,87,263 ચોરસ કિમી
(B) 30,00,000 ચોરસ કિમી
(C) 33,57,263 ચોરસ કિમી
(D) 31,57,263 ચોરસ કિમી
2. ભારતમાં ઈ. સ. 2011ની વસ્તીગણતરી મુજબ સરેરાશ લિંગપ્રમાણ કેટલું છે?
(A) 942
(B) 939
(C) 938
(D) 940
3. ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા શું છે?
(A) વિવિધતામાં એકતા
(B) અલગતા
(C) અસહિષ્ણુતા
(D) આપેલ પૈકી એક પણ નહિ
4. આદિવાસી સંસ્કૃતિમાં શાનાં દર્શન થાય છે?
(A) જીવનરીતિનાં
(B) માન્યતાનો
(C) રિવાજોનાં
(D) આપેલ તમામનાં
5. અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે?
(A) પંજાબ
(B) અરુણાચલ
(C) મેઘાલય
(D) બિહાર
6. મંડલ મિશનમાં ભારતના કથા સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી હતી?
(A) આઈ. પી. દેસાઈ
(B) અક્ષયકુમાર દેસાઈ
(C) તારાબહેન પટેલ
(D) એમ. એન. શ્રીનિવાસ
7. મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન ક્યારે ઘડાયો?
(A) 1990
(B) 1954
(C) 1955
(D) 1971
8. કુંવરબાઈનું મામેરું યોજના કયા વિભાગમાં સમાવિષ્ટ છે?
(A) સામાજિક ન્યાય અને અધિકારિતા
(B) આર્થિક
(C) શિક્ષણ
(D) આરોગ્ય અને પરિવાર કલ્યાણ
9. ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મુકાય છે?
(A) ઉદ્યોગ-વેપાર
(B) સમાજ-સંસ્કૃતિ
(C) માનવ-કલ્યાણ
(D) એક પણ નહિ
10. સંસ્કૃતિકરણનો ખ્યાલ કઈ ગતિશીલતા માટે પ્રયોજાય છે?
(A) જૂથલક્ષી
(B) વ્યક્તિગત
(C) નિમ્નગામી
(D) એક પણ નહિ
11. ભારતમાં રંગીન ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો?
(A) 1959
(B) 1982
(C) 1969
(D) 1979
12. ભારતમાં મોબાઈલ સેવાનો પ્રારંભ કયારે થયો?
(A) 15 ઑગસ્ટ, 1995
(B) 15 ઑગસ્ટ, 1985
(C) 15 ઓગસ્ટ, 1975
(D) 15 ઓગસ્ટ, 2005
13. કયા પ્રકારનું આંદોલન શાંતિપ્રિય અને અહિંસક હોય છે?
(A) ક્રાંતિકારી આંદોલન
(B) સુધારાવાદી આંદોલન
(C) વિરોધાત્મક આંદોલન
(D) પ્રતિરોધાત્મક આંદોલન
14. ગુજરાતમાં સ્ત્રી-કળવણી માટેના આંદોલનો કોણે ચલાવ્યાં હતાં?
(A) હબેટ બ્લૂમર
(B) રાજા રામમોહનરોય
(C) મહર્ષિ કર્વે
(D) એની બેસન્ટ
15. 73મો બંધારણીય સુધારો ક્યારે અમલમાં આવ્યો?
(A) 24 એપ્રિલ, 1993
(B) 22 मार्च, 1994
(C) 1 ડિસેમ્બર, 1990
(D) 1 જાન્યુઆરી, 2000
16. પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું કઈ સમિતિએ આપ્યું?
(A) સેવક સમિતિ
(B) બળવંતરાય મહેતા સમિતિ
(C) મેટકાફ સમિતિ
(D) બ્રિટિશ સમિતિ
17. ‘ઘરેલું હિંસા અધિનિયમ’ ક્યારે અમલમાં આવ્યો?
(A) ઈ. सं. 2004
(B) ઈ. स. 2005
(C) ઈ. સ. 2006
(D) ઇ. स. 2007
18. દહેજપ્રથા અધિનિયમ ક્યારે ઘડવામાં આવ્યો?
(A) ઈ. સ. 1951
(B) ઈ. સ. 1961
(C) ઈ. સ. 1965
(D) ઈ. સ.1972
19. વિશ્વ એઇડ્સ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?
(A) 1 ડિસેમ્બર
(B) 11 ડિસેમ્બર
(C) 1 ઑક્ટોબર
(D) 11 સપ્ટેમ્બર
20. એઇડ્સનો પ્રથમ દર્દી કયા દેશમાં જોવા મળ્યો હતો?
