અત્યારના સમયમાં ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા માત્ર 24 કલાકની 10 કેશ શંકાસ્પદ નોંધાયો છે, સૌથી ચિંતાજનક આ વાયરસ ની વાત એ છે કે અત્યાર સુધી ચાંદીપુરાના કારણે 27 જેટલા બાળકોના મોત થયા છે, સંપૂર્ણ ગુજરાતની વાત કરીએ તો અત્યાર સુધી લગભગ 21 જિલ્લાઓમાં ચાંદીપુરાના અલગ અલગ કેસ જોવા મળ્યા છે આમ અત્યાર સુધી 73 ચાંદીપુરા વાયરસના કેશ નોંધાયા છે.
Skip to PDF content
છેલ્લા 24 કલાકની અંદર ચાંદીપુરા વાયરસ ના લગભગ 10 કેસ જોવા મળ્યા છે, અત્યાર સુધી સૌથી વધુ કેસ પંચમહાલ જિલ્લામાં 11 કેસ નોંધાયા છે, સાબરકાંઠા જિલ્લામાંથી આઠ જેટલા કેસ નોંધાયા છે, ગાંધીનગર અને ખેડામાંથી આ વાયરસ ના પાંચ પાંચ કેસ નોંધાયા છે, તેની સાથે જામનગર જિલ્લામાં પણ આ વાયરસ ના પાંચ કેસ નોંધાયા. અમદાવાદ અરવલ્લી અને મહેસાણા ની વાત કરીએ તો ત્યાં અત્યાર સુધી ચાર ચાર કેસ નોંધાયા છે. અત્યારે પણ અલગ અલગ હોસ્પિટલમાં 40 જેટલા બાળકો સારવાર હેઠળ છે.
આ રોગ આમ તો ઘણો જૂનો છે, આ ચાંદીપુરા વાયરસ નો જન્મ 1964-65 માં મહારાષ્ટ્રના નાગપુર સ્થિત માં ચાંદીપુરા ગામમાં થયો હતો, આ વાયરસ બીજા કોઈ પણ દેશમાં જોવા મળ્યો ન હતો અને સૌ પ્રથમ આ રોગ ચાંદીપુરા ગામમાં જોવા મળ્યો હતો તેના કારણે આ વાયરસ નું નામ ચાંદીપુરા વાયરસ આપવામાં આવ્યું. હા વાયરસ ના આમ તો છુટા છવાયા બહુ જ ઓછા કેસ જોવા મળતા હતા પરંતુ આ વખતે ગુજરાતમાં 73 કેસો ચાંદીપુરા વાયરસ ના હોય તેવું જોવા મળ્યું છે. 27 બાળકો મૃત્યુ પણ આ વાયરસના કારણે પામ્યા છે. આમ આ ગુજરાતમાં એક નવો વાયરસ ગણી શકાય છે. આ વાઇરસ થતાની સાથે બાળક બે થી ત્રણ દિવસમાં મૃત્યુ પામે છે.
આ વાયરસના કારણે સૌથી વધુ પંચમહાલમાં ચાર બાળકોના મોત અત્યાર સુધી થઈ ચૂક્યા છે, તેની સાથે અમદાવાદ અરવલ્લી અને મોરબી જિલ્લામાં ત્રણ ત્રણ બાળકોને મૃત્યુ અત્યાર સુધી આ ચાંદીપુરા વાયરસના કારણે થયા છે, સાબરકાંઠા મહેસાણા દાહોદ અને રાજકોટ જિલ્લાઓમાં અત્યાર સુધી બે બે બાળકોના મૃત્યુ થયા છે, ગાંધીનગર જિલ્લો , વડોદરા, દેવભૂમિદ્વારકા, સુરેન્દ્રનગરમાં 1-1 બાળકોના મોત થયા છે.
જ્યારે આ વાયરસની થોડીક અસર થાય ત્યારે બાળકને તાવ આવવો, ઉલટી થવી, ગરદન અકડાઈ જવી, આવું બાળકમાં જોવા મળતું હોય છે, જ્યારે બાળકને આ વાયરસની સંપૂર્ણ અસર થાય ત્યારે બાળકમાં ભારે બીમારીઓ જોવા મળતી હોય છે જેમ કે મગજની બીમારી અથવા તો બાળક કોમામાં જતું રહે અથવા જો બાળક ની તબિયત વધુ ખરાબ હોય તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે.
નોંધ :- જો તમે આ રીતે દરરોજ નવા સમાચાર વાંચવા માંગતા હોય કે કોઈપણ પ્રકારની યોજના કે સરકારી ભરતી વિશે સૌપ્રથમ માહિતી પ્રાપ્ત કરવા ઇચ્છતા હોય તો અત્યારે જ અમારા WhatsApp Group ને જોઈન કરો.
અંબાલાલ પટેલ ની મોટી આગાહી 2024 : ગુજરાતના આ વિસ્તારમાં હજી પણ પડશે ભારે વરસાદ
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…
STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…
Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…
Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…
Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…
std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…