Salman Khan house firing : બોલીવુડ ના અભિનેતા સલમાન ખાન ના બાંદ્રા માં આવેલ ગલક્સી એપાર્ટમેન્ટ ના બહાર ચાર રાઉન્ડ ફાયરિંગ કરવા માં આવેલી. અને આ ફાયરિંગ સવારના 4:50 વાગે બે અજાણ વ્યક્તિ દ્વારા ફાયરિંગ કરવા માં આવેલી હતી. આ બંને અજાણ વ્યક્તિ બાઈક પર આવ્યા હતા અને ચાર રાઉન્ડ ફાયરિંગ કરીને ભાગી ગયા હતા. લોકો ના જણાવ્યા અનુસાર કોઈ પણ વ્યક્તિ ઘાયલ થયેલ નથી. અને ત્યાર બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળ ની કામગીરી હાથ ધરવામાં આવી છે અને સલમાન ખાન ના ઘરની ચારો બાજુ કડક સુરક્ષા વધારવા માં આવી છે.
આ ફાયરિંગ પછી મુંબઈ ની ક્રાઇમ બ્રાન્ચ ની સાથે પોલીસ ની ટીમ પણ પહોંચી હતી અને તેની સાથે ફોરેન્સિક ટીમ પણ જાંચ કરવા માટે પહોંચી હતી. પોલીસ એ Galaxy એપાર્ટમેન્ટ ના બહાર રોડ ની બંને બાજુ લાગેલ સીસીટીવી કેમેરા ની ફૂટેજ ને કબ્જે કરી લીધા છે અને આગળ ની તપાસ હાથ ધરી છે. જણાવવા માં આવી રહ્યું છે કે ઘટના સ્થળે ડીસીપી પણ પહોંચ્યા હતા.
તમને જણાવી દઈએ કે આના પહેલા પણ ઘણીવાર ગેંગસ્ટર lorence bishnoi દ્વારા જાન થી મારી નાખવા ની ધમકી આપવા માં આવેલી છે. હાલ માં જ લોરેન્સ bishnoi એ એક્ટર ગિપ્પી ગ્રેવલ ના કેનેડા માં આવેલ સ્થિત ઘર પર હમલો કરાવ્યો હતો. આ હમલા પછી કહેવામાં આવ્યું હતું કી સલમાન ખાન અને ગીપ્પી ગ્રેવાલ વચ્ચે સારા સબંધ હોવાના કારણે આ હુમલો કરાવવા માં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૨૩ માં પણ સલમાન ખાન ના ઓફિસ માં લોરેન્સ bishnoi ની ગેંગ દ્વારા ઇમેઇલ ના માધ્યમ થી તેમને જાન થી મારી નાખવાની ઇમેઇલ મોકલવા માં આવી હતી. લોરેન્સ બિશનોઈ ની ધમકી પછી મુંબઈ પોલીસ દ્વારા સુરક્ષા વધારી દેવા માં આવી હતી. હાલ સલમાન ખાન ને y પ્લસ ની સુરક્ષા દેવા માં આવી છે. મોહિત ગર્ગ ની આઇડી થી સલમાન ખાન ના ઓફિસ માં મોકલવામાં આવેલ ઇમેઇલ માં એવી લખેલ હતું કે “તારા બોસ સલમાન ખાન થી ગોલ્ડી ભાઈ ( ગોલ્ડી બરાર) ને વાત કરવી છે લોરેન્સ bishnoi નું ઇન્ટરવ્યુ તો દેખી જ લીધું હશે ના દેખ્યું હોય તો દેખી લેજે મેટર બંધ કરવું હોય તો વાત કરાવી દેજે ” અને આગળ કહેવા માં આવ્યું કે આ વખતે જાણ કરીએ છીએ હવે પછી ડાયરેક્ટ ઉડાડી દઈશું ત્યાર પછી સલમાન ખાન ના manager પ્રશાંત ગુંજલકર એ મુંબઈ પોલીસ માં ગેંગસ્ટર લોરેન્સ bishnoi અને ગોલ્ડી બરાર પર FIR નોંધાવી હતી અને મુંબઈ પોલીસે ipc ધારા 120 (B) , 506 (2), 34 પર ફરિયાદ નોંધવામાં આવી હતી.
લોરેન્સ bishnoi દ્વારા ABP news ના માધ્યમ થી જેલ માં રહીને ઇન્ટરવ્યુ આપવા માં આવેલું તેમાં તેણે સલમાન ખાન ને જાન થી મારી નાખવાની ધમકી આપી હતી અને abp news ના ઇન્ટરવ્યુ માં લોરેન્સ એ કીધું હતું કે સલમાન ખાને હિરણ ની જે હત્યા કરી હતી તેની તેને માફી માંગવી પડશે સલમાન ખાન બિકાનેર માં આવેલ અમારા મંદિર માં જઈને માફી માંગે. હાલ તું હું ગુંડો નથી પણ સલમાન ખાન ને મારી ને બની જઈશ, મારો ફક્ત એક જ મકસદ છે સલમાન ખાન ને મારવાનો જ્યારે પણ સુરક્ષા હટાવવા માં આવશે ત્યારે હું સલમાન ખાન ને મારી નાખીશ.
રૂપાલા વિવાદ ભાજપ માટે માથાનો દુખાવો બન્યો, આ જગ્યાએ કાર્યકરો માટે પ્રવેશબંધીના પોસ્ટરો લગાવાયા
ગુજરાત પોલીસ ભરતી કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે આવશે પરીક્ષા અને પરિણામ
Infinix Note 40 Pro 5G & Infinix Note 40 Pro+ : infinix એ ભારત માં લોન્ચ કર્યો નવો સ્માર્ટફોન
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.
Generate OTR : ભારત સરકાર શિક્ષણના ક્ષેત્રે સમાનતા અને સંધાનને પ્રોત્સાહન આપવા માટે અનેક શિષ્યવૃત્તિ…
gtkdconline : ગુજરાત રાજ્યમાં અનેક વર્ગો અને સમાજોના લોકો વસે છે. દરેક સમાજને સમાન તકો…
જુનિયર ક્લાર્ક ભરતી 2025 ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓ - જુનાગઢ (JAU), આણંદ (AAU), નવસારી (NAU)…
ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય: ફરી વરસાદ ભુક્કા બોલાવી શકે છે! ગુજરાત રાજ્યમાં મોનસૂન ફરીથી સક્રિય…
વરસાદની આગાહી ગુજરાતમાં ભારે વરસાદના પગલે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા,…
આજનું રાશિફળ (27-07-25): શુક્ર અને શનિ બનાવશે શક્તિશાળી યોગ – કેટલાક રાશિના જાતકો ને આશ્ચર્યજનક…