(A) ભારત
(8) ઈંગ્લેન્ડ
(C) જાપાન
(D) અમેરિકા
21. ભારતમાં અપાતા રમતગમતના અવૉર્ડ કયા કયા છે?
→ ભારતમાં અપાતા રાજીવ ગાંધી ખેલરત્ન, શ્રેણાચાર્ય, અર્જુન, ધ્યાનચંદ વગેરે રમતગમતના અવોર્ડ છે.
22. ભારતીય સંસ્કૃતિ કેવી સંસ્કૃતિ તરીકે ઊપસી આવી છે?
→ ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. સમય જતાં તેમાં નવાં નવા તત્ત્વો સમાતાં ગયાં અને આજે એકવીસમી સદીમાં ભારતીય સંસ્કૃતિ, અનેકવિધ પાસાંઓને સમાવતી ‘ભાતીગળ સંસ્કૃતિ’ તરીકે ઉપસી આવી છે.
23. અનુસૂચિત જનજાતિની વ્યાખ્યા આપો.
→ બંધારણની કલમ ૩૪૨(8) માં રાષ્ટ્રપતિ બરા બહાર પાડેલ સૂચિમાં જેનો સમાવેશ થયો છે તે જાતિઓને અનુસૂચિત જનજાતિઓ કહે છે.
24. ફેક્ટરી એક્ટ ક્યારે ઘડાયો?
→ ફેક્ટરી એક્ટ ઇ.સ.1948માં ઘડાયો.
25. સંસ્કૃતિકરણનો ખ્યાલ કોણે આપ્યો?
→ સંસ્કૃતિકરણનો ખ્યાલ ડો. એમ. એમ. શ્રીનિવાસે આપ્યો.
26. યુ.એન.આઈ.નું પૂરું નામ જણાવો.
→ યુ.એન.આઈ.નું પૂરું નામ ‘યુનાઈટેડ ન્યૂઝ ઓફ ઈન્ડિયા’ છે.
27. આંદોલનનો ઉદ્દેશ જણાવો.
→ આંદોલનનો ઉદ્દેશ પ્રવર્તમાન સમાજ વ્યવસ્થા માં ફેરફાર કરવાનો હોય છે.
28. તાલુકા પંચાયતના પ્રમુખ કોણ બને છે?
→તાલુકાના બધા ગામડાના મતદારો સીધી ચૂંટણીમાં તાલુકા પંચાયતના સભ્યોને ગુપ્ત મતદાન પદ્ધતિથી ચૂંટી કાઢે છે.
આ ચૂંટાયેલા સભ્યો તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટી કાઢે છે.
29. બાળ અપરાધી કોને કહેવાય?
→ સામાન્ય રીતે 7થી 18 વર્ષની વચ્ચેની ઉંમર ધરાવતી વ્યક્તિના ગેરકાનૂની વર્તનને બાળ અપરાધ’ કહે છે અને આવું ગેરકાનૂની વર્તન કરનાર બાળકને ‘બાળ અપરાધી’ કહેવામાં આવે છે.
30. કન્યા ભ્રૂણહત્યા કોને કહેવાય?
→ વિજ્ઞાન અને ટેક્નોલૉજીના વિકાસને કારણે સોનોગ્રાફીની મદદથી ગર્ભમાં રહેલા બાળકની જાતિનું પરીક્ષણ થઈ શકે છે. ગર્ભમાં રહેલું બાળક જો કન્યા જાતિનું હોવાનું માલૂમ પડે, તો ગર્ભપાત દ્વારા ભ્રૂણની હત્યા કરવામાં આવે છે આને કન્યા ભ્રૂણહત્યા કહેવાય.
31. ભારતમાં કઈ કઈ વિવિધતા જોવા મળે છે?
→ ભારતમાં સાંસ્કૃતિક, વસ્તી વિષયક અને ધાર્મિક વિવિધતા જોવા મળે છે.
ભારતમાં લોકોની રહેણીકરણી, જીવનશૈલી, પહેરવેશ, આર્થિક પ્રવૃત્તિ, રિવાજો, ઉત્સવો. તહેવારો, ભાષા, તીર્થધામ વગેરે અનેક પ્રકારનું સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે.
ભારતમાં વયજૂથ, લિંગપ્રમાણ, ગ્રામીણ અને શહેરી વસ્તી પ્રમાણ, સાક્ષરતા, ધાર્મિક જૂથો, ભાષાકીય જૂથો, જાતિપ્રમાણ (અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો). જન્મ-પ્રમાણ, મૃત્યુપ્રમાણ, સ્થળાંતરિત લોકોનું પ્રમાણ વગેરે વસ્તી-વિષયક વૈવિધ્ય જોવા મળે
ભારતમાં જગતના મુખ્ય ધર્મોના પ્રત્યેક ધર્મના નાગરિકો વસવાટ કરે છે. દરેક ધર્મ પોતાની આચારસંહિતા ધરાવે છે. દરેક ધર્મના લોકો તેમના ધર્મસ્થાનો, ધર્મગ્રંથો, ધાર્મિક તહેવારો અને વ્રતો અનુસાર પોતાની જીવનશૈલી સ્પે છે. આમ, ભારતમાં ધાર્મિક વૈવિધ્ય જોવા મળે છે.
