Categories: Sarkari Job

UPSC CAPF Vacancy 2025 : UPSC માં આવી 357 ખાલી જગ્યા માટે ભરતી, પગાર 56,000 થી શરૂ

UPSC CAPF Vacancy 2025 : જે લોકો એક સારી સરકારી નોકરીની શોધમાં છે તેમના માટે આ ભરતી સૂવર્ણ તક બનીને આવી છે. સંઘ લોક સેવા આયોગ (UPSC) દ્વારા 2025 માટેની કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં (CAPF) આસિસ્ટન્ટ કમાન્ડન્ટની ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આમ ભરતી માં ઉમેદવારો જો પસંદ થાય છે તો તેમને 56,000 રૂપિયા પ્રતિ માસ ધોરણે પગાર આપવામા આવશે.

આ ભરતી દ્વારા કુલ 357 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF), સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF), ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) અને સશસ્ત્ર સીમા બળ (SSB)નો સમાવેશ થાય છે.

આજના આ આર્ટિકલમાં અમે તમને આ ભરતી વિશે વિસ્તૃત માહિતી આપીશું જેથી આ લેખને અંત સુધી વાંચજો. જેથી કરીને તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી જાય.

ભરતીની ખાલી જગ્યાઓ

ભરતીની ખાલી જગ્યાઓ ની વિગતો નીચે મુજબ છે.

  • BSF : 24
  • CRPF : 204
  • CISF : 92
  • ITBP : 4
  • SSB : 33

મહત્વપૂર્ણ તારીખો

  • નોટિફિકેશન જાહેર તારીખ: 5 માર્ચ 2025
  • ઓનલાઈન અરજી શરૂ: 5 માર્ચ 2025
  • અરજીની અંતિમ તારીખ: 25 માર્ચ 2025 (સાંજે 6 વાગ્યા સુધી)
  • લેખિત પરીક્ષા: 3 ઓગસ્ટ 2025

પાત્રતા માપદંડ

  • શૈક્ષણિક લાયકાત: ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સ્નાતક ડિગ્રી પૂર્ણ કરેલ હોવી જોઈએ.
  • ઉંમર મર્યાદા: 1 ઓગસ્ટ 2025 સુધીમાં ઉમેદવારની ઉંમર 20 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત શ્રેણીના ઉમેદવારોને સરકારના નિયમો અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

અરજી પ્રક્રિયા

ઉમેદવારોએ UPSCની સત્તાવાર વેબસાઇટ (https://upsconline.nic.in) પર જઈને ઓનલાઈન અરજી કરવી પડશે. અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ‘વન ટાઈમ રજિસ્ટ્રેશન’ (OTR) પૂર્ણ કરવું જરૂરી છે. જો ઉમેદવાર પહેલેથી જ રજિસ્ટર્ડ છે, તો તેઓ સીધા જ અરજી કરી શકે છે.

અરજી ફી

  • સામાન્ય, OBC અને EWS શ્રેણીના ઉમેદવારો માટે અમારા : ₹200
  • SC, ST અને મહિલાઓ માટે : ફીમાંથી મુક્તિ

ફી ની ચુકવણી ઑનલાઈન અથવા ઑફલાઈન બંને રીતે કરી શકાય છે.

આ પણ વાંચો : પોસ્ટ ઓફિસ માં આવી 21 હજાર પદ ઉપર ભરતી! અહી જાણો સંપૂર્ણ માહિતી

ચયન પ્રક્રિયા

  1. લખિત પરીક્ષા: પહેલા પેપર સામાન્ય ક્ષમતા અને બુદ્ધિમત્તા પર આધારિત (250 માર્ક્સ) હશે અને બીજા પેપર સામાન્ય અભ્યાસ, નિબંધ અને સમજૂતી પર આધારિત (200 માર્ક્સ) રહેશે.
  2. શારીરિક ધોરણ અને કાર્યક્ષમતા પરીક્ષણ (PET): ઉમેદવારોની શારીરિક ક્ષમતા અને ધોરણોની તપાસ કરવામાં આવશે.
  3. મેડિકલ ટેસ્ટ: ઉમેદવારોની આરોગ્ય સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવશે.
  4. ઇન્ટરવ્યુ/વ્યક્તિત્વ પરીક્ષણ: લેખિત પરીક્ષા અને શારીરિક પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.

લેખિત પરીક્ષાની વિગતો

  • પેપર 1: સામાન્ય ક્ષમતા અને બુદ્ધિમત્તા (250 માર્ક્સ) – 10:00 AM થી 12:00 PM
  • પેપર 2: સામાન્ય અભ્યાસ, નિબંધ અને સમજૂતી (200 માર્ક્સ) – 2:00 PM થી 5:00 PM

પેપર 1માં પ્રશ્નો અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં હશે, જ્યારે પેપર 2માં નિબંધ અંગ્રેજી અથવા હિન્દીમાં લખી શકાય છે, પરંતુ સમજૂતી અને અન્ય ભાષાકૌશલ્ય અંગ્રેજીમાં જ હોવું જોઈએ.

અરજી કેવી રીતે કરવી ?

  1. UPSCની સત્તાવાર વેબસાઇટ (https://upsconline.nic.in) પર જાઓ.
  2. ‘વન ટાઈમ રજિસ્ટ્રેશન’ (OTR) પૂર્ણ કરો.
  3. લોગિન કરીને અરજી ફોર્મ ભરો.
  4. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  5. અરજી ફી ની ચુકવણી કરો.
  6. અરજી ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટઆઉટ રાખો.

આ ભરતી પ્રક્રિયા તેવા વ્યક્તિઓ માટે ઉત્તમ તક છે, જે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ તરીકે સેવા આપવાનો ઇચ્છુક છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સમયસર અરજી કરે અને પરીક્ષા માટે યોગ્ય તૈયારી કરે.

આવી જ લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઇન કરો જેથી તમને સમયસર આવી જ લેટેસ્ટ અપડેટ્સ મળતી રહે.

Airport authority of India recruitment 2025 : એરપોર્ટ ઓથોરિટી માં આવી ભરતી, પગાર 40,000 થી 1,70,000, લાયકાત 12 પાસ

CISF માં આવી 1,124 જગ્યા માટે ભરતી, ધોરણ 10 પાસ કરેલ કરી શકે છે અરજી, સંપુર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો

 

Share
Published by
Jayveer Badhiya

Recent Posts

ધોરણ 12 ફેલ હોય કે પાસ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો // બેસ્ટ કેરિયર વિશે માહિતી

ધોરણ 12 ફેલ હોય તો પણ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો //…

1 day ago

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર ગુજરાત માધ્યમિક…

4 days ago

Result Std 10 And 12 || રિઝલ્ટ

ધોરણ 12 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક કરો ધોરણ 10 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક…

7 days ago

Top 5 Demanding Courses 2026 : ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?

ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?…

2 weeks ago

ગુજરાત બોર્ડ ધોરણ 10 રિઝલ્ટ : શું 25 એપ્રિલે આવશે પરિણામ? જાણો હકીકત

ગુજરાત બોર્ડ ધોરણ 10 રિઝલ્ટ: શું 25 એપ્રિલે આવશે પરિણામ? જાણો હકીકત ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવાયેલી…

2 weeks ago

ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ના પરિણામ 2026: જાણો ક્યારે જાહેર થશે તમારું રિઝલ્ટ

ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ના પરિણામ 2026: જાણો ક્યારે જાહેર થશે તમારું રિઝલ્ટ…

2 weeks ago