50 મેગા પિક્સેલ ડ્યુઅલ કૅમેરા અને 5000mAh બેટરી સાથે Itel Colorpro 5G ભારત માં લોન્ચ
Itel કંપની હાલ માં જ નવો સ્માર્ટફોન ભારત ની અંદર લોન્ચ કર્યો છે જેની કિમત ફકત 10,000 છે, આ એક બજેટ સ્માર્ટફોન છે જેને માધ્યમ વર્ગ ના લોકો પણ સહેલાઇ થી ખરીદી શકે છે. Itel ColorPro 5G માં 50 મેગા પિક્સેલ ના ડ્યુઅલ કૅમેરા, 5000mAh કેપેસિટી વાળી બેટરી અને બીજા ઘણા specs આપવામાં આવ્યા છે. આ લેખ ને અંત સુધી વાંચજો જેથી તમે itel Colorpro 5G વિશે સંપુર્ણ જાણકારી મેળવી શકો.
Itel એ ભારત ની અંદર પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, અને આ એક બજેટ સ્માર્ટફોન છે, જેમાં itel vivid color ટેકનોલોજી આપવામાં આવી છે જે તેના સોંદર્યલક્ષિ આકર્ષણ ને વધુ વધારવા માટે આ સ્માર્ટફોન ના બેક પેનલ ના રંગ ને બદલે છે. આ સ્માર્ટફોન ની અંદર MediaTek પ્રોસેસર આપવામાં આવ્યું છે.
Itel Colorpro 5G માં 6.6 ઇંચ ની HD+ 90Hz રીફ્રેશ રેટ વાળી ડિસ્પ્લે આપવામાં આવી છે અને આ સ્માર્ટફોન MediaTek Dimensity 6080 ઓક્ટા કોર પ્રોસેસર દ્વારા સંચાલિત થાય છે. આ સ્માર્ટફોન માં 6GB RAM અને 6GB ની virtual RAM આપવામાં આવી છે સાથે 128GB ઇન્ટર્નલ સ્ટોરેજ આપવામાં આવી છે. અને આ સ્માર્ટફોન Android 13 પર ચાલે છે.
Skip to PDF contentItel Colorpro 5G માં 50 મેગા પિક્સેલ AI ડ્યુઅલ રીઅર કૅમેરા સેટઅપ આપવા આવ્યું છે, જ્યારે સેલ્ફી અને વિડિયો કોલિંગ માટે 8 મેગા પિક્સેલ નો કેમેરો આપવામાં આવ્યો છે. Colorpro 5G ની સૌથી અદભુત વિશેષતાઓ માની એક વિશેષતા પાછળ ની ડિઝાઈન છે, કેમ કે જ્યારે આ સૂર્યપ્રકાશ ના કોન્ટેક્ટ માં આવે છે ત્યારે તે પાછળ ની પેનલ નો કલર બદલવા માટે itel vivid color ટેકનોલોજી નો ઉપયોગ કરે છે.
આ સ્માર્ટફોન 5G++ ને સપોર્ટ કરે છે, દૂર દૂર સુધી ના વિસ્તારો માં 5G કનેક્ટિવિટી સુનિશ્ચિત કરે છે. Itel ના જણાવ્યાં અનુસાર, NRCA ઝડપી બ્રાઉઝિંગ અને અવિરત કનેક્ટીવીટી માટે સતત 5G જાળવી રાખવા માં મદદ કરે છે.
Itel Colorpro 5G સ્માર્ટફોન ની અંદર 5000mAh ની બેટરી આપવામાં આવી છે અને સાથે 18W ના ફાસ્ટ ચાર્જિગ ને સપોર્ટ કરે છે. વધારા ની સુવિધાઓ ની વાત કરીએ તો આમાં સાઈડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર, ફેસ અનલૉક અને FM રેડિયો જેવા ફીચર આપવા આવ્યા છે.
Itel Colorpro 5G ની કિંમત ની વાત કરીએ તો, આ સ્માર્ટફોન ની કિંમત 9,999 છે, અને આ સ્માર્ટફોન લેવેન્ડર ફેન્ટસી અને રિવર બ્લૂ કલર ઓપ્શન માં ઉપલબ્ધ છે.
આ વાંચો : ગુજરાતમાં ફેલાયો નવો વાયરસ | ગુજરાતના 6 જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસ હાહાકાર,
આ સ્માર્ટફોન ને એમેઝોન અને itel ના ઇ સ્ટોર પર થી ખરીદી શકો છો, itel હાલ colorpro 5G ના લોન્ચ ભાગરૂપે ડફલ ટ્રોલી બેગ ફ્રી માં આપી રહી છે સાથે 3000 રૂપિયા ની કિંમત ની સ્ક્રીન રિપ્લેસમેન્ટ 2000 રૂપિયા માં આપી રહી છે.
આજ ના આ આર્ટિકલ માં માધ્યમ થી અમે તમને Itel Colorpro 5G વિશે સંપુર્ણ માહિતી આપી છે, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય અથવા તમને કોઈ પ્રશ્ન હોય તો તમે અમને કૉમેન્ટ કરી ને પૂછી શકો છો અમે તમને જરૂર જવાબ આપીશું અને આવીજ જાણકારી માટે vital khabar સાથે જોડાઈ રહો.
Royal Enfield Guerrilla 450 ભારત માં લોન્ચ, શરૂઆતી કિંમત 2.39 લાખ, જાણો specs
માનવ કલ્યાણ યોજના 2024 યોજનામાં કઈ રીતે કરવી અરજી, જાણો સંપૂર્ણ પ્રક્રિયા
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.
Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…
STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…
Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…
Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…
Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…
std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…