32. આદિવાસીઓની માટીકલાની જાણકારી આપો.
→ આદિવાસીઓમાં વિશિષ્ટ પ્રકારની માટીકલા સંસ્કૃતિ જોવા મળે છે.
ગુજરાતના પોશીના વિસ્તારમાં રહેતા ભીલ-ગરાસિયા આદિવાસીઓ પોતાના દેવને માટીના આદિવાસીઓ માટીમાંથી વાસણો, રમકડાં, દેવમૂર્તિઓ વગેરે બનાવે છે.
પીડાઓ ચડાવે છે. આ ઘોડાઓને તેઓ જીવતા ઘોડાઓ જેટલું જ માન-સન્માન આપે છે. ગુજરાતમાં લગભગ બધી જગ્યાએ આદિવાસીઓ પોતાના દેવી-દેવતાઓને ઘોડા, હાથી, વાઘ, ગાય, બળદ, પુરુષ કે મહિલાની માટીની મૂર્તિ ચડાવે છે.
આ પ્રથા ચૌધરી, ગામીત, ધોડિયા, ભીલ, રાઠવા આદિવાસીઓમાં સૌથી વધુ જોવા મળે છે.
આ સૌ પ્રકૃતિના અંશ છે તેવો ભાવ અને વિચાર આદિવાસી સંસ્કૃતિમાં હંમેશાં જોવા મળે છે.
33. વેરિયર એલ્વિન ભારતીય આદિમ જાતિની કળામાં કયા બે વાદને દર્શાવે છે?
→ વેરિયર બેલ્વિન ભારતીય આદિમ જાતિની કળામાં બે વાદ દર્શાવે છે: 1. યથાર્થવાદ 2.પ્રતીકવાદ
તેમાં મૂર્તિ કળા અને ચિત્રકળા નો સમાવેશ થાય છે.
દિવાલો, ઓજારો અને આભૂષણોમાં જોવા મળે છે.
આદિવાસીઓ તહેવારો, ઉત્સવ, લગ્ન પ્રસંગે ઘરની દીવાલો સુશોભિત કરે છે.
34. સ્ત્રી-કલ્યાણલક્ષી કાનૂનના કોઈ પાંચ નામ આપો.
→ ભારત એ કલ્યાણ રાજ્ય છે. આ આદર્શને ધ્યાનમાં રાખીને સ્ત્રી-કલ્યાણલક્ષી કાયદાઓ ઘડવામાં આવ્યા.
વર્ષ
કાનૂનનો હેતુ
1948
ફેક્ટરી એક્ટ
સ્ત્રીઓના કામના કલાકો સુનિશ્ચિત કરવા.
ઘોડિયા ઘરની વ્યવસ્થા કરવી
1948
કામદાર રાજ્ય વીમા કાનૂન
કામદાર સ્ત્રીને પ્રસૂતિના તેમજ વીમાના લાભ આપવા
1966
બીડી અને સિગાર કામદાર કાનૂન
સ્ત્રીઓની રાત્રિ રોજગારી કે નોકરી પર પ્રતિબંધની જોગવાઈ
1976 સમાન વેતન ધારો
પુરુષ સમકક્ષ વેતન આપવું
1984
કૌટુંબિક અદાલત કાનૂન
સ્ત્રીને ઝડપી ન્યાય, બાળ-કલ્યાણ માટે અદાલતની રચના
1987
કાનૂની સેવા સહ્યયને લગતો કાનૂન
નબળા વર્ગનાં સ્ત્રી-પુરુષને મફત કાનૂની સહાય આપવી
1990
મહિલા રાષ્ટ્રીયપંચ કાનૂન
સ્ત્રી-લક્ષી કાયદાનું અસરકારક અમલીકરણ થાય
ઉપર્યુક્ત તેમજ તદુપરાંતના સ્ત્રી-કલ્યાણલક્ષી કાયદાઓ દ્વારા સ્ત્રી-સશક્તિકરણને ગતિ આપવામાં આવે છે.
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…
STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…
Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…
Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…
std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…
std 11 All Subjects Blueprint PDF Second Exam નમસ્કાર વિધાર્થી મિત્રો આજના લેખમાં હું તમને…